અનુયાયીઓ

ગુરુવાર, 7 જૂન, 2012

નર્મદા યોજનામાં યુવાશકિત શ્રમદાન કરી પોતાનું યોગદાન આપી શકે તે માટે શ્રમ સેવા શિબિર યોજાશે

રાજકોટ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના તરવરીયા
યુવાનો પોતાની શકિતઓને જોડી શકિતઓનો સદઉપયોગ કરે અને એ રીતે રાજયના અને
રાષ્ટ્રસના વિકાસમાં યુવાનો શ્રમરૂપે પોતાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ
આશયથી રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃ‍તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર
દ્વારા ર૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લા‍ના કેવડીયા કોલોની ખાતે
નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન વિચારાયું છે.
આ શિબિર માટે જુદા જુદા જિલ્લાવઓનો સમાવેશ કરી તનો ત્રણ પ્રદેશમાં સમાવેશ
કરાયો છે. જેમાં વડોદરા પ્રદેશમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ,
નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને તાપી તથા અમદાવાદ પ્રદેશમાં અમદાવાદ,
ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્‍છ, ખેડા અને આણંદ
જિલ્લાગઓ જયારે રાજકોટ પ્રદેશમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી,
સુરેન્દ્રડનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લાણઓનો સમાવેશ કરાયો છે. આ
શીબીરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમ કાર્ય કરવામાં આવશે તથા
નર્મદા યોજના અંગેની વિસ્તૃરત માહિતી, ચર્ચા સભા, પ્રવચન દ્વારા જાણકારી
આપવા સાથે યુવાનોને નર્મદા શ્રમ શીબીરમાં જોડાવામાં આવનાર છે. આથી રાજયના
૧૫ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં
જોડાવા માંગતા હોય તઓએ પોતાનું પુરુનામ, સરનામું, જન્મષ તારીખ (ઉંમર
સહિત) તથા શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કાતઉટ
ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓ કે રમતગમત પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો
તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીનો સંમતિપત્ર, શારીરીક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર વગેરે વિગતો સાથેની અરજી તાજેતરમાં
પડાયેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી
ભરૂચ(પીન કોડ ૩૦૦૦૦૧)ને તા. ૧૫/૭/૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
વસતિ ગણતરીની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત ન કરવા ઇચ્છેતા કુટુંબો જોગ
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી -૨૦૧૧ ની માહિતી જે કુટુંબો
પોતાની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત કરવા ઇચ્છહતા ના હોય તેવા કુટુંબોએ
જે તે ચાર્જ ઓફિસરને આ બાબતની લેખિત અરજી ૧૫ દિવસમાં કરવાની રહેશે.
લોકોની જાણકારી માટે ગ્રામ પંચાયત, નગરપાલિકા વોર્ડ ઓફિસ સહિત જાહેર
સ્થાળોએ આ લોકોની જાણકારી માટે નોટીસ મૂકવામાં આવેલ છે. અરજીનો નમૂનો
જેતે ચાર્જ ઓફિસરની કચેરીથી મેળવી લેવા જિલ્લા વસતી ગણતરી અધિકારી અને
નિવાસી અધિક કલેકટર જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ભોગાત, જાંબુડા સહિતના બંધારા યોજનાના વિસ્તાેરના ગ્રામજનોએ સાવચેત રહેવુ
ક્ષાર અંકુશ વિભાગ, જામનગર હસ્તોકની ભોગાત બંધારા યોજના, જાંબુડા બંધારા
યોજના, સરમત ખારા બેરાજા રેકલેમશન અને બેડ બંધારા યોજનામાં આગામી
ચોમાસામાં મહતમ સપાટીએ પાણીનો સંગ્રહ થઇ શકે તે માટ આ યોજનામાં સંપાદન
હેઠળ આવતી જમીનમાં વાવેતર કરવું નહીં તેમજ ડુબાણ વિસ્તાારોમાં અવર જવરી
કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવીત જાનહાની નિવારી શકાય. આ યોજનાઓમાં
પૂર્ણ સપાટી સુધી પાણી ભરાયા બાદ વધારાના પાણીની આવક ગમે ત્યા રે થશે તો
તેનો નિકાલ છલતી બંધ પરથી થશે. જેથી આ યોજનાઓની નીચાવણવાળા વિસ્તાીરોમાં
ચોમાસામાં નદીના પટ્ટમાં સાવચેત રહીને અવરજવર કરવુ તેમજ પશુઓ લઇ જવા
નહીં. આ યોજના અન્વુયે ઉપરવાસમાં ભોગાત, ગોજીનેશ, જાંબુડા, મોટી
બાણુંગાર, સરમત, ખારા બેરાજા, બેડ, વસઇ, સરમત, શાપર, રસુલનગરનો સમાવેશ
થાય છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, ક્ષાર અંકુશ વિભાગ, જામનગર ધ્વાતરા
જણાવાયુ છે.

મરીન નેશનલ પાર્ક દ્વારા વિશ્વવ પર્યાવરણ દિન ઉજવાયો
મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા વિશ્વવ પર્યાવરણ દિવસની ઉજવણી નરારા ટાપુ
ખાતે થઇ હતી. ઇકો ડેવલપમેન્ટ કમિટીના ૭૦ થી વધુ સભ્યોિ હાજર રહયા હતા.
જેમાં દરિયાઇ જીવસૃષ્ટિો, પર્યાવરણની જાળવણી વિશેની સમજણ મહાનુભાવો
દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે નાયબ વન સંરક્ષકશ્રી એમ.એમ.
ભાલોડી, રેન્જા ફોરેસ્ટપ ઓફિસરશ્રી કનેરિયા, સોશ્યકલ સાયન્ટીાસ્ટ શ્રી
ચેતન સોજીત્રા, વગેરે ઉપસ્થિનત રહયા હતા. ફિલ્મી શો, ચિત્ર પ્રદર્શન અને
વૃક્ષારોપણનો કાર્યક્રમો યોજાયા હતા.

મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
આવનાર છે. તેઓશ્રી તા.૮ જૂનના રોજ ૯ થી ૧૨ શહેરના તમામ વોર્ડમાં રમકડા
કલેકશન કાર્યક્મમાં ઉપસ્થિેત રહેશે. ત્યા૮રબાદ ૧૭ કલાકે સ્ટેેન્ડીંસગ
કમિટિ હોલમાં યોજાયેલ બેઠકમાં હાજરી આપશે. તા. ૯ જૂનના રોજ પ્રો.વસુબેન
સવારે ૯.૩૦ કલાકે જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન પાસે જિલ્લાબ ગ્રાહક
તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીંેગના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિ
ત રહેશે.

મતદાર યાદી સુધારણા માટે તા.૧૦ અને ૧૭ જૂનના રોજ ખાસ ઝુંબેશ સમગ્ર જામનગર
જિલ્લામમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં છે. જેમાં તા.૧૦ અને ૧૭
જૂન રવિવાર હોવા છતા ખાસ ઝૂંબેશ કાર્યરત રહેશે. જેનો સમય સવારના ૯ થી
સાંજના ૬ વાગ્યાત સુધીનો રહેશે. આ બંને દિવસોએ મતદારો માટે સંબધિત મતદાન
મથકો ઉપરથી મતદારયાદી સુધારણા સંદર્ભે તમામ કામગીરી હાથ ધરાશે. આથી
૧-૧-૧૨ ની તારીખે જેમને ૧૮ વર્ષ પર્ણ થતા હોય તથા અન્યશ બાકી તમામ લાયક
મતદારોએ મતદારયાદીમાં નામ નોંધાવી જવા ચૂંટણી શાખાની યાદીમાં જણાવાશે.

રણજીતપર ગામે કોઝવેનું નિર્માણ કરાશે જામનગર તાલુકાના રણજીતપર ગામે રૂ.૫
લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ કરવામાં આવશે. મહાદેવવાળા પીયાવાના રસ્તેજ
આ કોઝવે વર્ષ ૨૦૧૨-૧૩ ની વિવેકાધીન જોગવાઇમાંથી બાંધવામાં આવશે.

કાના છિકારીમાં પાણી પૂરવઠાના કામો થશે
લાલપુર તાલુકાના કાનાછિકારી ગામે બોર કરી તેના પર ડંકી મૂકાશે. રૂ.૪૦
હજારના ખર્ચથી ભરવાડવાસમાં પાણી પૂરવઠા માટે બોર કરી તથા ડંકી મૂકાશે.
વસતિ ગણતરીની માહિતી માટે ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી-૨૦૧૧ ની કામગીરી શરૂ થઇ છે.
જેની માહિતી લોકોને મળે તે માટે ગુજરાત રાજયમાં ટોલ ફ્રી સેન્ટધર શરૂ
કરાયુ છે. જેનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨ છે. આ નંબર ઉપર લોકો પોતાના
સૂચનો અને ફરિયાદ નિવારણ કરી શકશે.

ટિપ્પણીઓ નથી: