અનુયાયીઓ

શુક્રવાર, 1 મે, 2015

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા

જેતપુરમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 
સફાઈ ઝુંબેશ હાથ ધરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
શહેરના ખુલ્લા પ્લોટમાં એકત્ર થયેલા કચરાના ઢગલા તાત્કાલિક દુર કરવા સંબંધિતોને તાકીદ 
(કશ્યપ જોશી ) જેતપુર તા.1
આજે પહેલી મેં અને ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જયેશ રાદડીયાએ અહીના સરદાર પટેલ ગાર્ડનથી 15 દિવસીય સ્વચ્છતા અભિયાનનો સુભારંભ કરાવ્યો હતો.
  સરદાર પટેલ બગીચા ખાતે સૌ પ્રથમ શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ જણાવેલ કે દેશભરમાં ચાલતા અને ચલાવાતા સ્વચ્છતા અભિયાને આગળ ધપાવવા પ્રત્યેક માણસે પોતાની જવાબદારી સમજવી પડશે, જ્યાં સુધી આપણું આંગણું ચોખું નહિ થાય ત્યાં સુધી બીજાની જગ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવી કઠીન લાગશે, મંદિરમાં જેમ બુટ-ચપલ બહાર ઉતારીનેજ દર્શન કરીએ છીએ તેવો ધાર્મિક ભાવ સ્વચ્છતામાં કેળવાશે તો ક્યાય ગંદકી નહિ રહે.
માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર વ્યાસ, ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજા વિગેરેની હાજરી વચ્ચે રાદડીયાએ એ વાતની પણ સંબંધિતોને તાકીદ કરી હતી કે શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ છે ત્યાં ગંદકીના ગંજ ખડકાયા હોવાની ફરિયાદો મળી રહી હોય, આવા પ્લોટોમાંથી તાકીદે ગંદકી હટાવી લેવી, તેવીજ રીતે શહેરના જાહેર, સરકારી, બિનસરકારી ક્ષેત્રોમાં પણ સંબંધિતો સ્વચ્છતા કેળવે તે જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: