જુનાગઢના ૨ શખ્શો જેતલસર નજીકથી
વિદેશી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપાયા
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
આજે સવારે લોકલ ક્રાઈમ બ્રાંચ રાજકોટના જમાદાર ભુરાભાઈ માલીવાડે જુનાગઢના ૨ શખ્શોને જેતલસરના સાંકળી નજીકથી વિલાયતી શરાબની ૨૬ બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જુનાગઢના ૨ શખ્શો અશોકભાઈ જમનભાઈ ધામેચા(રહે. એકતા નાગગર ખલીલપુર રોડ જુનાગઢ) તથા અજય હીરા ડાંગર(રહે.હરિકૃષ્ણ નગર, ખલીલપુર રોડ, એમ બંને જીજે ૧૧ એ એલ ૮૬૭૦ નંબરના બાઈક ઉપર જુનાગઢથી જેતપુર તરફ આવતા હતા ત્યારે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના જમાદાર ભુરાભાઈ માલીવાડે જેતલસરના સાંકળી ગામના પાટિયા પાસે તેમને રોકી તલાશી લેવાતા બંને પાસેથી રૂપિયા ૭૮૦૦ ની ૨૬ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે મો.સા.ની કીમત રૂપિયા ૨૦ હજાર મળી કુલ ૨૭૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આ શરાબનો જથ્થો કોણે મોકલાવેલો અને ક્યાં આપવા જતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
---------------------------------------
જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસના
૨૦-૨૦ ઉમેદવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ્સ ભર્યા
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર જેતપુર તાલુકા પંચાયતની ચુંટણી માટે આજે જેતપુર તાલુકાની ૨૦ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ૨૦-૨૦ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે કેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે કોઈ સંબંધિતો પાસેથી વિગતો મળી નથી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત ૨૯ મી નવેમ્બરના રોજ યોજાનાર ચુંટણીની ૨૦ બેઠકો માટેની દાવેદારી માટે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોત પોતાના સમર્થકોના ટોળા સાથે અહીની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે હાજર રહી ફોર્મ ભર્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલ તા.૧૦ ના રોજ છેલ્લો દિવસ છે. પણ શુભ અશુભ માં માનતા બંને પક્ષોના ઉમેદવારોએ આજે ધન તેરસના પાવન દિવસે ઉમેદવારી ફોર્મ ભરી ચુંટણીજંગ છેડી દીધો છે.
જયારે જેતપુરમાંથી રાજકોટ જીલ્લા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.
ભાજપના ઉમેવારોએ પોત પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા.
જયારે રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશભાઈ પાંભર અને જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિપુલ વૈષ્ણવના કહેવા અનુસાર અનામત બાબતે પાટીદારો સાથે સરકારનું(ભાજપનું) ઓરમાયા વર્તનનો જવાબ હવે પાટીદાર મતદારો ચુંટણી દ્વારા આપવા માંગતા હોય, જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પંજો કમાલને કચડી નાખે તેવી સંભાવનાઓ નકારી શકાય નહિ.
ચુંટણી પ્રકિયા હાથ ધરતા જેતપુરના લાગતા વળગતા કાર્યવાહકોએ જણાવેલ કે આવતીકાલ તા.૧૦ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મ ચકાસણી તા.૧૪, ફોર્મ પરત ખેંચવા માટે તા.૧૬ નિયત કરાઈ છે. ચુંટણી તા.૨૯ ના રોજ યોજાશે અને મત ગણના ૨-૧૨ ના રોજ થશે.
રાજકોટ જીલ્લા પંચાયત માટે જેતપુરની ૪ બેઠકો પર કોણ કોણ !
જેતપુર: જીલ્લા પંચાયતની જેતપુરની ચાર બેઠકોમાં બોરડી સમઢીયાળા બેઠક પર કોંગ્રેસના હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ સામે ભાજપના નીતાબેન રમેશભાઈ રૈયાણી, વીરપુર બેઠકમાં કોંગ્રેસના વિપુલ ધડુક સામે ભાજપના ગોરધન ધામેલીયા, થાણાગાલોળ બેઠક પર ભાજપના પ્રવીણ કયાડા સામે કોંગ્રેસના ધીરુભાઈ પાઘડાળ અને પેઢલા બેઠક પર ભાજપના સુભાષ બામ્ભરોલીયા સામે કોશોરભાઈ પોપટભાઈ પાદરીયાએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી પોત પોતાની કાંડાની જહેમત કામે લગાડી દીધી છે.
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ઉભેલા કોંગીના ઉમેદવારો...
૨ - આરબ ટીંબડી - ગુજરાતી ઉષાબેન હરસુખભાઈ
૭-જેતલસર - ભુવા કિરણબેન સુરેશભાઈ
૮- જેતલસર જંકશન - સરવૈયા આરતીબેન રોહિતભાઈ
૪- ચાંપરાજપુર - મકવાણા જયેશભાઈ અરજણભાઈ
૩- બોરડી સમઢિયાળા - રાઠોડ હંશાબેન દેવશીભાઈ
૧૦-ખીરસરા - કોરાટ ચંદ્રિકાબેન ભરતભાઈ
૧૫-પીઠડીયા - સખીયા દામજીભાઈ કાનજીભાઈ
૧૭-ઉમરાળી - મકવાણા ગોપાલભાઈ હરેશભાઈ
૧૯-વીરપુર - બારૈયા હીનાબેન રાજેશભાઈ
૨૦-વીરપુર - વઘાસીયા સંજયભાઈ ચંદુભાઈ
૧-અમરનગર - સુવાગીયા જાનકીબેન કેતનભાઈ
૫-ચારણીયા - હિરપરા જાગૃતિબેન ભાવેશભાઈ
૬-દેવકીગાલોળ - કયાડા કંચનબેન રઘુભાઈ
૧૬-થાણાગાલોળ - ઉંધાડ મુકેશભાઈ બચુભાઈ
૧૮ વાડાસડા - ધાધલ ભરતભાઈ જીલુભાઈ
૯-કેરાલી - પરમાર મજુલાબેન આંબાભાઈ
૧૧-મેવાસા- હીરાપર શિલ્પાબેન કેતનભાઈ
૧૩-પાંચપીપળા- હિરપરા જગદીશભાઈ શંભુભાઈ
૧૪-પેઢલા - વાલેરા અશોકભાઈ હમીરભાઈ
૧૨-મોટા ગુંદાળા - કોટડીયા પ્રિયાબેન ગોપાલભાઈ
ભાજપના જેતપુર તાલુકા પંચાયતના ઉમેદવારો :
પેઢલા - અમરભાઈ દાનાભાઈ સારીખડા
મોટા ગુંદાળા - સવિતાબેન રમેશભાઈ અમીપરા
પાંચ પીપળા - રમેશભાઈ નાથાભાઈ મુળિયા
મેવાસા - સગુણાબેન રમેશભાઈ વામજા
થાણાગાલોળ - અશોકભાઈ ભગવાનજીભાઈ ઉંધાડ
ચારણીયા - કાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવાર જાહેર થશે
દેવકી ગાલોળ - ધારાબેન સુરેશભાઈ કયાડા
અમરનગર - રસીલાબેન વિનોદભાઈ વસોયા
વાડાસડા - સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા
વીરપુર-૧- વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા
વીરપુર-૨- દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા
ઉમરાળી- ભાવનાબેન ભુપતભાઈ સોલંકી
પીઠડીયા - નારદભાઈ શંભુભાઈ ડાવરા
ખીરસરા - નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા
બોરડી સમઢીયાળા - કાંતાબેન ભીમજીભાઈ ગોહેલ
ચાંપરાજપુર - કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા
આરબ ટીંબડી - લાભુબેન સુરેશભાઈ મોરબીયા
જેતલસર જંકશન - રસીલાબેન મનસુખભાઈ ડાભી
જેતલસર ગામ - ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા
વીરપુરમાં ભાજપના ઉમેદવાર જનકભાઈ ડોબરીયાને પાર્ટી એ ટીકીટ નહિ આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને જૂનામાં જુના કોંગી આગેવાન પી.એલ.વસોયાને કોંગ્રેસે ટીકીટ નહિ આપતા તેમના મોટા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો