અનુયાયીઓ

બુધવાર, 3 જુલાઈ, 2013

વિદેશમાં નોકરીની એડના સંદર્ભે માર્ગર્દશિકા ધડાઈ





વિદેશમાં નોકરીની એડના સંદર્ભે માર્ગર્દશિકા ધડાઈ

ગાંધીનગર, તા.૦૨, વિદેશમાં નોકરી સંબંધની જાહેરખબરો દ્વારા નોકરીવાંચ્‍છુ ઉમેદવારોને જે તે કંપની વિશે વિશદ્‌ માહિતી મળી શકે તેમજ છેતરપિંડીનો ભોગ બનતા અટકે તે હેતુથી ધ પ્રેસ કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાએ જાહેરખબર આપતી કંપનીઓ માટે કેટલાક માપદંડો ઉપરાંત માર્ગર્દશિકા બહાર પાડી છે. તદઅનુસાર જાહેરખબરોમાં કેટલીક માહિતી આપવી જરૂરી છે તેમાં કંપનીનો રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ નંબર અથવા પરમીટ નંબર, ટેલીફોન નંબર સાથેનું કંપનીનું પુરેપુરુ સરનામું (ઉપરાંત વધારામાં પોસ્‍ટ બોક્‍સ નંબર કે ઈ-મેઈલ એડ્રેસ આપી શકો) આ સિવાય જાહેરખબરમાં નોકરીદાતાનું નામ, તેનો સેન્‍ટ્રલ રજીસ્‍ટ્રેશન નંબર, ફોન નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે સાથે જે તે દેશનું નામ દર્શાવવું જોઈએ.

ટિપ્પણીઓ નથી: