ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત
જેતપુર તા.22
આજે વહેલી સવારે જેતપુર નઝીક ધોરાજી રેલ્વે ફાટક પરથી પસાર થતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક અજાણ્યા યુવાનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરની ફાટક પાસેથી પસાર થયેલી વેરાવળ તરફ જતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક યુવાનનું કરુણ મોત થયાની ઘટનાની જાંણ પરથી શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશ સરકારી હોસ્પીટલે ખસેડી છે. 30 વર્ષના અજાણ્યા યુવાનને કોઈ જાણતું હોય કે વાલી વારસ હોય તો શહેર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. (કશ્યપ જોશી - જેતપુર – 9974262812)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ
જેતપુર તા.22
જેતપુર નગર પાલિકા આયોજિત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો ગઈકાલથી જેતપુરના જીમખાના મેદાનમાં ભવ્ય શુભારંભ થયો હતો.
આ બાબતે માહિતી આપતા પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણઝારાએ જણાવેલ કે પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલે સ્થાનિક એએસપી સુધીર દેસાઈના હસ્તે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર વ્યાસ, સુધરાઈ સભ્યો પ્રમોદ ત્રાડા, જીમખાના પ્રમુખ વસંત પટેલ વિગેરેની હાજરીમાં થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો છે. 10 દિવસ ચાલશે તેમજ 29.5. ના રોજ ફાઈનલ મેચ રમાશે.
(ફોટો : કશ્યપ જોશી - જેતપુર – 9974262812)






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો