અનુયાયીઓ

મંગળવાર, 8 મે, 2018

જુદા જુદા ૧૩ ચેક રીટનૅની ફરીયાદમાં અારોપીને નિદોૅષ જાહેર કરતી અદાલત

જુદા જુદા ૧૩ ચેક રીટનૅની ફરીયાદમાં  અારોપીને નિદોૅષ જાહેર કરતી અદાલત  

શહેરમાં ભાગીદારી પેઢી બંધ થયા પછી અેક ભાગીદારે રોકેલ નાણા સામે મેળવેલા બીજા ભાગીદારનાં જુદા જુદા તેર ચેક (રૂા. ૮,૪પ,ર૮૭/રુ) બેન્કમાંથી વસુલાયા વગર પરત ફરતાં શહેરની કોટૅમાં ૧૩ ફરીયાદો થઈ હતી. જે તમામ ફરીયાદોનો કેઈસ ચાલી જતાં અારોપી ભાગીદારને નિદોૅષ છોડવા કોટેૅ હુકમ કયોૅ છે. અા કેસની હકીકત ટુંકમાં અે પ્રકારની છે કે, રાજકોટના રહીશ ભરતભાઈ મોહનભાઈ ટીલવાઅે રાજકોટના રહીશ જયેશ નવલભાઈ વ્યાસ સાથે જય કોપોૅરેશનના નામથી પશુની દવા વેચવાનો ભાગીદારીમાં ધંધો કરેલ હતો અને ભાગીદારી પેઢીની અંદર અંદર કટકેરુકટકે રૂા. ૮,૪પ,ર૮૭/રુ નુું રોકાણ કરેલ હતું. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થતાં ભાગીદારી પેઢી બંધ કરેલ હતી અને જે પેટે જયેશભાઈઅે અલગ અલગ રકમના ૧૩ ચેકો અાપેલ છે અને ચેકો મુદત દરમિયાન પરત અાવેલ છે તે અંગેની રાજકોટની અદાલતમાં અલગ અલગ ૧૩ ફરીયાદો કરેલ હતી. ઉપરોકત ફરીયાદની અંદર અારોપી દ્રારા અેવો બચાવ લેવામાં અાવેલ હતો કે, ફરીયાદી જે ભાગીદારી પેઢીની હકીકત જણાવે છે તેવી કોઈ જ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં હોય તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ નથી તેમજ અાવડી મોટી રકમ ભાગીદારી પેઢીમાં રોકાણ કરેલ છે તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ ન હતા અને પોતે અાવડી મોટી રકમ લાવેલ છે તેવી અાથિૅક સઘ્ધરતા બતાડવા માટે કોઈ જ પોતાની કમાણી અંગેનો સાધનો રજુ કરી શકેલ ન હતાં. તેમજ અારોપીઅે ફરીયાદી પાસે સંબંધના દાવે વ્યાજે મેળવેલ છે તે મતલબનો બચાવ મુકેલ હતો અને સાથોસાથે તે અંગેની અેરુડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પાસેથી બળજબરીથી કોરા ચેકો મેળવી લીધેલ છે અને ખોટી રીતે વ્યાજની માંગણી કરે છે તે મતલબની ફરીયાદ નોંધાવેલ હતી. ફરીયાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાનંુ માની કોટેૅ અારોપીને નિદોૅષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. અા કેસમાં અારોપી તરફે અેડવોકેટ કમલેશ અેન. શાહ, જીજ્ઞેશ અેન. શાહ, સુરેશ સી. દોશી, નાસીર અેચ. હાલા, તુષાર અેન. ધ્રોલીયા, જતીન અેન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.
***********************

પ્રૌઢે એક વર્ષનો જમા કરાવેલ પગાર ઉપાડી ઘરે જતા હતા અને ચા પીવા ઉભા રહ્યા ને ગઠીયો નાણા ઉઠાવી ગયો

રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહેતા અને શાપર-વેરાવળમાં ફેકટરીમાં નોકરી કરતા પ્રૌઢને મકાન રીનોવેશન કરવાનું હોય એક વર્ષનો પગાર જમા થયેલ જે નાણા ગુજરીબજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી પગારના નાણા રૂા.1.4 લાખ લઈ રામનાથપરામાં કાકા સાથે ચા પીવા ઉભા રહ્યા હતા તે દરમ્યાન કોઈ ગઠીયા ઈટર્નોની ડેકીમાંથી રૂા.5.4 લાખ સાથેની થેલી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહતે અને શાપર-વેરાવળમાં એકસ સુઝન ફેકટરીમાં નોકરી કરતા હનીફભાઈ ઉસ્માનભાઈ વિરાણી (ઉ.વ.48) એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમાં હનીફભાઈને મકાનના રીનોવેશનનું કામ કરાવવા માટે ફેકટરીમાં છેલ્લા એક વર્ષથી પગાર લીધો ન હતો તે પગાર જમા કરાવતા હતા. જે નાણાની જરૂરિયાત હોય ફેકટરીના માલીક ફલીદભાઈ પાસે જમા પગાર માંગતા શેઠે પગારના રૂા.1,04,400 જમા થયેલ જે નાણા ગુજરી બજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી લઈ લેવાનું જણાવતા સાંજે પોતાનું ઈટર્નો જી.જે.03 એકે 5988 પર કુટુંબી કાકા યાસીનભાઈ સાથે ગુજરાત ગ્લાસમાંથી રૂા.1.4 લાખ લઈ ઈટર્નોની ડેકીમાં મુકી રામનાથપરા શેરી નં.21 પાસે ચાની લારીએ ચા પીવા ઉભા રહ્યા હતા.
તે દરમ્યાન આ પાણી પીતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ડેકીમાંથી રોકડ સહીતની થેલી નજર ચુકવી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ટિપ્પણીઓ નથી: