અનુયાયીઓ

સોમવાર, 10 નવેમ્બર, 2014

ગુજરાત યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ નાં આપતી હોવાનો છાત્રોમાં કચવાટ

શારીરિક માનસીક સંજોગોનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને 

ગુજરાત યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ 

નાં આપતી હોવાનો છાત્રોમાં કચવાટ

(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)તા.10

જેતપુરના એક સહીત સૌરાષ્ટ્ર ગુજરાતના 10 થી 15 છાત્રોને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટીકેટી પરીક્ષાના ફોર્મ્સ  ના આપતી હોય તમામ વિદ્યાર્થીઓના  ભાવી શિક્ષણ ઉપર પૂર્ણવિરામ મૂકી જવાની દહેશત છાત્રો રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ લેખિતમાં રજુ કરી છે.

બાબતે મળતી વિગાઓ મુજબ જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશ વાલજીભાઈ પારધી સને 2009 ના વર્ષમાં, રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી  કોલેજમાં 2 વર્ષના અભ્યાસ ડી.ફાર્મસીમાં એડમીશન લીધું હતું

    પરંતુ તેમના પરિવારમાં તેમના પિતા, ભાઈ, ભાભીના  અવશાન થતા તે માનસીક-શારીરિક ઉપાધિમાં પટકાઈ ગયો હતો. એટલુજ  નહિ સંપૂર્ણ પરિવારની અચાનક જવાબદારી પણ તેમની ઉપર આવી પડતા ધર્મેશ અભ્યાસમાં પુરતું ધ્યાન આપી શક્યો નહોતો

   બીજી બાજુ ધર્મેશને પથરીનું પણ ઓપરેશન કરાવવું પડ્યું  હતું  આમછતાં હિંમત કેળવી ધર્મેશે 2014 સુધીમાં માત્ર 2 વિષયની એટીકેટી  સોલ્વ કરવાની  હોય, ચાલુ વર્ષમાં ફાર્મસી અભ્યાસની એટીકેટી ની પરીક્ષા યોજાવાની હોય, તે પરીક્ષા આપવા માંગે છે. પણ ગુજરાત યુનીવર્સીટી  નિયમોને વળગી રહી એટીકેટી પરીક્ષાના ફોર્મ નાં આપતી હોવાની અને તેમનું કીમતી શિક્ષણ અધૂરું રહી જવાની દહેશત ધર્મેશ પારધી   સ્થાનિક ધારાસભ્ય ને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ લેખિતમાં રજુ કરી છે.

 

 

 

બોક્સ: ગુજરાત યુનીવર્સીટી શું કહે છે ?

જેતપુર: ધર્મેશે રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત યુનીવર્સીટી  એવું કારણ બતાવી એટીકેટી પરીક્ષાના ફોર્મ નથી આપતી કે તમે બે વર્ષનો અભ્યાસ પસંદ કર્યો હોય ઓછામાં ઓછા ચાર વર્ષમાં તમારે (છાત્રોએ) અભ્યાસ કરી લેવો જોઈતો હતો. હવે તમારે (છાત્રોએ) ડી.ફાર્મસીનો અભ્યાસ કરવો હોય તો એકડો ઘૂંટો એટલેકે પાછું પહેલેથી ભણો !!

 

બોક્સ: તો અનેક છાત્રોનું ભાવી શિક્ષણ સંકટમાં ??

જેતપુર: લખતરના ગૌરાંગ પટેલ, રાજકોટના વંદિત પટેલ વિગેરે જેવા 10 થી 15 ડી.ફાર્મસીના છાત્રો પણ તેમની જેમજ શારીરિક-માનશીક યાતના-સંજોગોનો ભોગ બની પોતપોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા ના હોય જો ગુજરાત યુનીવર્સીટી યોગ્ય મદદ નહિ કરે તો તમામ છાત્રો ફાર્મસીનો અભ્યાસ પૂરો નહિ કરી શકે તેવી કાકલુદી રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સમક્ષ ધર્મેશ પારધી   કરતા રાજ્ય મંત્રી યોગ્ય કરાવવાની ખાતરી આપી છે.

 

 

ફોટો : વિદ્યાર્થી - ધર્મેશ વાલજીભાઈ પારધી  - જેતપુર 

અહેવાલ : (કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)

ટિપ્પણીઓ નથી: