રાજકોટ પોલીસની નવી વેબસાઇટ નું લોન્ચીંગ કરવામાં આવ્યું
રાજકોટ,
શહેર પોલીસ કમિશ્નર એચ.પી.સિંઘ દ્વારા પોલીસની નવી વેબસાઇટ www.rajkotcitypolice.org નું લોન્ચીંગ માધ્યમોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પત્રકારોને માહીતી આપતા શ્રી સિંઘે જણાવ્યું હતું કે, નવી વેબસાઇટમાં મહિલાઓ અને વૃધ્ધોને ફરીયાદો માટે ખાસ પેઇજ આપવામાં આવ્યું છે. આના પર મહિલાઓ અને વૃધ્ધો પોતાની ફરીયાદો કરી શકશે. ફરીયાદીઓને કોમ્પ્યુટર સીસ્ટમ જ ઓટોજનરેટેડ રિપ્લાય આપશે. પાછળથી ફરીયાદ સંદર્ભની પ્રગતી અને નિરાકરણની વિગતો પણ આપવામાં આવશે. આ વેબસાઇટ ઉપર શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને તેમના ઇન્ચાર્જ અધિકારીઓના નામ-સરનામા અને કોન્ટેકટ નંબર આપવામાં આવ્યા છે. આ સાઇટને ફેસબુક અને ટ્રાફીક પોલીસની લીન્ક પણ આપવામાં આવી છે. નાગરીકોને તેમનો વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે? તેમને ફરીયાદ કયાં કરવી? જેવી માહીતી પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાથોસાથ પોલીસ વિભાગની મહત્વની કામગીરીના ડે ટુ ડે ન્યુઝ પણ અપલોડ કરવામાં આવશે. આ પ્રસંગે ડીસીપી ચૌધરી, એસીપી બી.ડી.રબારી અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ હાજર રહયા હતા. ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સ્કીમ લાગુ કરવામાં આવી છે. તે અંતર્ગત આ સાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો