રાજકોટ એસટી ડેપોના જામકંડોરણા રૂટમાં ચાલતા
જેતલસરના એસટી કંડકટરનું વૃક્ષ સાથે અથડાતા મોત
જેતલસર તા.17
જેતલસર રહેતા અને રાજકોટ એસટી ડેપોના બસ કંડકટરનું આજે સાંજે જેતપુર જેતલસર વચ્ચે અકસ્માતમાં મોત થતા જેતલસરના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
બનાવની મળતી સાથે તી વિગતો મુજબ જેતલસર ગામે રહેતા વિઠ્ઠલભાઈ હીરજીભાઈ ભુવા (ઉ.વ.55) આજે સાંજે પોતાનું બાઈક લઈને જેતપુરથી જેતલસર આવતા હતા ત્યારે જુનાગઢ રોડ પર આવેલ મામાના મંદિર સામેના એક વૃક્ષ સાથે અચાનક અથડાઈ જતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું.
બનાવની જાણ થતાજ તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, જમાદાર મજનુંભાઈ વિગેરે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી હતી. બનાવ બાબતે એવી વિગતો મળી હતી કે વિઠ્ઠલભાઈ રાજકોટ એસટી ડેપોની જામકંડોરણા રૂટમાં ચાલતી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. આ બાબતે રાજકોટ એસટી ડેપોના મેનેજર ખામ્ભલાએ જણાવેલ કે આજે બપોરેજ પોતાની નોકરી પૂરી કરી વિઠ્ઠલભાઈ જેતપુર તરફ નીકળ્યા હતા. પણ આવો બનાવ બન્યો હોવાનું સાંભળવા મળતા એસટી કર્મચારી આલમમાં પણ શોક વ્યાપ્યો છે. પોલીસના પ્રાથમિક તારણમાં એવી વાત બહાર આવી છે કે બાઈક ડ્રાઈવિંગ સમયે કોઈ વાતના વિચારે ચડેલા વિઠ્ઠલભાઈ અકસ્માતે વૃક્ષ સાથે અથડાઈ જતા તેમનું મોત થયું હોવું જોઈએ.
કશ્યપ જેજોશી જેતલસર - 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો