----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:49:15 PM GMT+0800
Subject: ખતરનાક બગ
ઈન્ટરનેટ એકસ્પ્લોરરમાં ખતરનાક બગ મળ્યો : માઇક્રોસોફટની ચેતવણી
બોસ્ટન
: તમે ક્યું વેબ બ્રાઉઝર ઉપયોગમાં લો છો? જો તમે ઈન્ટરનેટ એકસ્પ્લોરર
એટલે કે આઈ.ઈ. વાપરતા હો તો ચેતી જજો. માઈક્રોસોફટે દુનિયાભરના ઈન્ટરનેટ
વાપરનારાઓને સાવચેત કર્યા છે કે તેમનું વેબ બ્રાઉઝર વાપરવામાં જોખમ છે.
તેમણે
કહ્યું છે કે એકસ્પ્લોરરમાં એક ખતરનાક બગ મળી આવ્યો છે જે યુઝરના પાઈવેટ
ડેટા ઉડાડી શકે છે. માઈક્રોસોફટે પોતાના બ્રાઉઝરનો ઉપયોગ કરનારાને ચેતવ્યા
છે કે પાયસન લેવી નામનો આ બગ એટલો ખતરનાક છે કે તમારું પીસી હેકરના રીમોટ
કંટ્રોલ સાથે જોડાઈ જઈ શકે છે. એટલે કે હેકર તમારા તમામ કાર્યો પર નજર રાખી
શકે છે. ઈન્ટરનેટ પર તમે શું કરો છો તેના પર હેકરની નજર રહેશે.
દુનિયાભરમાં ઈન્ટરનેટનો
ઉપયોગ કરનારા ૩૩ ટકા લોકો ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ કરે છે. એટલે આ
જોખમ નાનું નથી. આ ખતરનાક બગથી થનારા નુકસાનનો અંદાજ કાઢતા માઈક્રોસોફટ
પોતાના વપરાશકારોને વેબસાઈટમાંથી એક ટુલ ઈનસ્ટોલ કરવાની સલાહ આપે છે.
જર્મનીની સરકારે પ્રજાને અપીલ કરી છે કે જ્યાં સુધી આ બગથી છુટકારો
મેળવવાનો ઉપાય ન મળે ત્યાં સુધી ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ ન કરવો
૨૨મી સપ્ટેમ્બર દિવસ અને રાત્રિની લંબાઇ એક સરખી થશે
ભારતીય
સમય મુજબ ૨૨મી સપ્ટેમ્બરે રાત્રે ૮ કલાક ૧૮ મિનિટે સૂર્યનારાયણ સમયની
કબડ્ડીની રમતમાં પૃથ્વીના મેદાન પરની વિષુવવૃત્તની રેખાને ઓળંગશે અને
પૃથ્વીના દક્ષિણવૃત્તમાં દાખલ થશે. ખગોળની પરિભાષામાં કહીએ તો
સૂર્યનારાયણની અવકાશી ગતિના માર્ગ ક્રાંતિવૃત્ત અને
પૃથ્વી પરની કાલ્પનિક મધ્યરેખા વિષુવવૃત્તને આકાશમાં છેક ઊંચે સુધી
લંબાવીએ તો બન્ને રેખા કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત તા.૨૨મી સપ્ટેમ્બર એક
બીજાને છેદશે. આ પરિસ્થિતિને સંપાત પણ કહેવામાં આવે છે. સંપાતના આ દિવસે
વિષુવવૃત્ત રેખા પર આવેલા પૃથ્વીના પ્રદેશોમાં દિવસ અને રાત એક સરખી
લંબાઇના રહે છે. આ વિસ્તારોમાં બપોરે પડછાયો ગૂમ થઇ જાય છે. વડોદરાના
સ્થાનિક સમયના હિસાબે આ
દિવસે એટલે કે ૨૨મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય સવારે ૬.૨૬ વાગ્યે
ઉગશે અને સાંજે ૬.૩૩ વાગ્યે અસ્ત પામશે. એટલે કે દિવસ ૧૨ કલાક સાત મિનિટનો
અને રાત્રિ ૧૧ કલાક ૫૩ મિનિટની રહેશે. લગભગ આખા ભારતમાં દિવસ - રાતની લંબાઇ
લગભગ આટલી જ રહેશે. આ દિવસથી ભારતમાં શરદસંપાતનો પ્રારંભ થશે. આપણા ઘરોમાં
હવે સૂર્યનો પ્રકાશ દક્ષિણ તરફથી દાખલ થશે. હવામાં ઠંડક વધશે. સફેદ
વસ્ત્રો તરફ લોકોની
રૃચિ ઘટશે અને લાંબી બાંયના વસ્ત્રો તરફ લોકોનો ઝુકાવ વધશે.પક્ષીઓ અને
પતંગીયાઓ પણ પોતાનું વલણ બદલશે અને તેમની ગતિ દક્ષિણ તરફ વધુ રહેશે. ઠંડા
પ્રદેશોમાં વનસ્પતિઓનું વર્ષ ચક્ર પુરૃ થશે અને ત્યાં ફરી વસંતનો પ્રારંભ
થશે. અત્રેની ગુરૃદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ વેત્તા દિવ્યદર્શન પુરોહિતના
જણાવ્યા મુજબ પૂર્વે મેષ અને તુલા સંક્રાંતિની જેમ ઓળખાતા આ સંપાતદિન હવે
શરદસંપાત
કન્યા રાશિમાં અને વસંત સંપાત દિવસ મેષ રાશિને બદલે મીન રાશિમાં સંભવે છે
આજ પછી ૬૦૦ વર્ષ બાદ આ બન્ને સંપાત દિવસ વધુ એક રાશિ પાછળ જશે. વધુ
નિરીક્ષણની વાત એ છે કે શરદ સંપાતનો દિવસ જે આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે છે તે
૨૦૧૦ અને ૨૦૧૧ માં ૨૩ સપ્ટેમ્બરે હતો. ૧૯૩૧ માં તે ૨૪ સપ્ટેમ્બરે હતો. વર્ષ
૨૩૦૩ માં પણ તે ૨૪મી સપ્ટેમ્બરે જ આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો