અનુયાયીઓ

બુધવાર, 22 એપ્રિલ, 2015

જીલ્લા પોલીસવડાની કડક કામગીરી જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર

વિરપુરના પો.જમાદારને ભરખી જતું ક્રિકેટ સટ્ટા પ્રકરણ !
જીલ્લા પોલીસવડાની કડક કામગીરી 
જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર 
જેતપુર તા.22
જેતપુર તાલુકાના પીઠડીયા ગામે તાજેતરમાં ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડવા પામતા આ  વાતમાં જીલ્લા પોલીસવડાએ  બેદરકાર જમાદાર વરજાંગભાઈ ચાવડાને સસ્પેન્ડ કરી દેતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ચાર દિવસ પહેલા જેતપુરના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાંચે છાપો મારી વાડી માલિક સહીત 5 ને સવા લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લેતા સંબંધિત તમામ પોલીસની નીંદ હરામ થઇ ગઈ હતી.
બીજીબાજુ કામગીરી ક્ષેત્રે કે આંખ મીચામણા વચ્ચે આવો ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડાતા કડક કામગીરીના ભાગરૂપે જીલ્લા પોલીસ વડે વીરપુર પોલીસના સંબંધિત પોલીસ જમાદારને આ  જુગાર પરત્વે બેદરકાર માની સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. સસ્પેન્શનની નોટીસ બજવણીમાં વીરપુર પોલીસના ફોજદાર જાડેજા રોકાયા હોવાનું ફોન ઉપાડનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
સમાચાર - કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: