અનુયાયીઓ

શનિવાર, 27 એપ્રિલ, 2013

ચૂંટણીના સમયગાળા દરમિયાન મિડિયાએ અનુસરવાની પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શક સૂચનાઓ....(૧) સામાન્ય ચૂંટણી, આપણી લોકશાહીનું એક મહત્વનું અંગ છે. અને ચૂંટણી લડતા પક્ષોના ચૂંટણી પ્રચારના ન્યાયી અને તટસ્થ અહેવાલો મતદારો સુધી મિડિયા પહોંચાડે તે જરૂરી છે. પ્રેસનું સ્વાતંત્ર્ય, પ્રેસ પોતે કેટલી જવાબદારીપૂર્વક વર્તે છે તેની પર જ મુખ્યત્વે નિર્ભર છે. તેથી, ચૂંટણી પ્રચારના ન્યાયી અને તટસ્થ અહેવાલના સિધ્ધાંતને મિડિયા/ પ્રચાર માધ્યમો વળગી રહે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેથી, પ્રેસ કાઉન્સીલે, ચૂંટણી દરમિયાન મિડિયાએ અનુસરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ તૈયાર કરી છે. ૧. ચૂંટણીઓ અને ઉમેદવારો અંગેના તટસ્થ અહેવાલ આપવા એ પ્રેસની ફરજ બનશે. સમાચાર પત્રોએ નાદુરસ્ત ચૂંટણી પ્રચાર, કોઇ ઉમેદવાર/પક્ષના કે ચૂંટણી દરમિયાનની કોઇ ઘટનાના બિન જરૂરી વ્યાપક અહેવાલોમાં પડવાનું નથી. વાસ્તવિક રીતે જોઇએ તો બે કે ત્રણ નજીકના દાવેદાર ઉમેદવારો પર જ મિડિયાનું પૂરેપૂરું ધ્યાન હોય છે. વાસ્તવિક પ્રચારના અહેવાલ આપતી વખતે કોઇ ઉમેદવારે ઉઠાવેલો મહત્વનો મુદ્દો ચૂકી જઇને તેના હરીફ ઉમેદવારો પર તૂટી પડવું જોઇએ નહીં. ૨. ચૂંટણીના નિયમો

ચૂંટણીના સમયગાળા દરમિયાન મિડિયાએ અનુસરવાની                                                                          પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શક સૂચનાઓ.

 

(૧)    સામાન્ય ચૂંટણી, આપણી લોકશાહીનું એક મહત્વનું અંગ છે. અને ચૂંટણી લડતા પક્ષોના    ચૂંટણી પ્રચારના ન્યાયી અને તટસ્થ  અહેવાલો મતદારો સુધી મિડિયા પહોંચાડે તે જરૂરી           છે. પ્રેસનું સ્વાતંત્ર્ય, પ્રેસ પોતે કેટલી જવાબદારીપૂર્વક વર્તે છે તેની પર જ મુખ્યત્વે      નિર્ભર છે. તેથી, ચૂંટણી પ્રચારના ન્યાયી અને તટસ્થ અહેવાલના સિધ્ધાંતને મિડિયા/     પ્રચાર માધ્યમો વળગી રહે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.

               તેથી, પ્રેસ કાઉન્સીલે, ચૂંટણી દરમિયાન મિડિયાએ અનુસરવા માટેની માર્ગદર્શક        સૂચનાઓ તૈયાર કરી છે.  

૧.      ચૂંટણીઓ અને ઉમેદવારો અંગેના તટસ્થ અહેવાલ આપવા એ પ્રેસની ફરજ બનશે.             સમાચાર પત્રોએ નાદુરસ્ત ચૂંટણી પ્રચાર, કોઇ ઉમેદવાર/પક્ષના કે ચૂંટણી દરમિયાનની        કોઇ ઘટનાના બિન જરૂરી વ્યાપક અહેવાલોમાં પડવાનું નથી. વાસ્તવિક રીતે જોઇએ તો             બે કે ત્રણ નજીકના દાવેદાર ઉમેદવારો પર જ મિડિયાનું પૂરેપૂરું ધ્યાન હોય છે. વાસ્તવિક                 પ્રચારના અહેવાલ આપતી વખતે કોઇ ઉમેદવારે ઉઠાવેલો મહત્વનો મુદ્દો ચૂકી જઇને તેના               હરીફ ઉમેદવારો પર તૂટી પડવું જોઇએ નહીં.

૨.      ચૂંટણીના નિયમો અન્વયે ચૂંટણી પ્રચારમાં કોઇ સમૂદાય કે જાતિ વિષયક લખાણો               પ્રતિબંધિત છે. તેથી, પ્રેસે લોકો વચ્ચે કોઇ ધર્મ, જાતિ, કોમ, સમૂદાય કે ભાષાના આધારે     કોઇ દુશ્મનીકે ધિક્કારની લાગણી જન્મે તેવા અહેવાલોથી દુર રહેવું.

૩.      પ્રેસે, ઉમેદવારના વ્યકિતગત ચારિત્ર્ય કે વર્તન, કોઇ ઉમેદવારની ઉમેદવારી કરવા કે      ઉમેદવારી પાછી ખેંચવા સંબંધી તથા ચૂંટણીમાં તે ઉમેદવારના સંભવિત દેખાવને બાધક   બને તેવા ખોટાં કે ટીકાત્મક વિધાનોથી દૂર રહેવું જોઇએ.

૪.      કોઇ ઉમેદવાર/પક્ષના પ્રચાર માટે નાણાકીય કે અન્ય કોઇ પણ પ્રકારના પ્રલોભન              સ્વીકારશે નહીં. કોઇ ઉમેદવાર/પક્ષ વતી આપવામાં આવતા આતિથ્ય કે અન્ય સગવડોનો       પ્રેસ સ્વીકાર કરશે નહીં.

૫.      કોઇ ખાસ ઉમેદવાર/પક્ષના પ્રચારમાં પ્રેસ લાગી ન જાય તેનું ધ્યાન રાખવું. અને જો તેમ               કરે તો તેણે અન્ય ઉમેદવાર/પક્ષના પ્રત્યુત્તર આપવાના હકને માન્ય રાખવાનો રહેશે.

૬.      પ્રેસ સત્તાધારી પક્ષ/સરકારની સિદ્ધિઓને લગતી કોઇ જાહેરાત સરકારી તિજોરીમાંથી ખર્ચ               કરીને આપવામાં આવતી હશે તેને સ્વીકારશે/પ્રસિધ્ધ કરશે નહીં.

૭.      પ્રેસ, ચૂંટણી પંચ/ચૂંટણી અધિકારી કે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા વખતો વખત બહાર    પાડવામાં આવતા નિર્દેશો/હુકમો/સૂચનાઓનો અમલ કરશે.

(ર)     " પ્રિ-પોલ" અને " એકિઝટ –પોલ " મોજણી માટેની માર્ગદર્શક સૂચનાઓ-૧૯૯૬

                " પ્રિ-પોલ" મોજણીઓના તારણોની ઇચ્છનીયતા કે અન્યથા પ્રકાશનનો પ્રશ્ન અને                 તેનાથી બર આવતા હેતુઓ અંગે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ વિચારણા કરી છે અને             તેનો એવો અભિપ્રાય છે કે સમાચાર પત્રોએ ચૂંટણીઓને કોઇ વિકૃત સ્વરૂપ આપવા કે               ચૂંટણી અંગે કોઇ તડ-જોડ કરવા માટે પોતાના ફોરમનો ઉપયોગ થવા દેવો જોઇએ નહીં.       તેમ જ હિતઘારક પક્ષો દ્વારા તેમનો દૂરુપયોગ થવા દેવો જોઇએ નહીં.

૧.      તેથી, પ્રેસ કાઉન્સીલની સલાહ છે કે, આપણી પ્રતિનિધિ લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાના મહત્વના સ્થાને     ધ્યાને લેતાં, મિડિયાએ તેમના મૂલ્યાવાન ફોરમનો ઉપયોગ કરી ચૂંટણીઓને કોઇ વિકૃત સ્વરૂપ આપવાના કે ચૂંટણી અંગેની કોઇ તડ-જોડના પ્રયત્ન સામે સર્તક રહેવું જોઇએ. આજે એ બાબત પર ભાર મૂકવો જરૂરી છે કે કેટલાક હિતઘારક વ્યકિતઓ કે જૂથો દ્વારા કોમ, ધર્મ કે માનવવંશીય અત્યંત નાજૂક પ્રચાર મારફત તેમજ કહેવાતી પ્રિ-પોલ મોજણી જેવા સુંદર ઓઠા હેઠળ અસાવધ મતદારોને ગુમરાહ કરવાના કે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો વધી રહ્યાં છે. ઘણા કિસ્સાઓમાં કોમી તેમજ રાજદ્રોહી પ્રચાર દેખાવો અઘરો નથી હોતો અને હિતઘારકો, કયારેક ધરાહર ઉભા કરેલા પ્રિ-પોલ મોજણીનો ઉપયોગ કરતા હોવાનું પણ સહેલાઇથી જણાઇ આવે છે. તેથી, પ્રેસ કાઉન્સીલનું એવું સૂચન છે  કે, સમાચાર પત્રોએ પ્રિ-પોલ મોજણી પ્રસિદ્ધ કરતા પહેલાં, આવી મોજણી જે વ્યકિત કે સંગઠનના કહેવાથી સંસ્થાએ હાથ ધરી હોય તેનું નામ, મોજણી માટે પસંદ કરવામાં આવેલ નમૂનાનું કદ અને પ્રકાર, તારણો માટે નમૂના પસંદ કરવાની પદ્ધતિ અને તારણોમાં ભૂલની સંભાવનાનું પ્રમાણ જેવી બાબતો મોજણીના તારણોની શરૂઆતમાં જ સ્પષ્‍ટ રીતે જણાવવા.

૨.      તબક્કાવાર ચૂંટણીની  તારીખોના કિસ્સામાં, જે ભાગમાં ચૂંટણી પૂરી થઇ ગઇ હોય ત્યાં       મિડિયા દ્વારા "એકિઝટ-પોલ" હાથ ધરવામાં આવે છે. આના કારણે, જે ભાગમાં મતદાન               બાકી હોય તેના મતદાતાઓ પર તેની અસર પડી શકે છે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા            જળવાઇ રહે અને મતદારો પર બાહ્ય પરિબળોની કોઇ અસર ઉભી ન થાય તે સુનિશ્ચિત    કરવા માટે, જ્યાં સુધી છેલ્લી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી મિડિયાએ કોઇ એકિઝટ પોલ             સર્વે પ્રસિદ્ધ કરવો નહીં.

૩.      તેથી, પ્રેસ કાઉન્સીલની વિનંતી છે કે એકિઝટ પોલની બાબતમાં પ્રેસ નીચેની માર્ગદર્શક    સૂચનાઓનો અમલ કરે.

માર્ગદર્શક સૂચનાઓ:

કોઇ સમાચાર પત્ર, છેલ્લી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ગમે તેટલી યથાર્થ હોય તો પણ એકિઝટ–પોલની મોજણી પ્રસિદ્ધ કરશે નહીં.      

        

 

ટિપ્પણીઓ નથી: