Kashyap Joshi
Jetpur
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, October 12, 2012 11:02:05 PM GMT+0800
Subject: મેગેઝીનો માટે નવા અસોસિએસન ની શરૂઆત
નાના અખબારો તથા મેગેઝીનો માટે નવા અસોસિએસન ની શરૂઆત
જામનગરના શ્રી નિતેશભાઈ મેતા દ્વારા એક નવા અસોસિએસનની શરૂઆત કરવામાં આવી છે. આ અસોસિએસન ખાસ તો નાના ન્યૂઝ પેપર તથા મેગેઝીનની જરૂરિયાતોને ધ્યાન માં રાખીને બનાવવામાં આવ્યું છે. નાના અખબારો ને પડતી મુશ્કેલીઓ તથા જુદા જુદા લેવલે કરવી પડતી રજુઆતો જો એકસંપ થઇ કરવામાં આવે તો વધુ ધ્યાનમાં લઇ શકાય એ મુદો પણ ધ્યાન માં લેવામાં આવ્યો છે. આ અસોસિએશનનો મુખ્ય હેતુ નાના અખબારો
વચ્ચે સંકલન, જુદા જુદા સ્તરે રજુ કરવા પડતા દસ્તાવેજો વિષેની માહિતી, આરએનઆઈ સાથે જરૂરી સંકલન, રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી તથા સગવડો વિષે સભ્યો ને જરૂરી માહિતી પૂરી પાડવી, વિગેરે બાબતો માટે મદદ કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્થાના સભ્યો ને જરૂરી કાયદાકીય માહિતી વિગેરે પણ પૂરી પાડવામાં આવશે. સંસ્થા દ્વારા એક વેબ સાઈટ પણ ચાલુ કરવામાં આવી છે જેનું સરનામું છે www.isamnaonline.in. આ
સાઈટ પરથી સભ્યો સાથે જરૂરી બાબતો ની ચર્ચા અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ સાઈટ પર જરૂરી ફી ભરી ને સભ્યો પોતાના અખબાર ને પણ ઓનલાઈન મૂકી શકશે. કોઈ પણ અખબાર કે મેગેઝીન અથવા તો ન્યુઝ મીડિયા સાથે સંલગ્ન વ્યક્તિ આ સંસ્થામાં સભ્ય બની શકશે. આ બાબતે વધુ માહિતી માટે નીતેશ મેતા નો ફોન નંબર 98242 28256 પર સંપર્ક કરી શકાશે અથવા તો nitesh@isamnaonline.in પર ઈમેઈલ પણ કરી ને વધુ માહિતી
મેળવી શકાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો