અનુયાયીઓ

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

સર્વિસ ટેક્સની માફી

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 22, 2012 12:25:21 PM GMT+0800
Subject: સર્વિસ ટેક્સની માફી

મેડિકલ સર્વિસને સર્વિસ ટેક્સની માફી

આવશ્યક લાયકાત ધરાવતા વૈદ્યોની સેવાને સર્વિસ-ટેક્સમાંથી મુક્તિ

ધનસુખ એચ. શાહ  (લેખક સર્વિસ-ટેક્સ અંગેના વરિષ્ઠ સલાહકાર છે.)

ફાઈનાન્સ એક્ટ ૨૦૧૨ અન્વયે સર્વિસ-ટેક્સ કાયદામાં આમૂલાગ્ર ફેરફાર કર્યો છે. આ કોઈ પણ પ્રકારની સર્વિસ આપનારા મુક્તિવાદ અને કાનૂની દાવપેચ લડાવીને સર્વિસ-ટેક્સ ભરવામાંથી છટકી શકશે નહીં. સર્વિસ આપીને કમાણી કરનારા વર્ષમાં રૂ. દસ લાખથી વધુ આવક રળતા હશે તેઓએ સર્વિસ-ટેક્સ ભરવો જ પડશે. નેગેટિવ લિસ્ટમાં જે સર્વિસનો સમાવેશ અથવા મેગા એક્ઝમ્પશન નોટિ.માં જે સર્વિસનો સમાવેશ થયો
હશે તેવા સર્વિસપ્રદાતા જ સર્વિસ-ટેક્સના જાળામાંથી બહાર રહેશે. રૂ. દસ લાખની આવક એ ગ્રોસ-ઈન્કમ ગણવાની છે. સર્વિસ-ટેક્સમાં ખર્ચા બાદ મળતા નથી. આજના લેખમાં 'હેલ્થ-કેર સર્વિસ' અંગે વિચાર કરીશું. નોટિ. નંબર ૨૫/૨૦૧૨ એસ.ટી. તા. ૨૦-૬-૨૦૧૨ હેઠળ એન્ટ્રી નંબર ૨ અનુસાર 'હેલ્થ કેર સર્વિસ'ને સર્વિસ-ટેક્સના ભારણથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવી છે.

'હેલ્થ-કેર સર્વિસ' નીચેના ત્રણ વ્યાવસાયિક ક્ષેત્રમાં આપી હશે તો સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટમાં, ઓથોરાઈઝ્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા અને ત્રણ પેરામેડિક ફિલ્ડમાં. જે મેડિકલ પ્રેક્ટિશનર માન્યતા-પ્રાપ્ત અને કાયદા દ્વારા પ્રસ્થાપિત મેડિકલ કાઉન્સિલનો રજિસ્ટર્ડ થયેલ ડૉક્ટર હશે તો તે ડૉક્ટરને સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં. કાયદા દ્વારા
માન્યતા પ્રાપ્ત રેકોગ્નાઈઝડ સિસ્ટમ ઓફ મેડિસિન અનુસાર પ્રેક્ટિશ કરવા અંગેનું આવશ્યક કવોલિફિકેશન ધરાવનાર ડૉક્ટરને જ સર્વિસ-ટેક્સ ભરવામાંથી માફી છે. ફકત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જ સર્વિસ-ટેક્સ ભરવામાંથી માફી આપવામાં આવી છે એવું નથી. અનરજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પણ આવશ્યક ક્વોલિફિકેશન ધરાવતો હશે તો સર્વિસ-ટેક્સમાંથી મુક્તિ મેળવવાને પાત્ર છે. જોકે
ઊંટ-વૈદ્યોને સર્વિસ-ટેક્સમાંથી માફી નથી. ડૉક્ટરોની સેવા સાથે સંકળાયેલ પેરામેડિકસ પ્રોફેશનલ દ્વારા આપવામાં આવતી સેવા પણ સર્વિસ-ટેક્સના બોજાથી અલિપ્ત છે, અર્થાત્ નીચે જણાવેલ ચાર પ્રકારના પેરામેડિક્સ સર્વિસને સર્વિસ-ટેક્સ ભરવામાંથી માફી છે. ચાર શ્રેણીમાં નર્સિંગ સ્ટાફ, ફિજિયોથેરેપિસ્ટ, ટેક્નિશિયન અને લેબ-આસિસ્ટંટસ. ઉપર મુજબના પેરોમેડિકસ્ પ્રોફેશનલ ક્લિનિકલ
એસ્ટાબ્લિશમેન્ટમાં ફ્રી-લાન્સ સેવા આપતા હશે અથવા નોકરી કરતા હશે તેઓને પોતાની સર્વિસ આપવા બદલ મળતા મહેનતાણા પર સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં. જોકે હેલ્થ-કેર સર્વિસ'નું કાર્યક્ષેત્ર ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, માવજત. ત્રણ પ્રકારની સર્વિસ નીચે જણાવેલ પાંચ પ્રકારના કેસમાં (૧) માંદગી, (૨) ઈજા, (૩) વિકલાંગપણું, (૪) અસામાન્યપણું (૫) સુવાવડ ઉપર જણાવેલી પરિસ્થિતિમાં ડૉક્ટર કોઈ પણ
રેકોગ્નાઈઝડ્ સિસ્ટમ ઓફ મેડિસિન અનુસાર દર્દીની સારવાર કરે અને તે સારવાર કરવા બદલ ફી ચાર્જ કરશે તો તે ફીની રકમ પર સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં. સામાન્ય સંજોગોમાં થતી હેર-પ્લાન્ટેશન તેમ જ કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરીને સર્વિસ-ટેક્સ હેઠળ એકઝમ્પશન આપવામાં આવ્યું નથી. આમ છતાં શરીરના અવયવોનું પુનઃ સંધાણ કરવા માટે આવશ્યક એવી કોસ્મેટિક અગર પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તો
તેવા સંજોગોમાં ડૉક્ટર વડે ચાર્જ થતી ફી પર સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં.

ફિજિક્લ ફિટનેસ માટે અપાતી મેડિકલ સર્વિસ તેમ જ બોડી એન્ડ બ્યુટી-કેર માટે અપાતી મેડિકલ ટ્રીટમેન્ટ સર્વિસ-ટેક્સ ભરવાને પાત્ર છે અને તેવી સર્વિસ આપનારા ક્વોલિફાઈડ ડૉક્ટરની ડિગ્રી ધરાવતા હોય તેઓએ પણ સર્વિસ-ટેક્સ ભરવો પડશે. ફિજિકલ ફિટનેસ અને બોડી એન્ડ બ્યુટી કેરના ક્લિનિક ચલાવનારાની આવક કોઈ પણ સંજોગોમાં વાર્ષિક રૂ. દસ લાખથી વધુ જ હોવાની છે પરિણામે તેઓએ કોઈ એકઝમ્પશન
બેનિફિટ મેળવવા પણ પ્રયત્ન જરૂર નથી અને સર્વિસ-ટેક્સ ભરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હેલ્થ-કેર સર્વિસની વ્યાખ્યા વ્યાપક અને સર્વગ્રાહી છે. એલોપથી, યોગ, નેચરોપથી, આયુર્વેદ, હોમિયોપથી, સિદ્ધા અને યુનાની. આ સિવાય દર્દીને લાવવા- લઈ જવાની ટ્રાન્સ્પોર્ટેશન સર્વિસને સર્વિસ-ટેક્સમાંથી માફી આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા અપાતા ભોજન તેમ જ બેડની સર્વિસને પણ સર્વિસ-ટેક્સમાંથી
બાકાત રાખવામાં આવેલ છે આ માટે હોસ્પિટલ દ્વારા અપાતા પેકેજને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે 'બન્ડલ્ડ સર્વિસ'ને હેલ્થ-કેર સર્વિસ ગણીને સર્વિસ-ટેક્સમાંથી માફી મળી શકે છે. દર્દીના એટેન્ડન્ટ માટેના બેડ-ચાર્જીસ વસૂલ કરતા હોય તેને પણ હેલ્થ-કેર સર્વિસમાં ગણીને સર્વિસ-ટેક્સ લગાડવામાં આવશે નહીં. જાનવરોના હેલ્થ અંગેની અપાતી મેડિકલ-સર્વિસને ટેક્સના ભારણથી સંપૂર્ણપણે
મુક્ત રાખવામાં આવી છે. ચેરિટેબલ સંસ્થા દ્વારા જાહેર જનતાના આરોગ્યને લગતી હેલ્થ-કેર સર્વિસ આપવામાં આવશે તો તેવી સર્વિસને સર્વિસ-ટેક્સ ભરવો પડશે નહીં. હેલ્થ અંગેના જન-જાગૃતિના પ્રોગ્રામ પણ સર્વિસ-ટેક્સની માફીને પાત્ર છે.

ટિપ્પણીઓ નથી: