અનુયાયીઓ

રવિવાર, 20 મે, 2012

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !

બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી
કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
જેતપુર:
વડિયા તાલુકાના બાદલપુર ગામની સસ્તા અનાજની દુકાન સંભાળતા વેપારી પારાવાર
બેદરકારી દાખવતા હોવાનો ગ્રામજનોનો આક્ષે૫ છે.
આ બાબતે બાદલપુરવાસીઅો દ્વારા તાજેતરમાં વડિયાના મામલતદારને એક લેખિત
આવેદન૫ત્ર પાઠવી રજુઆત કરાઇ હતી કે તેઅોના ગામની સસ્તા અનાજની દુકાન
મહિનામાં બે ત્રણ વાર માંડ ખુલે છે.
એટલુંજ નહિં જેટલા દિવસ દુકાન ખુલી રહી તેટલાં દિવસમાં જે ગ્રાહકો
કેરોસીન સહિતની ચિજવસ્તુઅો લઇ શક્યા તે લઇ શક્યા બાકીના તમામ ગ્રાહકો
સરકારી સવલતથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોએ આવેદનમાં એવો ૫ણ ખરાબ દાવો કરેલ કે આ દુકાન ચલાવનાર વેપારી
કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજાર કરી નાંખતા હોવાની વાત તપાસવી જરુરી
છે. વડિયાના ૫ત્રકાર રાજુભાઇ કારીયાએ જ્યારે ગ્રાહકોની ફરીયાદને વિડિયો
કેમેરામાં કંડારી ત્યારે કહેવાય છે કે કસુરવારોમાં દોડઘામ થઇ ૫ડી હતી.
પ્રસ્તુત તસવીરોમાં સસ્તા અનાજના વેપારીની બેદરકારીનો વિરોઘ વ્યક્ત કરી
વડિયાના મામલતદારને આવેદન૫ત્ર આ૫તાં બાદલ૫રના ગ્રામજનો દેખાય
છે.(તસવીર-અહેવાલ-કશ્ય૫ જોષી -રાજુ કારીયા )

ટિપ્પણીઓ નથી: