જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર
જેતપુર તા.7
જેતપુરની એક કુંભાર મહિલાએ અગ્મ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતમાં જેતપુર થી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે.
મળતી વિગતો મુજબ અહીના ધોરાજી રોડ પર નકલંક આશ્રમ પાસે રહેતી ઉષાબેન વિપુલભાઈ લાડવા જાતે કુંભાર નામની 24 વર્ષની પરિણીતાએ કોઈ અગ્મ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. તપાસનીસ ફોજદાર એસ.બી.જાડેજાએ જણાવેલ કે ઉષાબેનને એક ચાર વર્ષનો પુત્ર છે. તેમણે શા માટે આવું પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
મિત્રએ આપેલ ચોરાઉ બાઈક સાથે યુવાન પકડાયો
જેતપુર તા.7
ગોંડલનો એક યુવાન ચોરાઉ બાઈક સાથે નીકળનાર હોવાની બાતમી પરથી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોંડલના એક યુવાનને પકડી પાડી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે બપોરે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણ પંપાણિયા, કાળુભાઈ ડાંગર, નીલેશ ગોહિલ વેગેરેએ બાતમીના આધારે ગોમટા ચોકડી પર વોચ રાખી બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક બાઈક સાથે નીકળેલ યુવાનને રોકી તેની આકરી પૂછપરછ કરતા યુવાન પોતે અંકિત દિનેશભાઈ નાગલા રહેવાસી ગોંડલનો હોવાનું તેમજ તેમની પાસેનું બાઈક મિત્ર મૃદુરાજ્સિંહ ઉર્ફે રાજા ઘનશ્યામસિંહ ચુડાસમા રહે. ગોંડલવાળાએ આપ્યું હોવાનું કબુલતા એલસીબીના ભુરાભાઈ વિગેરી અંકિતને પકડી પાડી પૂછપરછ્નો દૌર શરુ કર્યો છે.
પ્રેમગઢની ભીલ પરિણીતા ગુમ થયાની પોલીસમાં રાવ
જેતપુર તા.7
મૂળ મધ્યપ્રદેશ, હાલ જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના રવજીભાઈ મનજીભાઈ મકાનમાં રહેતા કુસુમભાઈ કાગુભાઈ વાસુમીયા-ભીલ ના પત્ની રમાબેન ગઈ તા.29-7-2015 ના રોજ ઘરેથી શંકાસ્પદ હાલતમાં ગુમ થયાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરાતા એએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો