અનુયાયીઓ

શનિવાર, 17 ઑગસ્ટ, 2013

ઈન્‍સ્‍યોરન્‍સ કંપની કલેમ






પ્રીમિયમ મોડેથી ભર્યુ હોવાનું કારણ આગળ ધરી ઈન્‍સ્‍યોરન્‍સ કંપની કલેમ નકારી શકે નહીં

મુંબઈ, તા. ૧૬ : પ્રીમિયમ મોડેથી મળ્‍યું હોવાનું કારણ આગળ ધરી કોઈ ઈન્‍સ્‍યોરન્‍સ કંપની ગ્રાહકનાં કલેમને નકારી શકે નહીં એવું જણાવતા કન્‍ઝયુમર ફોરમે અંધેરીના રહેવાસી અરવિંદ પીઠવાને તેમની ચોરાયેલી રીક્ષા બદલ ૧.૨૫ લાખ તથા ૫૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા ઈફકો ટોકયો જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીને આદેશ આપ્‍યો હતો. રીક્ષા ખરીદ્યા બાદ અરવિંદ પીઠવાએ ઈન્‍સ્‍યોરન્‍સ કઢાવ્‍યું હતું જેનો સમયગાળો ૨૦૦૮ ની ૨૧ જૂનથી ૨૦૦૯ની ૨૦ જૂન હતો. અવધિ પૂરી થતા પહેલા અરવિંદે ઈન્‍સ્‍યોરન્‍સ રીન્‍યુ કરવાનો ચેક આપ્‍યો હતો, પરંતુ એ દરમ્‍યાન ૨૦૦૯ની બાવીસથી ૨૩ જૂન દરમ્‍યાન તેમની રીક્ષા ચોરાઈ ગઈ હતી. ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીએ એવો દાવો કર્યો હતો કે ચેક ૨૦૦૯ની ૨૫ જૂને મળતા ઈન્‍સ્‍યોરન્‍સનો સમયગાળો ૨૭ જૂનથી શરૂ થયો હતો. જોકે કન્‍ઝયુમર ફોરમે કંપનીની આ વાતને માન્‍ય નહોતી રાખી, પરંતુ ગ્રાહકે સમયસર ચેક આપ્‍યો હતો જેને ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીએ ભર્યો નહોતો એ વાતને માન્‍ય રાખી હતી.

ટિપ્પણીઓ નથી: