અનુયાયીઓ

મંગળવાર, 16 જુલાઈ, 2013

SMS વડે સમાચાર






ઓલ ઇન્ડિયા રેડિયો SMS વડે સમાચાર એલર્ટ આપશે

15 જુલાઇ. : સમાચારના રસિયાઓ માટે આનંદના સમાચાર છે !!! ટુંક સમયમાં જ તમને આકાશવાણી મોબાઇલ પર SMS Text રૂપે જોવા મળે તો નવાઇ નહિ! ઓલ ઇન્ડિયા રેડિયો હવે તમારા મોબાઇલ પર ન્યુઝ SMS Alert વડે, ટેક્સ્ટ રૂપે પાઠવશે. હવે જાહેર ક્ષેત્રની બ્રોડકાસ્ટ કંપની આ સેવા નોંધાયેલા ગ્રાહકોને આપીને તાજા સમાચારો મોબાઇલની સ્ક્રીન પર દિવસમાં ત્રણ વખત મોકલશે. દરેક smsમાં 3 થી 4 સમાચારોની હેડલાઇન જાહેરખબરના ટેગ સાથે સાંકળીને મોકલાશે. અધિકારીઓના કહેવા મુજબ AIRની આ અત્ચાધુનિક સેવા તેના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તો કરશે પણ કંપનીનો વ્યાપ પણ વધારશે. સાથોસાથ આ સેવાની લોકપ્રિયતા વધતા જાહેરખબરનું જોડાણ પણ કંપનીને સારી આવક રળી આપશે. એમ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. SMS સમાચારની હેડલાઇન્સ જેમાં કન્ટેન્ટ(વાંચન સામગ્રી)100 અક્ષરોની રહેશે જેની અંગે AIRના સમાચાર વિભાગે જ પહલેથી ગોઠવણ કરી રાખી છે જ્યારે એની સાથે જાહેરખબર 60 અક્ષરોની રહેશે. ઓલ ઇન્ડિયા રેડિયોનો માર્કેટિંગ વિભાગ જાહેર ખબરનો ભાવ નક્કી કરશે જે જાહેરખબર ન્યુઝ એલર્ટની સાથે ટેગ તરીકે આવશે. વધારામાં ઇન્ટરનેટ એપ્લિકેશનથી એવી પણ ગોઠવણ કરવામાં આવી છે કે જો કોઇ નોંધાયેલ ગ્રાહક SMS News Alert સર્વિસ ન ઇચ્છે તો તે એક રીકવેસ્ટ મોકલીને આ ન્યુઝ સેવાને બંધ પણ કરાવી શકે. સુત્રોએ જણાવ્યું કે એઆઈઆરે આ સેવા સત્વરે ચાલુ કરવા માટે ટ્રાઇ પાસેથી જથ્થાબંધ ન્યુઝ મેસેઝ મોકલવાની પરવાનગી પણ લઇ લીધી છે.

ટિપ્પણીઓ નથી: