અનુયાયીઓ

બુધવાર, 22 ઑગસ્ટ, 2012

નાસ્તાની કુપન માટે ફરજ પાડી શકાશે નહિ

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, August 22, 2012 10:05:08 PM GMT+0800
Subject: નાસ્તાની કુપન માટે ફરજ પાડી શકાશે નહિ



મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહોમાં ગ્રાહકોને ટીકીટ સાથે
નાસ્તાની કુપન માટે ફરજ પાડી શકાશે નહિ

ગાંધીનગરઃ  રાજયમાં ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત ગ્રાહકોને રક્ષણ આપવા રાજય સરકાર કટિબધ્ધ છે. રાજયના મલ્ટી પ્લેક્ષ સિનેમાગૃહોમાં ગ્રાહકોને સિનેમાની ટીકીટો સાથે નાસ્તાની કુપન ખરીદવા માટે ફરજ પાડવામાં આવે છે. જે ગ્રાહકોના અધિકારની વિરૂધ્ધ છે. ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહકોને રક્ષણ મળેલું છે કે સિનેમાની ટીકીટો સાથે નાસ્તાની કુપન ખરીદવા દબાણ કરવું તે ગેરવ્યાજબી
વેપારનીતિ છે. આવા અપ્રમાણિક વાણિજિયક વ્યવહારો થતા હશે તો જે તે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતો, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: