અનુયાયીઓ

શુક્રવાર, 14 જૂન, 2013

Huge Rain of Season at Dahod at this Evening



 


દાહોદ ખાતે આજે તા:14-06-2013 ના રોજ વર્ષાઋતુની સિઝનનો ત્રીજો પરંતુ ધમાકેદાર કહી શકાય તેવો 23 મી.મી. (આશરે 1 ઇંચ)પહેલો વરસાદ વરસતા દાહોદીયનો આગવી મસ્તીથી ઝૂમી ઉઠ્યા હતા. દાહોદના આજના આ જોરદાર વરસાદે તંત્રના વિકાસ કાર્યો ઉપર સાચા અર્થમાં પાણી ફેરવી દીધું હતું અને સાથે જ અનેક સ્થળે તંત્રની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ હતી. સ્ટેશન રોડ ઉપર એમ.વાય.હાઈસ્કુલની સામેના ભાગે હાલમાં ગત સપ્તાહે જ વરસાદી પાણીના નિકાલ કાજે રસ્તો ખોદીને ગટર પહોળી કરવાના કાર્યમાં પ્રજાજનોએ, 'ચાલો હવે વરસાદનું પાણી હવે અહી નહિ ભરાય' -એમ વિચારીને આવાગમનમાં અગવડ વેઠીને પણ સાથ આપ્યો હતો.પરંતુ આજના આ પ્રમાણમાં મોટા કહી શકાય તેવા વરસાદમાં પાણી પુન: આ જગાએ ભરતા દાહોદવાસીઓને તકલીફ પડતા રોષે ભરાયા હતા. દાહોદની ગંભીર કહી શકાય તેવી ટ્રાફિકની સમસ્યા વરસાદના સમયે વધુ વકરતા સ્ટેશનરોડ ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો દાહોદની છોટાલાલ જાદવજી નુતન પ્રા.શાળાના દરવાજાની સામે જ ચોમાસામાં જ ખોદી કાઢવામાં આવેલમોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા કીચડ થઇ જતા તેમાં શાળા છૂટવા ટાણે એક ભેંસ પડી જતા  લોકટોળા જામ્યા હતા અને ગત સપ્તાહે જ અત્રે થોડે આગળના ખાડામાં આ જ રીતે એક ગાય પડી ગઈ હતી તેની દુ;ખદ સ્મૃતિ વાગોળતા, આ ભેસને 
ખાસ્સી મહેનત બાદ બહાર કાઢી હતી. ઘટના સ્થળે જામેલા ટોળામાં સહુ કોઈ એક જ ચર્ચા કરતા હતા કે સ્કુલ છૂટવાના સમયે જ બનેલ આ ઘટનામાં ખાડામાં ધારોકે કોઈ નાનકડો વિદ્યાર્થી પડી જતો'તો? દાહોદના વિવિધ વિસ્તારના વરસાદની અને ખાડામાં પડેલી ભેસને બહાર કાઢવાના ઓપરેશનની તસ્વીરો અત્રે માણીએ. 
( બસ સ્ટેશન વિસ્તારના બે ફોટા શ્રી મનિષ જૈનના સૌજન્યથી પ્રાપ્ત થયા છે.)


--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ટિપ્પણીઓ નથી: