અનુયાયીઓ

રવિવાર, 3 મે, 2015

CHUKAADO RADD KARTI JETPUR NI KORT છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ

આજથી 13 વર્ષ પહેલા જેતપુરમાં બાળકીને હડફેટે લઇ મોત નિપજાવવાના બનાવમાં 
છકડો ચાલકને અપાયેલ 2 વર્ષની સજા રદ કરતી જેતપુરની સેશન્સ કોર્ટ 
કોર્ટે કહ્યું અકસ્માત જાણીજોઇને કરાતા નથી હોતા, તેમ રાહદારીઓએ પણ રોડ પર ચાલતા બેદરકાર ના રહેવું જોઈએ જોઈએ !
જેતપુર તા.3
જેતપુરના જુનાગઢ રોડ પર રોડ ક્રોસ કરતી એક બાળકીને અકસ્માતે હડફેટે લઇ મોત નીપજાવનાર છકડો રીક્ષા ચાલકને 2 વર્ષની કેદ અને રૂ.1000 નો દંડ ફટકારવાના જુનિયર કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટે રદ કરી છકડો ચાલકને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો મુજબ, આજથી 13 વર્ષ પહેલા એટલેકે તા.21.3.2002 ના રોજ જેતપુરના જુનાગઢ રોડ પર ગંગોત્રી કોમ્પ્લેક્ષ પાસે જેતપુરના રસીલાબેન વિનોદભાઈ, તેમના સાસુ, જેઠાણી અને પુત્રી આરતી ઉ.વ.7 હાઈવે રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે રસીલાબેનની આંગળી છોડાવી પુત્રી આરતીએ રોડ ક્રોસ કરવામાં ઉતાવળ કરતા ત્યારે જ ત્યાંથી પસાર થયેલી જીજે 3સી 5290 નંબરની છકડો રીક્ષાની હડફેટે આરતી ચડી જતા  બાળકીનું સારવાર દરમીયાન મોત થયું હતું.

આ બનાવની પોલીસ દફતરે તા.21.3.2002 ના રોજ ફરિયાદ નોંધાવાતા પોલીસે છકડો ચાલક અરવિંદભાઈ મુળજીભાઈ ધડુક સામે વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી, જરૂરી આધારો, પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા જેતપુરની જુનિયર કોર્ટે તા.7.2.2014 ના રોજ ચુકાદો જાહેર કરી અરવિંદભાઈને 2 વર્ષની સાદી કેદની સજા અને રૂ.1000 નો દંડ ફટકાર્યો હતો.

જે ચુકાદા સામે આરોપી અરવિંદ ધડુકે સેશન્સ કોર્ટમાં અપીલ કરી  હતી. જે કેશની આરોપીના આર. આર. ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી સહિતના વકીલોએ કરેલી દલીલોમાં આરોપીએ જાણી જોઇને અકસ્માત કર્યો નાં હોય, તેમજ બાળકીને બચાવવાના પ્રયાસ કરતા રીક્ષા પલટી જતા ચાલકને પણ ઈજાઓ થઇ હોય, તેમજ નેશનલ હાઈવે જેવા રોડ ક્રોસ કરતી વખતે સલામતી બાબતે વાહન ચાલકો જેટલી રાહદારીઓની પણ જવાબદારી થતી હોય, વિગેરે દલીલોને ધ્યાને લઇ જેતપુર સેશન્સ કોર્ટના જજ એમ.કે.દવેએ જુનિયર કોર્ટના ઉપરોક્ત 2 વર્ષની સજાના ચુકાદાને રદ કરી છકડો ચાલક અરવિંદ ધડુકને નિર્દોષ જાહેર કર્યો છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી: