લોન ભરપાઈ કરી દીધી છતાં ગ્રાહકને દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી
રાજકોટની ખાનગી બેન્કને 32 હજાર નો દંડ
ફટકારતું તકરાર નિવારણ ફોરમ
(કશ્યપ જોશી ) જેતલસર તા.28
ગયા બુધવારે રાજકોટમાં જીલ્લા તકરાર નિવારણ ફોરમે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં ગ્રાહકને મૂળ દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી ખાનગી બેન્કને રૂપિયા 32 હજારનો દંડ ફટકાર્યો હોવાનું કેશ લડનાર વકીલ દવેએ જણાવ્યું છે.
આ બાબતે મુજબ રાજકોટના ગઢિયા વેલજીભાઈ બાવાભાઈ નામના ગ્રાહક-અરજદારે ખાનગી બેંકમાં, બેન્કના નિયમો અનુસાર જરૂરી મકાનના ટાઈટલ ડીડ સહિતના ડોકયુમેન્ટ્સ જમા કરાવી રૂપિયા 5 લાખની લોન સને 2003 ના વર્ષમાં લીધી હતી.
દરમિયાન નિયત સમયમાં અરજદારે બેન્કને લોન ભરપાઈ કરી દઈને લોન વખતે આપેલા અસલ દસ્તાવેજો બેંક પાસે પરત માંગ્યા હતા. પણ આ ખાનગી બેન્કના લાગતા વળગતા સત્તાધીસોએ દસ્તાવેજો આપવામાં નવ નવ મહિના સુધી રીતસરની સંતાકૂકડી ચાલુ કરતા અરજદાર વેલજીભાઈ ગઢીયાએ રાજકોટ જીલ્લા તકરાર નિવારણ ફોરમ માં 77/2014 નંબરથી ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદનો કેશ ગઈ તા.26/11 ના રોજ તકરાર નિવારણ ફોરમમાં ચાલ્યો તે દરમિયાન ફરિયાદ પક્ષેના વકીલો દવે અને રાજપરા ની ધારદાર દલીલોને ધ્યાને લઈને ફોરમે ખાનગી બેન્કને ગ્રાહકને માનસિક રીતે હેરાન પરેશાન કરવા બદલ, તેમજ બેન્કની સેવાકીય ખામી સાબિત માની રૂપિયા 30000 નવ મહિનાના ચડત વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.2000 અને વહીવટી ખર્ચના રૂ.1000 એમ મળી કુલ 32000નો દંડ ફકારતા જાણકાર વર્તુળોમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812
માત્ર કાર્યાલયની જાણ માટે : બેંક એચડીએફસી, રાજકોટ
વિનંતી : એડવોકેટ દવેભાઇ અમારા સંબંધી હોય આજે મને આ મેટર મોબાઈલ ઉપર લખાવી હતી. જે યોગ્ય જણાય તો લેવા અથવા વધુ માહિતી માટે વકીલ દવેભાઇ નો 94282 59300 ઉપર સંપર્ક સાધવા વિનંતી છે. કશ્યપ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો