અનુયાયીઓ

મંગળવાર, 31 માર્ચ, 2015

kashyap joshi jetpur

નવાગઢમાં અજાણ્યા વાહન હડફેટે મોત
જેતપુર તા.31
નવાગઢ આજે સવારે એક 30-35 વર્ષના અજાણ્યા યુવાનને રોડ ક્રોસ કરતી સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક હડફેટે લઇ મોત નીપજાવી નાશી છુટતા પોલીસે વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે અજાણ્યા યુવાનની ડેડબોડી ઓળખ માટે અહીની સરકારી હોસ્પીટલમાં રખાઈ છે.

નવાગઢના બાવાજી યુવાનનો આપઘાત
જેતપુર તા.31 નવાગઢમાં નાગબાઈ ધાર વિસ્તારમાં રહેતા સુનીલ નરશી મેઘનાથી નામના 20 વર્ષીય બાવાજી યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીરપુરમાં યુવાન પર હુમલો
જેતપુર તા.31
વીરપુરમાં કચરો ના નાંખવા બાબતે ટપારવા ગયેલ વેપારી વિનુભાઈ(ભાનુભાઈ) પરમાર ઉપર નવીન કંસારા અને મુકુન્દ નવીન કંસારા એમ બે શખ્શોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા વીરપુર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી ફીચરના આંકડા રમતા ઝડપાયો
જેતપુર તા.31
સલીમ સતાર ઘાંચી નામના યુવાનને પોલીસે વરલી ફીચરના આંકડા લખેલ પાનાં અને રોકડ રૂ.1630 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં 3 ટપોરીઓની અટકાયત
જેતપુર તા.31
જેતપુર પોલીસના વિજયભાઈ, શક્તિસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગઈ કાલે ફૂલવાડી વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી રાહદારીઓને પરેશાન કરતા હિતેશ લોહાણા, રાજુ ઉર્ફે રામો અને ઇકબાલ મોમેડીયન એમ 3 શખ્શોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું..
કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: