નિવૃત મત્સ્યોધોગ કમિશનર શ્રી પી.બી.પટણી (IAS) ને પુસ્તક તુલા કરી સન્માનિત કરાયા
શ્રી પી.બી.પટણી ગુજરાતનાં
દેવીપૂજક સમાજનાં સૌ પ્રથમ છે જેનું ગૌરવ છે. -કાયદો, ન્યાયતંત્ર અને અને વૈધાનિક બાબતોમાં
રાજયકક્ષાનાં મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
મત્સ્યોધોગ કમિશનર તરીકે સેવાનિવૃત
થયેલાં શ્રી પી.વી.પટણી (IAS) ને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજરોજ ગુજરાત દેવીપૂજક સમાજ તથા ગુજરાત
મત્સ્યોધોગ ફેડરેશનનાં ઉપક્ર્મે ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર ખાતે યોજાયો
હતો. જેમાં તા.૩/૦૩/૨૦૧૨ ના રોજ સરકારી સેવામાંથી ઉજ્જ્વલ કારકિર્દી સાથે નિવૃત થનાર
મત્સ્યોધોગ કમિશનર શ્રી પી.બી.પટણીને પુસ્તક તુલાથી સન્માનિત કરાયાં હતાં. ગઇકાલે તેમનું સમાજે સાકર
તુલાથી સન્માન ક્ર્યું હતું.
શ્રી પી.બી..પટણીએ ૪૨ વર્ષના જાહેર
જીવનમાં વિવિધ સમાજની સૈક્ષણિક અને સામાજિક સેવાકીય કાર્યોમાં સતત પ્રવૃત થઇ પ્રશંસનીય કામગીરી બજાવી
છે. શ્રી પટણી એ ૨૪ ડિસેમ્બર, ૧૯૭૧ માં વેચાણવેરા ખાતામાં
કારકુન તરીકે સરકારી સેવામાં જોડાયાં ત્યારબાદ વિવિધ
સરકારી વિભાગોમાં ઉતરોઉતર પરીક્ષા પાસ કરી આગળ વધતાં છેલ્લે સમાજ કલ્યાણ ખાતામાં
ડાયરેકટર, ૨૦૦૭માં અધિક સચિવ, અન્ન અને નાગરિક પૂરવઠામાં નિમણૂંક
પામ્યાં ૨૦૧૦ માં મત્સ્યોધોગ કમિશનર તરીકે નિમાયાં અને ૩૧/૦૩/૨૦૧૨ માં મત્સ્યોધોગ
કમિશનર તરીકે નિવૃત થયાં.
આમ શ્રી પી.બી..પટણીએ કલાર્ક થી કમિશનર સુધીની યશસ્વી
કામગીરી સરકારમાં રહીને બજાવી છે
કાયદો, ન્યાયતંગ અને વૈધાનિક બાબતોના રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ સેવાનિવૃતશ્રી પી.બી.પટણીને અભિનંદન પાઠવી તેઓએ
દેવીપુજક સમાજના ગુજરાતનાં સૌપ્રથમ અને એકમાત્ર સનદી અધિકારી છે. તેનુ ગૌરવ છે તેમ જણાવ્યું હતુ .
આ પ્રસંગે કુષિ અને સરકાર મંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ.કે શિક્ષણના અભાવવાળા સમાજમાંથી સનદી અધિકારી તરીકે
પહોચીને શ્રી પી.બી.પટણીએ દેવીપુજક સમાજને ઉત્તમ રાહ ચિધ્યો છે. મંત્રીશ્રીએ સેવા નિવૃત શ્રી પી,બી.પટણી સાહેબ નિવૃતિ બાદ સમાજ ઉત્કર્ષ માટે અનેક વિધ પ્રવૃતિઓ કરે તેવી શુભકામના વ્યકત
કરી હતી.
સન્માન સમારોહ પ્રસંગે જગન્નાથ
મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ધારાસભ્યશ્રી વલ્લભભાઇ કાકડિયા, મત્સ્યોધોગ સચિવશ્રી ડી.એચ,
બ્રહ્મભટ્ટ, ગુજરાત મત્સ્યોધોગ
ફેડરેશનનાં સભ્યો તથા દેવીપુજક સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર
જિલ્લામાં શારીરિક ઇજાઓ પહોંચાડી શકાય તેવા પ્રાણઘાતક હથિયાર લઇ ફરવા ઉપર પ્રતિબંધ
ભાવનગર જિલ્લામાં આગામી તા.૪-૪-૨૦૧૨ થી તા.૨-૫-૨૦૧૨ સુધી હરીદમનોત્સવ, મહાવીર જયંતિ, શિવાજી જયંતિ સહિત વિવિધ તહેવારોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા
તથા સુલેહ શાંતિ જળવાય તે હેતુસર ભાવનગરના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.જી.ઝાલાવાડીયાએ એક જાહેરનામુ પ્રસિધ્ધ
કરેલ છે. તદઅનુસાર- તા.૪-૪-૨૦૧૨ થી તા.૩-૫-૨૦૧૨ સુધી બંને દિવસો સહિત લોખંડના પાઇપ, ભાલા, અથવા છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ સહિત કોઇપણ
પ્રાણઘાતક હથિયારો કે શારીરિક ઇજાઓ પહોંચાડી શકે તેવા હથિયારો સાથે લઇ જવા ઉપર
પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં
વધુ એક વર્ષની કેદની સજા અને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧)મુજબ દંડની પણ સજા થશે.
ચૂંટણી પ્રચાર માટે કોઇપણ ધાર્મિક સ્થળોના ઉપયોગ કરવા પર
પ્રતિબંધ
ભાવનગર જિલ્લામાં ૧૯૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.૧૫-૪-૨૦૧૨ના રોજ યોજાનાર છે. તેમજ મત ગણતરી તા.૧૭-૪-૨૦૧૨ના રોજ થનાર છે. ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
જે.એચ.ત્રિવેદીએ એક જાહેરનામુ જારી કરેલ છે. તદઅનુસાર- કોઇપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા, કોઇપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે
ઉપયોગ કરી શકાશે નહીં. આ હુકમ ૧૯૨ ગામોમાં કે જયાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યાં તથા તેમા સમાવેશ થતા વિસ્તારને
લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.૨૧-૪-૨૦૧૨ સુધી અમલમાં રહેશે.
ભાવનગર શહેરમાં ગુજકેટની પરીક્ષા ૧૫ પરીક્ષા કેન્દ્રોમાં
યોજાશે
પરીક્ષાર્થીઓ
નિર્ભયતાથી-શાંતિપૂર્વક
પરીક્ષા આપી શકે તે માટે લેવાયેલ વિવિધ
પગલાં
આગામી તા.પ-૪-૨૦૧૨ના
રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભાવનગર
શહેરમાં ૧૫ પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. આ
પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક તેમજ
એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે. તેમજ
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે આશયથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી જે.એચ.ત્રિવેદીએ
તેમને મળેલા અધિકારની રૂઇએ આગામી તા.પ-૪-૨૦૧૨ના
રોજ સવારના ૧૦ થી બપોરના ૪-૦૦
કલાક દરમિયાન નિયત પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના
વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પરીક્ષા કેન્દ્રોની
૧૦૦ મીટરની ત્રિજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડ વાજા વગેરે ધ્વનિવર્ધક
સાધનોના ઉપયોગ પર પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ લઇ જવા પર પરીક્ષા કેન્દ્રોની ૨૦૦
મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર ત્થા
પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઇ અનઅધિકૃત વ્યકિતએ
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ
જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૧૨
ખાનગી
માલ-મિલકત ઉપર પ્રચાર સાહિત્ય લગાડવા જગ્યાના માલિકની પૂર્વ
મંજૂરી મેળવવાની રહેશે
ભાવનગર જિલ્લાની
૧૯૨ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
જે.એચ.ત્રિવેદીએ
તેમને મળેલી સત્તાની રૂઇએ જાહેરનામુ જારી કરેલ છે. તદઅનુસાર
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, સંગઠનો
વ્યકિતઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ
કે અન્ય પ્રચારના સાધનો મ્યુનિસીપાલિટી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહિત
જાહેર રસ્તા કે જગ્યા પર મુકી શકાશે નહીં. ખાનગી
માલ-મિલકત ઉપર પ્રચાર સાહિત્ય લગાડવા જગ્યાના
માલિકની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. હોર્ડીંગની
સાઇઝ ૧૫x૮
ફુટથી વધારે ન હોવી જોઇએ. કટઆઉટની ઉંચાઇ
૮ ફુટથી વધારે ન હોવી જોઇએ. તથા આ અંગેની
જાણ ચૂંટણી અધિકારીશ્રી જિલ્લા કલેકટરશ્રી, તેમજ
જિલ્લા પોલીસ અધિકારીશ્રીને કરવાની રહેશે.
શાળા કોલેજોના શૈક્ષણિક સમય પત્રકને અસર ન થાય તે રીતે તેના મેદાનનો ઉપયોગ
સવારના ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી જ કરવાનો રહેશે. કોઇપણ રાજકીય પક્ષ શાળા-કોલેજોના મેદાનનો એકહથ્થુ ઉપયોગ કરી
શકશે નહીં. શાળા કોલેજોના મેદાનોને રાજકીય ઉપયોગ માટે ફાળવણીને ચૂંટણી પંચ ગંભીરતાથી જોશે. કોઇપણ રાજકીય પક્ષ મેદાનોના પ્રચાર માટે
ઉપયોગ કરે તો જો કોઇ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે શૈક્ષણિક સંસ્થાને પરત
સોંપવાનું રહેશે. આ હુકમ જે ૧૯૨ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, તેમા સમાવેશ થતા વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૧-૪-૨૦૧૨ સુધી અમલ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
વડા
પ્રધાનશ્રીના પબ્લીક ઇન્ફર્મેશન ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ઇનોવેશન વિભાગના સલાહકાર
શ્રી સામ પિત્રોડાનો ભાવનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
વડા
પ્રધાનશ્રીના પબ્લીક ઇન્ફર્મેશન ઇન્ફાસ્ટ્રકચર એન્ડ ઇનોવેશન વિભાગના સલાહકાર
શ્રી સામ પિત્રોડા તા.૩-૪-૨૦૧૨ના
રોજ સવારે ૯-૦૦
કલાકે હનુમંત હાઇસ્કુલ ગ્રાઉન્ડ મહુવા ખાતે આવશે. તેઓશ્રી
બપોરે ૧-૦૦ કલાકે હનુમંત હાઇસ્કુલ ગ્રાઉન્ડ
મહુવા ખાતેથી હેલીકોપ્ટર દ્વારા રવાના થશે.
સરકારી ઇજનેરી
કોલેજ, ગાંઘીનગર ખાતે
આયોજિત ટેક સ્કાય-૧૨ના કાર્યક્રમને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે
ખુલ્લો મુકાયો
આ પ્રસંગે રાજયના શિક્ષણ
મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિને રાજય સરકાર
યુવા વર્ષ તરીકે ઉજવી રહી છે.
આજનો યુવાન આવતીકાલે રાજય કે દેશની સુકાનઘુરા સંભાળશે. આ યુવાઘન આઘુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, તો જ દેશનું નામ વિશ્વ ફલક પર ઉજાગર થશે.આ માટે ગુજરાત રાજયમાં છેલ્લા દશકામાં એન્જીનિયરીંગ
ક્ષેત્ર સાથે સાથે અન્ય ક્ષેત્રેના અભ્યાસ ક્રમો માટે ઉજળી તકો ઉભી કરવામાં આવી છે. એન્જીનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ માટે ગુજરાતમાં વર્ષ- ૨૦૦૧માં કુલ બેઠકો-૯૪૨૫ હતી, આજે ૪૨,૯૨૯ બેઠકો છે. તેમજ ટેકનિકલ શિક્ષણ માટે છેલ્લા દશ વર્ષમાં ૧૩,૪૫૨ માંથી ૧,૨૫,૦૦૦ બેઠકો થઇ ગઇ છે.જેના પરિણામ સ્વરૂપે આજે
ગુજરાતનું યુવાઘન રાજય બહાર અભ્યાસ કરવા જતો અટકી ગયો છે. તેમજ રાજયના યુવાઘનને ઘર આંગણે આવા અભ્યાસક્રમો
ઉપલબ્ઘ બનતાં સામાન્ય ઘરોના વાલીના ખિસ્સા પરનું ભારણ ઘટ્યું છે. તેમજ રાજય સરકાર દ્રારા રાજયના તમામ જિલ્લાઓમાં
એન્જિનિયરીંગ કોલેજો ઉભી કરવામાં આવી છે. હવે, તમામ કોલેજોમાં આઘુનિક સુવિઘાઓથી સજ્જ હોસ્ટેલના નિર્માણ કાર્યની દિશામાં
સરકારે સુચારું આયોજન કર્યું છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી ૧૪ જિલ્લાની એન્જિનિયરીંગ કોલેજોમાં વિઘાર્થીઓ
માટેની આઘુનિક સુવિઘાઓથી સજ્જ હોસ્ટેલનો શુભારંભ થશે.
તેઓશ્રીએ વઘુમાં જણાવ્યું
હતું કે, રાજયના મુખ્ય મંત્રી શ્રી
નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના યુવાઓ રોજગારી માટે ઓશિયાળા ન રહે તેવું ઇચ્છી રહયાં છે. આ માટે વિકાસશીલ ગુજરાતના સ્વપ્ન દષ્ટા
મુખ્યમંત્રીશ્રીએ યુવાઘનનું સુવર્ણ ભવિષ્ય માટે રોજગારીની કેડીઓ કંડારી દીઘી છે. જે વાતનું દષ્ટાંત
ગુજરાતની ભૂમિ પર સ્થપાઇ ચુકેલા અને સ્થપાનાર દેશ અને દુનિયાની મોખરાની કંપનીઓના પ્લાન્ટ છે. આવનારા ભવિષ્યમાં ઉભી થનારી રોજગારી ક્ષેત્રની
તકોને પહોંચી વળવા માટે રાજય સરકારે રાજયમાં નવા નવા અભ્યાસક્રમો શરૂ પણ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત થકી રાજય સરકારે ૧૬ હજાર કરોડના
શિક્ષણને લગતાં એમ.ઓ.યુ કર્યા છે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય
શ્રી જે.બી.દવેએ ગૌરવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં આપણી એક માત્ર એવી કોલેજ છે કે જયાં
ઇએમઇ ઇન બાયો મેડિકલનો અભ્યાસ ક્રમ ચાલે છે. તે સિવાય અનેક એન્જિનિયરીંગ અભ્યાસ ક્રમો ચાલી રહયાં છે. તેમજ સમગ્ર કોલેજ આઘુનિક સુવિઘાઓથી સજ્જ છે.
કોલેજના વિઘાર્થી પ્રતિનિઘિ
શ્રી હિતેષ ચૌહાણએ જણાવ્યું હતું કે, આપણે સૌ ગુજરાતમાં ઉત્તમ શિક્ષણ મેળવીએ છીએ, ત્યારબાદ દેશ કે રાજયનું ઋણ અદા કરવાની જગ્યાએ
વિદેશમાં જતા રહી છીએ.
તે વાત દુ:ખની છે. આપણે દેશ કે રાજયમાં રહીને જ આપણું કાર્ય કરવું જોઇએ. જેના થકી વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઉજાગર કરનાર
રાજયના મુખ્ય મંત્રીશ્રીને શકિત મળશે. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે આજે
જેમ વિદેશ જવા થનગનતો યુવાઘન અંગ્રેજી ભાષા શીખવા કલાસમાં જાય છે. તેના બદલે વિદેશથી લોકો આપણી માતૃભાષા
ગુજરાતીને શીખવા આવવું પડે.
આ પ્રસંગે કોલેજના પ્રો. શ્રી જે.બી.વ્યાસ, પ્રો. શ્રી એચ.આર.દવે, પ્રો. શ્રી એમ.બી. ચૌઘરી સહિત કોલેજના અઘ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહયાં
હતાં.
ગાંઘીનગર ઉડીયા
સમાજ દ્રારા ઉત્કલ દિવસની ઉજવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ
વ્યાસના અઘ્યક્ષ સ્થાને કરાઇ
ઓરિસ્સાના સ્થાપના દિન તા. ૧લી એપ્રિલને ઉત્કલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ગાંઘીનગર અને તેની આસપાસ રહેતા ઉડીયા
પરિવારનું સંગઠન, ગાંઘીનગર ઉડીયા સમાજ દ્રારા
તા. ૧લી એપ્રિલ-૨૦૧૨ના રોજ ઉત્કલ દિવસની ઉજવણી ઓરિસ્સા અને
ગુજરાતની ઝલક આપતાં વૈવિઘ્યપુર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ફન વર્લ્ડ, ગાંઘીનગર ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી
જયનારાયણભાઇ વ્યાસ ઉપસ્થિતિ રહયાં હતાં.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર
કલ્યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, ઓરિસ્સા એ દેશમાં ભાષાના આઘાર પર ઉદભવેલ પ્રથમ રાજય બન્યું
હતું. ઓરિસ્સા રાજયની હીરક જયંતિ
અને ગુજરાત રાજયની સુવર્ણ જયંતિ સાથે ઉજવવાનો મહત્વનો સંયોગ પણ બન્યો હતો. ઓરિસ્સા અને ગુજરાત બન્ને રાજય દેશના પૂર્વ તથા
પશ્વિમના રાજયો છે,
તેમ છતાં બન્ને રાજયની ઘાર્મિક સામ્યતા એકબીજા સાથે ગાઢ રીતે સંકાળાયેલ છે. ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, આવી જ રથયાત્રા એક સદીથી વઘુ સમય પહેલાથી અમદાવાદમાં
નીકળે છે. તેમજ ઓરિસ્સામાં અશોક ચક્ર
છે, તેવું જ ચક્ર ગુજરાતના રાજયના
જૂનાગઢમાં છે. મોઢેરામાં આવેલા સૂર્ય મંદિર
જેવું જ ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે. એકબીજા સાથે ગાઢ બનતી ઘાર્મિક સામ્યતા થકી ઓરિસ્સા
અને ગુજરાતની પ્રજાની વિચારઘારા પણ એક સરખી છે. જેના પરિણામે આજે પારસીઓ દૂઘમાં સાકર ભળે તેમ ભળી
ગયા છે. તેમ ઉડિયા સમાજના લોકો
ગુજરાતમાં ભળી ગયા છે.
આજે ઉડિયા સમાજની મોટી સંખ્યાના લોકો રાજયમાં સુરત, અમદાવાદ, મહેસાણા અને ગાંઘીનગરમાં વસી રહયાં છે. ગુજરાતને કર્મભૂમિ બનાવાનાર ઉડિયા સમાજના લોકો પણ
ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ઘપાવવા માટે હમેંશા ગુજરાતીઓની સાથે ખંભેખભા મિલાવી
રહયાં છે.
આ પ્રસંગે નર્મદા વોટર
રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર
વિભાગના અગ્ર સચિવ શ્રી એચ.કે.દાસે ઓરિસ્સા રાજયના ઇતિહાસ સહિત અન્ય રસપ્રદ વાતો
કરી હતી. ગુજરાતની ઘરા પર જ જન્મ લેનાર
ઉડિયા સમાજના યુવાનો અને બાળકોને પોતાના માદરે વતની મહેકનો અનેરો અનુભવ કરાવ્યો
હતો.
આ પ્રસંગે માન. મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જી.એસ.મુર્મુ, ઉડીયા સમાજના પ્રમુખ શ્રી એસ.કે મિશ્રા, સમાજના મહામંત્રી શ્રી ર્ડા. નરોત્તમ સાહુ, શ્રીમતી લીના દાસ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહયાં હતાં.
સમાજના ઘડતરમાં શિક્ષણ અને શિક્ષકનું
અગત્યનું સ્થાન છે.
શિક્ષણ રાજયમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની
પ્રાથમિક શાળાના શિક્ષકની નિવૃતિનો કાર્યક્રમ શિક્ષણમંત્રી શ્રી જયસિંહ ચૌહાણના
અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
સમારંભના અધ્યક્ષસ્થાનેથી શિક્ષકની
ઉમદા પ્રવૃતિ વિશે વાત કરતા શિક્ષણમંત્રી
શ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સમાજના ઘડતરમાં શિક્ષણ અને શિક્ષકનું અગત્યનું
સ્થાન છે. ગરીબ કે અમીર પરીવારના સંતાનનો ભેદભાવ રાખ્યા વિના શિક્ષક પોતાની
શિક્ષણની પ્રવૃતિથી સમાજમાં સમરસતા પ્રસરાવવાનું કામ કરે છે. શિક્ષક વયથી નિવૃત
બન્યા પછી પણ પ્રવૃતિમય બની રહે છે. એમ તેમણે તલોદ પ્રાથમિક શાળામાં સેવા આપી વય
નિવૃત થનાર નયનાબેન ગાંધીને શુભકામના પાઠવી હતી.
મંત્રીશ્રીએ રાજયના શિક્ષણક્ષેત્રે થયેલા
આમૂલ પરીવર્તનની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે રાજયમાં અગાઉ શિક્ષણ માટે
જેટલા નાંણા ખર્ચવામાં આવતા હતા તેના કરતા ત્રણગણા નાંણા માત્ર શિક્ષણ પાછળ
ખર્ચવામાં આવે છે. જેનાથી આજના બાળકોને ગુણવતા સભર શિક્ષણ મળી રહયુ છે એમ તેમણે
વધુમાં જણાવ્યું હતું
આ પ્રસંગે તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ
બંસીધરભાઇ મહેતા અને નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેને પ્રસંગોચિત ઉદ્રબોધન કર્ય હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રીશ્રીના
હસ્તે શાલ ઓઢાડી નયનાબેન ગાંધીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યશ્રીઓ,
શિક્ષણ વિભાગના કર્મચારીઓ, નગરજનો વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
હિંમતનગર ખાતે ગુજકેટની
પરીક્ષા અંગે આયોજન ૮,૭૧૮ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી
ડિગ્રી એન્જીનીયરીંગ ડિપ્લોમા, ફાર્મસી તથા તબીબી (મેડીકલ) પ્રવાહમાં પ્રવેશ માટે
ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં
આવેછે. આ વર્ષે આગામી તા.૫/૪/૨૦૧૨ ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ૧૮
જેટલા કેન્દ્રો પરથી ગુજકેટની પરીક્ષા યોજાશે.
હિંમતનગર ખાતે યોજાનાર
ગુજકેટની પરીક્ષામાં ૮,૭૧૮વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેમાં સવારે ૧૦ થી ૧૨ વાગે
ફિઝીકસ અને કેમેસ્ટ્રી,
બપોરે ૧૩ થી ૧૪ વાગે બાયોલોજી અને સાંજે ૧૫થી ૧૬ વાગે ગણિતના વિષયની પરીક્ષા
લેવામાં આવશે.ફિઝીકસ અને કેમેસ્ટ્રીના પેપરમાં ૪,૪૭૫ પરીક્ષાર્થીઓ, બાયોલોજીમાં ૧૯૬૮તથા ગણિતના
વિષયમાં ૨૨૭૫ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષાના સુચારૂ
સંચાલન માટે પરીક્ષા કેન્દ્રોની ચારેબાજુ ૨૦૦ મીટરના વિસ્તારમાં ૧૪૪ ની કલમ લાગુ
કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં બોર્ડની અધિકૃત રિસીપ્ટ ધરાવતા પરીક્ષાર્થીને
જ પ્રવેશ મળશે. પરીક્ષા ખંડમાં કોઇપણ જાતનું પાઠય પુસ્તક, અન્ય સંદર્ભ સાહિત્ય, સ્લાઇડ રૂલ્સ, લોગ ટેબલ, કોઇપણ જાતનું લખાણ,ચિઠ્ઠીઓ, મોબાઇલ ફોન, પેજર, અન્ય વિજાણુ ઉપકરણો કે
સાહિત્ય લઇ જઇ શકશે નહીં. તેમ જિલ્લા શિક્ષણ કચેરીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો