પ્રેસની આઝાદી બાબતે ભારત ૧૪૦માં સ્થાને
પ્રેસની સ્વતંત્રતાનો અર્થ એ છે કે કામકાજ અને વિષય પસંદગીમાં સ્વતંત્રતા અને કોઈપણ પ્રકારની બાહ્ય દખલગીરીનો અભાવ. એક જનતાંત્રિક વ્યવસ્થા માટે પ્રેસની સ્વતંત્રતા સોૈથી આવશ્યક ગણવામાં આવે છે. પરંતુ વિડંબના એ છે કે સફળ જનતાંત્રિક વ્યવસ્થાવાળા અનેક દેશોમાં પણ પ્રેસને સંપૂર્ણ પણે સ્વતંત્રતા હાસિલ નથી. કયાંક પરોક્ષ રૂપે તો કયાંક સીધે સીધા સ્વરૂપે પ્રેસના કાર્યને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેને મનફાવે તે દિશામાં વાળવાની વ્યૂહરચના ઘડવામાં આવે છે, પત્રકારો પર હુમલાઓ થાય છે. આમ તો પ્રેસની સ્વતંત્રતાને માપવાનું કાર્ય ખૂબ જ જટીલ છે તેમ છતા રીપોટર્સ વિધાઉટ બોર્ડર્સે પોતાના વર્લ્ડ ફ્રીડમ ઈન્ડેકસ ૨૦૧૩ દ્વારા તે માટેના પ્રયાસો કર્યા છે. તેમણે પ્રેસની સ્વતંત્રતાના કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેમણે એ વાત ઉપર ધ્યાન આપ્યું કે, વિવિધ દેશોમાં પ્રેસ માટે કેવા કાયદા ઘડાયા છે અને પત્રકારો પ્રત્યે રાજય અને સમાજનો વ્યવહાર કેવો છે તેમણે આ પ્રકારના કેટલાક આધારો ઉપર વિવિધ દેશોની રેન્કીંગ કરી છે. ફીનર્લન્ડ, નેધરલેન્ડ, નોર્વે, લગ્ઝમ્બર્ગ જેવા દેશો આ બાબતે ઘણા ઉપર છે. જયારે ભારતને ૧૪૦મું સ્થાન પ્રાપ્ત થયું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો