અનુયાયીઓ

શનિવાર, 8 જૂન, 2013

રાજ્યપાલ માટે હવે વિશેષ સંબોધન

રાજ્યપાલ માટે હવે વિશેષ સંબોધન

અમદાવાદ: સરકારી કાર્યક્રમોમાં ગુજરાતના રાજ્યપાલને ઉદ્બોધન માટે ' માનનીય ગવર્નર' કે તે પ્રકારના માનવાચક વિશેષણ વપરાતા હતા, પરંતુ હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર દરેક સરકારી કાર્યક્રમોમાં ગવર્નરના નામોલ્લેખ વેળાએ માનવાચક વિશેષણ તરીકે હિન્દીમાં અને ગુજરાતીમાં ' ડો. શ્રીમતી કમલા પરમ સન્માનીય રાજ્યપાલ ' એ મુજબનું સંબોધન કરવાનું રહેશે. જ્યારે અંગ્રેજીમાં ' ડો. કમલા, ઓનરેબલ ગવર્નર ' તરીકે માનવાચક સંબોધન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: