અનુયાયીઓ

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન




ખેડૂતોના અનેક અણઉકેલ પ્રશ્નો નિવારવાની માંગ સાથે 
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન 
જેતપુર તા.28
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિના આગેવાનોએ આજે ખેડૂતોને સાથે રાખી, જેતપુર દોડી આવી વર્ષો થયા ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો તાકિદે નિવારવાની માંગ દોહરાવતું એક આવેદન મામલતદારને સુપરત કર્યું હતું..
    આવેદનમાં ખેડૂત લડત સમિતિના આગેવાનો શિવલાલ વેકરીયા, ચંદુભાઈ શિંગાળા, વજુભાઈ કોઠારી વિગેરેએ જેતપુર શહેર તાલુકાના ખેડૂત આગેવાનો વિપુલ વૈષ્ણવ, પી.એલ.વસોયા, અરવિંદ રૂપાપરા, જગદીશ પાંભર, કૈલાશ નંદાણીયા, દીપક પીપળીયા, ધીરુ ભંડેરી, કુમન ઠુંમર, વી.એ સાથે રાખી જેતપુર મામલતદાર કચેરી પર દોડી આવ્યા હતા અને ખેડૂતો સાથે કાયમી થઇ રહેલા અન્યાયને તાત્કાલિક હલ કરવાના સુત્રોચ્ચાર કર્યા હતા.
આવેદનમાં ખેડૂતોએ જણાવેલ છે કે માર્કેટ યાર્ડ ઉપરાંત દર વિશ કિમીની ત્રિજીયામાં સીસીઆઈ નું ખરીદ કેન્દ્ર ખોલી ખેડૂતોને મગફળીના 1000 રૂ. અને કપાસના રૂ.1200 મળે તેવા સરકારે પ્રયાસ કરવા જોઈએ..યાર્ડોમાં મૂલ્યાંકન સમિતિઓની રચના કરી ઉત્પાદિત જણસોના ભાવોમાં ખેડૂતોની મહેનતનું વળતર ઉમેરી પડતર કિંમત નક્કી કરવી જોઈએ.રાજકોટને નર્મદાનું પાણી મળતું હોવા છતાં ભાદર નું પાણી આપવાનો આગ્રહ કેમ ? ભાદર ડેમ સિંચાઈ યોજના ખેડૂતો માટે છે. છતાં ખેડૂતો પાસે પૈસા વસુલાઈ છે, અને રાજકોટ પાસેથી નહિ ! રાજકોટને અપાતા પાણીની પાઈપ લાઈન પર મીટર મુકવાની વાત ને લાંબા સમય થયા ફગાવાય છે. ભાદરનું પાણી ખેડૂતોને આપવામાં તંત્રને ક્યાં ગ્રહો નડે છે ? ભૂતકાળમાં 17 ફૂટ ડેમમાં પાણી હતું તોય ખેડૂતોને અપાતું અને આજે 24 ફૂટ પાણી છે છતાં કેમ ખેડૂતો સાથે ન્યાય કરાય છે ? ખેડૂતોને હેરાન કરતા તત્વો સામે કડક હાથે કામ લેવા પણ માંગ કરી છે. આમ અનેક અણઉકેલ પ્રશ્નો પરત્વે હેરાન થતા ખેડૂતોની 30 મી નવેમ્બર સુધીમાં મદદ નહિ કરાય તો સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ ખેડૂતોને સાથે રાખી દરેક તાલુકા મથકો પર આંદોલનો ચાલુ કરશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારી છે.

બોક્સ: વીજ તંત્ર આટલું ઘટતું કરાવે !
જેતપુર: ખેડૂતોએ આવેદનમાં વીજ તંત્રને સ્પર્શતી એક એવી પણ માંગ દોહરાવી છે કે રાજ્ય સરકારે 1992 ની પ્રતીક્ષા યાદી અનુસાર જાહેર કરેલ વાર્ષિક 50000 વીજ કનેકશનોને અગ્રતાનાધોરણે ફાળવવા અને તત્કાલ કનેકશનની વ્યાખ્યામાં આવતા વીજ કનેકશનને તેનાથી અલગ યાદીમાં રાખી ફાળવવા જોઈએ.. આ સિવાય એકજ ખેતરમાં આવેલ અલગ અલગ પાણીના સ્ત્રોતમાં સબ મર્સીબલ પંપો મુકવા છૂટ આપવી જોઈએ..

ફોટો  અને અહેવાલ : કશ્યપ જોશી જેતપુર 

ટિપ્પણીઓ નથી: