અનુયાયીઓ

શનિવાર, 4 મે, 2013

બ્‍લડ બેંક લોહીનું વેંચાણ કરી નફો રળી નહીં શકેઃ

બ્‍લડ બેંક લોહીનું વેંચાણ કરી નફો રળી નહીં શકેઃ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદઃ બ્‍લડ બેંક દ્વારા કરવામાં આવતાં લોહીના વેંચાણ સામે ગુજરાત હાઇકોર્ટમાં થોડા સમય પહેલા એક પબ્‍લીક ઇન્‍ટ્રેસ્‍ટ લિટિગેશન (પીઆઇએલ) કરવામાં આવી હતી. જે અંગે આજે ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્‍યું હતું કે, બ્‍લડ બેંકો લોહીનું વેંચાણ કરીને નફો નહીં રળી શકે. આ ઉપરાંત રાજ્‍ય સરકારને સૂચન કર્યુ છે કે, સરકાર, એનજીઓ,એનસીસીના બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજે. તેમજ રક્‍તદાતાઓને ખાસ સવલતો આપવા પણ રાજ્‍ય સકરારને નિર્ણય લેવા આદેશ કર્યો છે.

ટિપ્પણીઓ નથી: