ૐ શં શનૈશ્વરાય નમ :
ભયથી ધર્મ કરો તો પ્રસાદમાં ડર મળે : કાળા વષાો પહેરવાનો બદલે કાળા કામ બંધ કરો તો શનિદેવ વધારે પ્રસન્ન થાય : ગ્રહો-દેવો નડે છે તેવો ભાવ રાખો તો નડવાના જ પહેલા શનિ નડતો, ઇલાજ રૂપે સુવર્ણદાન કર્યા બાદ હવે સોની નડે છે... આ રમૂજ ખૂબ જૂની છે. રમૂજો પાછળ રહેલી ગંભીરતા-તત્વજ્ઞાન કોઇ ચકાસતું નથી. આવતીકાલે શનિવારે શનિ જયંતી છે. ભારતમાં મોટાભાગે ગ્રહો-દેવોની પૂજા ભયના દૃષ્ટિકોણથી કરવામાં આવે છે. જેનું નામ જ મંગળ છે, તેવા ગ્રહ પ્રત્યે અમંગળ પ્રચાર ધમધોકાર થાય છે. શનિ જયંતીની પૂર્વ સંધ્યાએ એ ઉર્જાને શાબ્દિક વંદના કરીએ આ વિષયમાં ઊંડા ઉતરીએ.
વેદનું વાક્ય છે, ''સ્વર્ગ અને નર્કની રચના જે તે વ્યકિતના મનના આધારે થાય છે.'' અત્યાધુનિક મનોવિજ્ઞાનના સંશોધન કહે છે કે, ''જે બાબત તીવ્રતાથી-મન દઇને વિચારો એ સાકાર થાય છે.'' પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન મનની બાબતમાં સમાન અભિપ્રાય ધરાવતા દેખાઇ રહ્યા છે. વેદ અને મનોવિજ્ઞાન બંનેના જ્ઞાનનો સામાન્ય અર્થ એ છે કે- જે બાબત મનમાં તીવ્રતાથી ધરબાયેલી છે. તે સાકાર થાય છે. આ જ્ઞાનના આધારે આપણી ધાર્મિકતા વિચારો. આપણા ધાર્મિકપણાના પાયામાં ભય રહેલો છે. ''આમ નહિ કરીએ તો ફલાણા દેવ નારાજ થશે.'', ''મને શનિ નડે છે'', ''તમને મંગળ નડે છે.'', ''ફલાણાને પિતૃ નડે છે.'' આવું ચારેબાજુ જોવા, સાંભળવા, વાચવા મળે છે. મોટાભાગના ધાર્મિકોએ આવી નકારાત્મકતાના પાયા પર પોતાની ધર્મની ઇમારતો ચણી હોય છે. અહીં વેદ અને મનોવિજ્ઞાન યાદ કરો. જે પ્રત્યે આપણી નકારાત્મકતા છે તે કયારેય સારા ફળ ન આપે. ''નડે છે'' તેવું બોલનાર,વિચારનાર, માનનારને નડવાનું જ. આનાથી ઉલટું - ''ફળે છે'' તેવું બોલો, વિચારો કે માનો તે ફળવાનું.
બ્રહ્માંડ ઉર્જામય છે. દેવી-દેવતાઓ-ગ્રહો વગેરે ઉર્જા સ્વરૂપ છે. માનવ પણ ઉર્જાનું જ નેનો સ્વરૂપ છે. ઉર્જા જગતમાં ''જેવો ભાવ તેવું પરિણામ'' નિયમ કામ કરતો હોવાનું નીવડેલા વિધ્વાનો કહે છે. દેવ-દેવીઓ-ગ્રહોની મહાઉર્જા પ્રત્યે માણસ સકારાત્મક રહે તો સકારાત્મક પરિણામ મળે. પોથીના બે-પાંચ વાક્યો ગોખીને પંડિત થઇ ગયેલાના રવાડે ચઢીને ''મને ફલાણું નડે છે, ઢીંકણું નડે છે'' તેમ માનનારા કયારેય સકારાત્મક સ્થિતિમાં આવી શકતા નથી. શેરીએ-ગલીએ ફૂટી નીકળેલાના રવાડે ચઢીને વિવિધ-વિચિત્ર વિધિઓ કરવામાં આવે છે, પરંતુ દરેકે યાદ રાખવું જોઇએ કે- પૂજા-વિધિ વગેરે ભયને બદલે પ્રસન્ન-સકારાત્મક મનથી થાય તો અસરકારક બને છે. મન એ કૂવો છે, પરિવાર-સમાજ વગેરે અવેડા છે. મન ખુશ હોય તો જ પરિવાર-સમાજ વગેરે અવેડામાં ખુશી આવે. કૂવામાં જે હશે તે અવેડામાં આવશે.
શનિદેવ પ્રત્યે મોટાભાગના ભાવિકોના કૂવા ભયથી ભરપૂર જોવા મળે છે. દેવ-દેવી-ગ્રહો વગેરે મહાઉર્જા છે, જે બ્રહ્માંડના મેનેજમેન્ટ-સંચાલનના મહાકાર્યમાં સક્રિય છે. સામાન્ય માણસને નડવાનો તેનો સ્વભાવ હોય જ નહિ. સૂર્યદેવનો વિચાર કરો. આ દેવ અખૂટ-અવિરત-નિયમિત ઉર્જાનો ધોધ વહાવે છે. બરફને તડકે મૂકો તો તે ઝડપથી ગરમ પાણીમાં પરિવર્તીત થઇ જાય છે, સૂર્યકૂકરમાં કાચી ખાદ્ય સામગ્રી રાખીને તેને તડકે મૂકો તો તે સ્વાદૃિષ્ટ વાનગીમાં પરિવર્તીત થાય છે. દરેકની ઉર્જા આ રીતે વહે છે, તમે તેનો ઉપયોગ કઇ રીતે કરો છો તેનું પરિણામ નડવા કે ફળવા પર છે. અફસોસ એ છે કે, ધર્મ બાબતે આપણે બુદ્ધિને જ ''તડકે મૂકી દીધી છે.'' પ્રાચીન કથા પ્રમાણે સૂર્યદેવ એ શનિદેવના પિતાશ્રી છે. કથામાં વિચિત્ર પ્રસંગો છે- આ પિતા-પુત્ર વચ્ચે ધમાલ-યુદ્ધ થયું હતું !! હજારો વર્ષ પ્રાચીન દંતકથાઓમાં ભેળસેળ થવાની સંભાવનાઓ પૂરેપૂરી હોય છે. સમાજને આડા પાટે ચઢાવે તેવા દંતકથાના પ્રસંગો પર શ્રદ્ધા રાખવી એ બુદ્ધિને તડકે મૂકવા જેવું કામ ગણાય. શનિદેવને રાજી કરવા બ્લેક-કાળા રંગનું મહત્વ ખૂબ ગણવામાં આવે છે. શાષાોના ઉલ્લેખ પ્રમાણે શનિદેવ ન્યાયના દેવતા છે. કાળા કપડાં પહેરવા કરતા કાળા કામ બંધ કરો તો એ વધારે પ્રસન્ન થાય. કાળા ધંધા ચાલુ રાખીને કાળા વષાો પહેરી શનિદેવને રાજી કરવા નીકળેલા વાસ્તવમાં એ દેવને ''મામા બનાવવાનો'' પ્રયાસ ગણાય. કાળા ધંધા કરનારને સામાન્ય ન્યાયધીશ પણ દંડ-સજા આપે છે, શનિદેવ તો પૂરા બ્રહ્માંડની સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ છે... આ બાબત ભકતો ભૂલે નહિ તો કયારેય શનિદેવ નડે નહિ. ખેર, શનિ જયંતીની પૂર્વસંધ્યાએ પ્રાર્થના કરીએ કે, ધર્મની સાચી દિશા અને સાચી સમજ પ્રસાદરૂપે આપો.

(Courtesy : akila daily)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો