From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Mon, 22 Oct 2012 11:46:46 +0800 (SGT)
Subject: નીતા અંબાણીના ઘરે ચા પીવી છે..?
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
નીતા અંબાણીના ઘરે ચા પીવી છે..?
એક દિવસ એન્ટિલા ખાતે એક ભાઈ નીતાબેન અંબાણીને મળવા ગયા અને જે વાર્તાલાપ
થયો તે રજુ કરું છું.
નીતાબેન: ભાઈ શું લેશો, ચા,કોફી, ઠંડું, ફ્રુટ જ્યુસ, સોડા, હોટચોકલેટ, નેસ કોફી.
જવાબ: ચા ચાલશે
નીતાબેન: સિલોનની ચા, ઇન્ડિયાની ચા, હર્બલ ચા, બુશ ચા, હની બુશ ચા, આઈસ
ટી કે પછી ગ્રીન ટી..?
જવાબ: સિલોનની ચા
નીતાબેન: સફેદ કે કાળી..?
જવાબ: સફેદ
નીતાબેન: દૂધ કે પછી ફ્રેશ ક્રીમ..?
જવાબ: દુધવાળી
નીતાબેન: પાવડરનું દૂધ કે તાજું દૂધ..?
જવાબ: તાજું દૂધ
નીતાબેન: ગાયનું દૂધ કે બકરીનું દૂધ..?
જવાબ: ગાયનું દૂધ
નીતાબેન: ન્યઝીલેન્ડની ગાય કે પછી આફ્રિકન ગાય..?
જવાબ: આફ્રિકન ગાયનું દૂધ સારું રહેશે.
નીતાબેન: ચામાં તમે શું પસંદ કરશો..? ખાંડ, સ્પ્લેન્ડા, મધ કે પછી કંઈપણ નહીં..?
જવાબ: ખાંડ.
નીતાબેન: બીટ સુગર કે કેન સુગર..?
જવાબ: કેન સુગર
નીતાબેન: સફેદ, બ્રાઉન કે યલો સુગર..?
જવાબ: એના કરતાં એક કામ કરો નીતાબેન, મને એક ગ્લાસ પાણી આપી દો..!!
નીતાબેન: મીનરલ વોટર, ડીસ્ટીલ વોટર, નળનું કે કુવાનું પાણી..?
જવાબ: મીનરલ વોટર
નીતાબેન: ફ્લેવરવાળું કે ફ્લેવર વગરનું..?
જવાબ: મને લાગે છે કે હું પાણી પીધા વગર જ મરી જઈશ! એજ સારું રહેશે.
નીતાબેન: ભાઈ, તમે કઈ રીતે મરવા માંગો છો..? અમારા શેરહોલ્ડર તરીકે કે
પછી માન્ય ડીલર તરીકે..?
નોંધ: પેલા ભાઈનો કોઈ અત્તોપત્તો નથી, એક અફવા એવી છે કે એ ભાઈ હાલમાં
ગાંડાની હોસ્પીટલમાં છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો