ભિક્ષાવૃતિ કરતી અને માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાની
જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી
જેતલસર તા.17
આજે બપોરે જેતલસર પંથકના જૂની સાંકળી ગામની સીમમાંથી એક ભટકતી અસ્થિર મગજની મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જૂની સાંકળી ગામની સીમમાં, જેતલસરના રમેશભાઈ ભુવાની વાડીના કુવા નઝીકની એક અવાવરું ઝાળીમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણ કરતા તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, દિવ્યેશ આહીર,જયવીરસિંહ રાણા, બાબુભાઈ સોસા વિગેરેને લઈને જૂની સાંકળીની સીમમાં પહોચ્યા હતા.
દરમિયાન આજુબાજુના સીમ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ લાશ આશરે 35 થી 40 વર્ષ ધરાવતી, ભિક્ષાવૃત્તિ કરતી અને માનસિક અસ્થિરતા વચ્ચે રખડતી ભટકતી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે પ્રથમ જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા, વિશેષ પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં ખસેડી છે. બનાવની વધુ તપાસ ફોજદાર કરમટીયા અને બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો