અનુયાયીઓ

સોમવાર, 16 એપ્રિલ, 2018

બહ્મતેજ સંસ્થા દ્વારા શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાયા

રાજકોટ તા. ૧૬  
બહ્મસમાજ એ દરેક સમાજને સાથે લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ રાજકોટ ખાતે બ્રહ્મતેજ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પરશુરામ એવોર્ડ સ્વીકારતા વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું. 

તમામ તળ ગોળ બ્રાહ્મણો એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષશ્રી ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,  કોઇપણ સમાજ સંગઠન થકી જ સશક્ત બનતો હોય છે. આ સાથે તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો, સાથોસાથ કોઇપણ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. 


વિવિધ ગોળના બ્રહ્મસમાજ તેમજ સંગઠન દ્વારા શ્રી ત્રિવેદીનું સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું. કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટ, બાળ વિકાસ આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડ્યા, 


શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષશ્રી ઘનશ્યામજી મહારાજ, બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી જનાર્દનભાઈ પંડ્યા તેમજ વિવિધ ગોળના પ્રમુખ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)


ટિપ્પણીઓ નથી: