અનુયાયીઓ

બુધવાર, 1 એપ્રિલ, 2015

જેતલસર જેતપુર ના સમાચારો કશ્યપ જોશી 99742 62812

જૂની સાંકળના ભુરીયા હનુમાનજી 
મંદિરે હનુમાન જયંતી ઉજવાશે  
જેતલસર તા.1
જેતલસર નજીકના જૂની સાંકળી ગામે શ્રી ભુરીયા 
હનુમાનજી મંદિર ખાતે આગામી તા.4.4. ના રોજ હનુમાન જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ પૂજન, અર્ચન, શોભાયાત્રા, સ્તંભ રોપણ, હવન, સાંજે બટુકભોજન અને રાત્રીના પ્રભાતપુરવાળા લક્ષ્મણભાઈ સાવલિયાનો સંતવાણીનો કાર્યક્રમ રખાયો છે. ધર્મપ્રેમી જનતાએ હનુમાન જયંતી  ઉજવણીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

જેતપુર બાર એશો.ની  ચૂંટણીમાં 
પ્રમુખ તરીકે ઢોલરીયા ચૂંટાયા 
જેતપુર તા.1
ગઈ કાલે જેતપુરના ન્યાય મંદિરના, બાર રૂમમાં સને 2015-16 ના વર્ષ માટે જેતપુર બાર એશોસીએશનની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જે.કે.ઢોલરીયા, મંત્રી તરીકે કિશોર જે.ગઢવી, સહમંત્રી તરીકે વિનોદ કે.જોશી, તથા ખજાનચી તરીકે સિકંદર એચ.લુલાનીયા ચૂંટાઈ આવ્યા હતા.

જેતપુરમાં ભાજપ છાવણીની આતશબાજી 
જેતપુર તા.1
વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવતા ગઈકાલે જેતપુર ભાજપના ઉત્સાહી આગેવાનો મનસુખ ખાચરીયા, પ્રશાંત કોરાટ, હિતેશ રાવલ, અરવિંદ વણઝારા, મોહનભાઈ રામનાણી વિગેરે દ્વારા આ વાતને આતશબાજીથી વધાવાઈ હતી.
કશ્યપ જે.જોશી જેતપુર (જેતલસર) 99742 62812


ટિપ્પણીઓ નથી: