અનુયાયીઓ

બુધવાર, 3 જુલાઈ, 2013

Jain Pilgrim Returning Dahod from Badrinath-Kedarnath






ગત દિવસોમાં કેદારનાથની ગોઝારી કુદરતી હોનારતના સાક્ષી અનેક દાહોદવાસીઓ પણ બન્યા હતા જે  પૈકીના મોઢીયા સમાજના અને વૈષ્ણવ સમાજના લોકો તો હેમખેમ દાહોદ ખાતે પરત આવી જવા પામ્યા હતા પરંતુ દાહોદથી બદ્રીનાથની યાત્રાએ ગયેલા જૈન સમાજના 21 પૈકીના 17 લોકો હિમાલયની તળેટીમાં જ અટવાયેલા હતા.(આ ગ્રુપના અન્ય 4 જૈનો અગાઉ પરત આવી ચુક્યા છે.) આટઆટલાં દિવસ લાગી અનેકવિધ વિટંબણાઓ વેઠતાંય  ઈશ્વરની અમીદ્રષ્ટિ થકી સતત હુંફ પામતા રહ્યા અને છેલ્લે દાહોદના સાંસદ શ્રીમતી ડૉ. પ્રભાબેન તાવિયાડ અને અન્ય અગ્રણીઓના અનન્ય સહકાર થકી જ દાહોદ પરત આવવું સરળ બન્યું છે તેવું કહેતા આ યાત્રાળુઓ અને તેમના પરિવારજનોની આંખ ભીંજાઈ જવા પામી હતી. આજે તા:2-07-2013 ના રોજ સવારે જમ્મુતાવી એક્ષપ્રેસ દ્વારા દાહોદ રેલ્વે સ્ટેશને તમામ સમાજના લોકો અને દાહોદના ધારાસભ્ય સહિત રાજકારણમાં સક્રિય એવા અગ્રણીઓએ કેદારનાથ હોનારતના યુધ્ધમાંથી હેમખેમ પરત આવેલ જૈન યાત્રાળુઓનું સ્વાગત  કર્યું હતું. આવો, તેમના આગમનની તસ્વીરો નિહાળીએ.


 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ટિપ્પણીઓ નથી: