મિલી એડવેન્ચર માટે નજીકનું ડેસ્ટીનેશન ઃ હિંગોળગઢ
વિકેન્ડમાં ઓફ ટ્રેક રસ્તાઓમાં હિંગોળગઢનું નામ યુવાનહૈયાઓ માટે કંઈક અલાયદું છે. જેમને સાપની વિવિધ જાતોમાં રસ છે તેમના માટે આ જંગલ સ્વર્ગ સમાન છે. મોટી માત્રામાં સરીસૃપ અને ચંકારા જેવા હરણ અહીંની અમૂલ્ય સંપત્તિ છે. તો આ જંગલમાં જસદણના રાજવી પરિવારનો એક ડિસન્ટ મહેલ રસ્તે જતાને પણ જોવાની લાલસા ઊભી કરી દે તેવો છે. હિંગોળગઢના રુટ પર તમે બે ત્રણ સાર ડેસ્ટિનેશન લઈને બે દિવસના વિકેન્ડને ઈન્ટરેસ્ટિંગલી યાદગાર બનાવી શકો છો. અમદાવાદથી વહેલા ઉપડીને વાયા બગોદરા- ધંધુકાથી રાણપુરથી તમે વાયા વીંછીયાના રસ્તે હિંગોળગઢ પહોંચી શકો છો. આ રુટ બહુ જ શાંત અને સેફ છે. રસ્તામાં સારી હોટેલ્સ પણ છે. જો આ રસ્તે ન જવું હોય તો ધંધુકાથી બરવાળા અને બરવાળાથી બોટાદના રુટ પરથી પણ જસદણના રસ્તે વચ્ચે હિંગોળગઢ આવશે. હિંગોળગઢ જતાં પહેલાં શું જોશો?... તો હિંગોળગઢ જતા પહેલાં વિંછીયા સ્ટેશનથી આગળ ઘેલા સોમનાથનો રસ્તો આવે છે. અહીં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. અહીં પ્રકૃતિક ઔષધિયો પણ પ્રાપ્ત થાય છે. નાની નાની ટેકરીઓ વચ્ચે આવેલું આ મંદિર ઓફ સિઝનમાં કે કોઈ ધામિૅક દિવસ ના હોય ત્યારે બહુ રળિયામણું લાગે છે. અહીં રહેવાની વ્યવસ્થા પણ છે. પ્રકૃતિના પૂજારીઓને બધા દિવસ સરખા. હવે અહીંથી માત્ર અડધો કલાકના અંતરે હિંગોળગઢનો રસ્તો જાય છે. હિંગોળગઢને બે ભાગમાં માણી શકાય. અહીં રોકાવવાની વ્યવસ્થા પણ છેે. ગીર ફાઉન્ડેશન દ્વારા અહીં પ્રાકૃતિક શીબિર પણ ચાલે છે. હિંગોળગઢના અભયારણ્યમાં વસતા સરીસૃપ અને પ્રાણીઓ વિશે માહિતી આપવામાં આવે છે. આ વિસ્તારમાં સો સ્કેલ વાઈપર નામના ઝેરી સાપ બહુ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત કોબ્રા, રેટ સ્નેક અને ખડ ચિતળો (રસેલ વાઈપર) પણ જોવા મળે છે. રસેલ વાઈપરની વિશેષતા એ છે કે તેને છંછેડતા સાથે કૂકરમાં સીટી વાગે તેવો અવાજ કરે છે. ચિંકાર અને નીલગાય પણ આ જંગલની વિશેષતા છે. ગીર ફાઉન્ડેશનની વેબ સાઈટમાં પ્રકૃતિક શિબીરોની માહિતી અને તારીખ દર્શાવેલી હોય છે. હિંગોળગઢના પેલેસમાં પણ સૌરાષ્ટ્રની શૌર્યવંતી જાતી એવા કાઠી સમાજની સંસ્કૃતિને જીવંત કરતું અદભુત મ્યુઝિયમ છે. અમદાવાદથી માત્ર ત્રણ કલાકના રસ્તે આવેલું આ સ્થળ બેસ્ટ વિકેન્ડ ડેસ્ટિનેશન કહી શકાય. અહીં કલ્ચરલ હેરીટેજ છે. પ્રકૃતિની સુંદરતા છે અને સાથે ગ્રામ્ય વાતાવરણ કોઈપણ ફનકારને મોજ કરાવી દે તેવું છે. સીધા રાજકોટ જઈને રાજકોટથી જસદણ જવાના રસ્તે હિંગોળગઢ જઈ શકાય છે. અમદાવાદથી બોટાદ-વિંછીયા અને ત્યાંથી જસદણ જવાના રસ્તે હિંગોળગઢ જઈ શકાય. મોટી માત્રામાં સરીસૃપ અને ચંકારા જેવા હરણ અહીંની અમૂલ્ય સંપત્તિ છે. તો આ જંગલમાં જસદણના રાજવી પરિવારનો એક ડિસન્ટ મહેલ રસ્તે જતાને પણ જોવાની લાલસા ઊભી કરી દે તેવો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો