અનુયાયીઓ

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

5-5 દીકરીઓ ધરાવતા ચરેલ ગામના કૈલાશબેનને ત્રેલડું જનમ્યું !! છઠ્ઠી સુપુત્રી બે ભૈલાઓ સાથે અવતરતા પરિવારજનો ખુશખુશાલ !

જેતપુર-ધોરાજીના તબીબોની પ્રસંશનીય સેવા..અધૂરા મહીને પ્રસુતાને જન્માવ્યું ત્રેલડું !!!
5-5 દીકરીઓ ધરાવતા ચરેલ ગામના કૈલાશબેનને ત્રેલડું જનમ્યું !!
છઠ્ઠી સુપુત્રી બે ભૈલાઓ સાથે અવતરતા પરિવારજનો ખુશખુશાલ !
જેતપુર તા.25 (કશ્યપ જોશી દ્વારા)
જામકંડોરણા તાલુકાના ચરેલ ગામની એક મહિલાએ ત્રેલડાને જન્મ આપતા પરિવારજનો રાજીપાના દરિયામાં ગરક થઇ ગયા છે. વાત અહી અટકતી નથી, પણ કુદરતની મહેરબાનીની વાત કરીએ તો મારા, તમારા જેવા સૌને અચરજ થયા વગર નહિ રહે..
બન્યું એવું કે, જામકંડોરણા તાલુકાના ચરેલ ગામના ખેડૂત પરિવારના હિતુભા  ફતેહસિંગ વાળાના પત્ની કૈલાશબેનને તાજેતરમાં પ્રસવ પીડા ઉપાડતા તેમને ધોરાજીના તબીબ રામાણીના દવાખાને ખસેડાયા હતા. 
પ્રસુતિના સાતમાં મહીને જ કૈલાશબેનને પ્રસવ વેદના અસહ્ય બનતા પ્રામ્ભિક ચિંતાના વાદળો વચ્ચે ધોરાજીના તબીબે પ્રસુતિની સારવાર ચાલુ કરતા કૈલાશબેનને 1 પુત્રી અને 2 પુત્રો સહીત ત્રેલડાને જન્મ આપતા દવાખાના સુત્રો સહિતના પરિવારજનો ખુશીની છોળો વચ્ચે જુમી ઉઠ્યા હતા. બીજી બાજુ બાપુ હિતુભાએ એક અચરજ પમાડે એવી અને કુદરતનો પાડ માનવો પડે તેવી વાત બતાવતા જણાવેલ કે પોતાને અગાઉ એક, બે નહિ પણ સંતાનોમાં 5-5 દીકરીઓ છે. આજે એક દીકરીને જન્મ આપવા પણ ધણોખરો સમાજ તૈયાર હોતો નથી અને સરકારને કરોડો રૂપિયાની બેટી બચાવોની જાહેરાતો આપવી પડતી હોવા છતાં સ્ત્રીભૃણ હત્યાનો સિલસિલો બેરોકટોક ચાલી રહ્યો છે, ત્યારે હિતુભાને ધન્યવાદ આપવા પડે કે તે 5-5 દીકરીઓનું ખુબ સુપેરે લાલન પાલન કરી રહ્યા છે.
તેમાય આજે પત્ની કૈલાશબેને વધુ 2 પુત્રો અને એક પુત્રી એમ ત્રણ-ત્રણ સંતાનોને જન્મ આપતા સામાન્યતઃ માત્ર દીકરીઓને જ જન્મ આપવાનની વાતોમાં વગોવાયેલ કૈલાશબેનના માતૃત્વની સરાહના એટલે થઇ રહી છે કે સમાજના મ્હેણાં મળતા આજથી બંધ થઇ જશે, કારણ છઠ્ઠા લક્ષ્મીજી તેમની સાથે બે ભૈલાઓને પણ સાથે લાવ્યા છે ! અત્રે એ નોંધનીય છે કે, ત્રેલડાના જન્મ બાદ ત્રણેયને શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થતા ધોરાજીના તબીબી જેતપુરના તબીબ સ્નેહલ સીતાપરાની મદદ વચ્ચે ત્રણેય બાળકોને તંદુરસ્તી બક્ષી હતી. પ્રસ્તુત તસવીરોમાં તબીબો સાથે ત્રેલાડાની જન્મદાત્રી કૈલાશબેન અને તેમના પતિ હિતુભા વાળા દેખાય છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : જેતલસર :9974262812)







ટિપ્પણીઓ નથી: