અનુયાયીઓ

બુધવાર, 27 જાન્યુઆરી, 2016

જેતપુરના મંડલીકપુર ગામે આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુરના મંડલીકપુર ગામે

આજે ત્રિવિધ કાર્યક્રમો

જેતપુર તા.

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આજે તા.૨૮ ના રોજ બપોરથી ત્રિવિધ કાર્યક્ર્રમોનું આયોજન થયું છે. જેમાં બપોરના ૩-૩૦ થી ખેડૂત શિબિર, સહકારી આગેવાનું સન્માન અને રાત્રીના શ્રીનાથજીની જાંખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામની ગૌશાળા ખાતે યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમોમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેતપુરના ઉદ્યોગપતિઓ રાજુભાઈ હીરપરા, વિરજીભાઈ વેકરીયા વિગેરે હાજર રહેશે. આ ત્રણેય કાર્યક્રમોમાં જોડાવા આરડીસી બેંક રાજકોટ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક અમદાવાદ તથા ઇફકો રાજકોટ સુત્રોનો અનુરોધ છે.

કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

 

 

 

૧૦ મી ફેબ્રુઆરી સુધીમાં ઘટતું ના કરવામાં આવે તો

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીના

રોડ બાબતે પ્રજાના આંદોલનાત્મક કાર્યક્રમો..

માર્ગ અને મકાન ખાતાને આવેદન આપી ચીમકી ઉચ્ચારતા જંકશનવાસીઓ

જેતલસર તા. ૨૭

બાર બાર વરસ થયા જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા ના ડોકાતા તંત્રની આંખો ઉઘાડવા આજે જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના જંકશનવાસીઓએ માર્ગ અને મકાન તંત્રને એક આવેદન આપી ચીમકી ઉચ્ચારી હતી કે ૧૦-૨-૨૦૧૬ સુધીમાં આ રોડની કાયાપલટ નહિ કરાય તો જંકશનની પ્રજા સંબંધિતોની કચેરી સામે આંદોલન છેડશે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના જેતલસર જંકશનથી જેતપુરના ધોરાજી રોડ પર આવેલ તત્કાલ હનુમાનજી સુધીના રોડને રીપેર કરવા અગાઉ એક મહિના પહેલા પણ જંકશન પંચાયતસુત્રોએ જેતપુર સ્થિત લાગતા વળગતા સુત્રોને રજુઆતો કરી હતી. પણ તંત્રે આ ફરિયાદ પરત્વે બેધ્યાનપણું દાખવતા આજે જેતપુર દોડી આવેલા જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચ સહિતના નાગરિકોએ જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઉપરાંત રાજકોટ જીલ્લા કલેકટર વિગેરે જગ્યાએ ફેક્સ મારફત તેમજ માર્ગ અને મકાન તંત્રને રૂબરૂ આવેદનો આપી જણાવ્યું હતું કે, આ રોડ બાબતે જ્યારે પણ રજુઆતો કરવામાં આવે છે ત્યારે રોડ નોન પ્લાનમાં હોય, સરકારના પ્લાનમાં લેવો જરૂરી છે. પણ લોકો કહે છે કે આ કામગીરી કોણે કરવાની હોય ? પ્રજાને કે સંબંધિતોને ?

જંકશનથી જેતપુર સમયાંતરે અમુક ઈમરજન્સી દાકતરી સેવા માટે જવાનો આ એકમાત્ર રસ્તો ભારે જર્જરિત બન્યો હોય, તંત્રએ તાકીદે રીપેર કરવાની જરૂર છે. અન્યથા તા.૧૦-૨ ના રોજ રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે નવા બ્રીજ પાસે સવારે ૧૦ કલાકે રસ્તા રોકો, તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી અને ત્યારબાદ મામલતદાર કચેરી સામે આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારાઈ છે.

માર્ગ અને મકાન તંત્ર શું કહે છે ?

જેતલસર: જેતપુર સ્થિત માર્ગ અને મકાન તંત્રના સોલંકીએ જણાવેલ કે જેતલસર જંકશનના લોકોની ફરિયાદ વાજબી છે. પણ જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો રોડ  નોન પ્લાનમાં આવતો હોય તેને સરકારના પ્લાનમાં લેવા વખતો વખત તેઓની કચેરી દ્વારા ઉપરી તંત્રને દરખાસ્ત મોકલાઈ છે. જે હજુ પાસ થઈને આવી નથી, ઉપરાંત નોન પ્લાનમાં આવતા રોડ રસ્તા માટે સરકારમાંથી કોઈ ગ્રાન્ટ પણ મળતી ના હોવાની વાત તેમજ આ રોડને સરકારી પ્લાનમાં લેવડાવવા સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ જહેમત ઉઠાવતા હોવાની વાત સોલંકીએ દોહરાવી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 


ટિપ્પણીઓ નથી: