શહેરમાં રૂા. ૧૩૦ કરોડના ખર્ચે અદાલત સંકુલનું બાંધકામ અમલીકરણના માર્ગે
વડોદરા
અગ્ર જિલ્લા અને સત્ર ન્યાયધીશ શ્રી કે.કે.ભટૃે
સાવલી ખાતે રવિવારે વડીયા રોડ પર આઈ.ટી.આઈ. પાસે દિવાની અદાલતની નવી ઈમારતના રૂા.
૩.૪૫ કરોડથી વધુ રકમના ખર્ચે થનારા નિર્માણના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.આ
પ્રસંગે તેમણે ધારાશાસ્ત્રીઓને પર્યાવરણ રક્ષક બનવાનો અનુરોધ કરવાની સાથે, નવી ઈમારતાને ગ્રીન
બિલ્ડિંગ બનાવવા વૃક્ષારોપણ અને ઉછેરની કામગીરીમાં જોડાવા ખાસ ભલામણ કરી
હતી.સાવલી વકીલ મંડળના સદસ્યોએ પણ કમ્પાઉન્ડ વોલની સાથે સાથે વૃક્ષારોપણ યોજવાની
ખાતરી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક
ઈજનેરશ્રી કે.કે.પટેલે વડોદરા શહેરમાં રૂા. ૧૩૦ કરોડના ખર્ચે અદાલત સંકુલ (કોર્ટ કોમ્પલેકસ)ના
નિર્માણ આયોજનના અમલીકરણના ભાગરૂપે ઈજારાદારની પસંદગી અને ટેન્ડર પ્રક્રિયાની
વિગતવાર માહિતી આપી હતી.
સાવલીના પ્રાંત અધિકારીશ્રી એમ.એસ.ગોહિલે એક
સંવાદમાં જણાવ્યુ હતું કે દિવાની અદાલત જે જગ્યાએ બંધાવાની છે તેની પાસે જ અંદાજે રૂા.
૭ કરોડના ખર્ચે સુવિધા સંપન્ન તાલુકા સેવા સદનનું બાંધકામ ચાલુ છે. એટીવીટી
હેઠળ આ સેવાસદન ખાતે તાલુકા મથકની ચાવીરૂપ સરકારી કચેરીઓ એકજ છત્ર હેઠળ કાર્યરત
બનતા તાલુકાના નગરજનોને એકજ સ્થળે મોટાભાગના સરકારી કચેરીઓના કામો કરી શકવાની
સુવિધા મળશે અને વડીયા રોડ વિકાસનું કેન્દ્ર બનશે. આમ, એક જ વર્ષમાં સાવલીને
અંદાજે રૂા. ૧૧ કરોડથી વધુ રકમના ખર્ચે સરકારી કચેરીઓ માટે બે સુવિધા
સંપન્ન ઈમારતોની ભેટ મળશે.
ઉલ્લેખનીય છે કે નવી દિવાની અદાલતનું બાંધકામ
૨૦૪૧.૫૭ ચોરસ ફૂટની પ્લીન્થ પર ૧૮૯૨.૩૧ ચોરસ ફૂટના કાર્પેટ એરીયામાં કરવામાં આવશે.
આ ઈમારતમાં વરસાદી પાણીના ભૂગર્ભ ભંડારણની જોગવાઈ બાંધકામમાં જ કરવામાં આવી
છે. કમ્પાઉન્ડ દિવાલની સાથે સાથે નિર્માણ કાર્યની સાથે જ વૃક્ષ ઉછેર કરવાની સૂચના
આપવામાં આવી છે. આ ઈમારતના નિર્માણથી અદાલતની કામગીરીમાં મોકળાશ આવશે. નિર્માણમાં
કમ્પાઉન્ડ વોલ સંકુલમાં સીસી રોડ અને પાર્કિંગનો પણ સમાવેશ થાય છે.
સાવલી તાલુકા મથકના ન્યાયાધિશશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રી
કે.ડી.પટેલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલશ્રી નારાયણભાઈ શાહ, બાર કાઉન્સિલર ઓફ ગુજરાતના પૂર્વ અધ્યક્ષશ્રી
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા વકીલ મંડળના અધ્યક્ષશ્રી નલીનભાઈ પટેલ, સાવલી વકીલ મંડળના પદાધિકારીઓ અને સદસ્યો તેમજ
અદાલતી કર્મચારી પરિવાર અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સદસ્ય
જસ્ટીસ બી.સી.પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સદસ્ય જસ્ટીસ
બી.સી.પટેલ આવતીકાલ મંગળવાર તા. ૩/૦૪/૨૦૧૨ના રોજ શહેરની મુલાકાત લેશે.
તેમની ઉપસ્થિતિમાં બપોરના ૩.૦૦ કલાકે જીએએફસીના તાલીમ સેન્ટર ખાતે ચાઈલ્ડ
લેબર પ્રોજેકટ અંગે એક પરિસંવાદ રાખવામાં આવ્યો છે.તેઓશ્રી જિલ્લા પ્રશાસનના
સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે તેમ નાયબ શ્રમ આયુકત શ્રી કે.ઓ.શાહ દ્વારા
જણાવાયું છે.
હાઈકોર્ટમાં મહાવીર જયંતિના દિવસે વધારાની
રજા જાહેર
રાજયની વડી અદાલતમાં તા ૫, એપિ્રલ,૨૦૧૨ને ગુરુવારના દિને
મહાવીર જયંતીની વધારાની રજા જાહેર કરવામાં આવી છે. રાજયની હાઈકોર્ટ અને તેને
સંલગ્ન કચેરીઓમાં આ રજા જાહેર કરવામાં આવી છે. તેની સામે તા. ૧૬ જૂન,૨૦૧૨ને શનિવારના રોજ
હાઈકોર્ટ અને સંલગ્ન કચેરીઓમાં અદાલતનું કામકાજ ચાલુ રહેશે. તેમ રજિસ્ટ્રાર જનરલની
યાદીમાં જણાવાયું છે.
વર્તમાન રાજય સરકાર
માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા સંકલ્પબધ્ધ છે -ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાકેશ રાવ
છેવાડાના માનવીના
સર્વાંગી વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે -મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા
નવનિર્મિત
બાલાસિનોર મામલતદાર કચેરીનું લોકાર્પણ
વર્તમાન રાજય સરકાર માળખાકીય સુવિધાઓમાં ઉમેરો કરી પ્રજાકીય વિકાસના કામો
ઝડપભેર ઉપલબ્ધ કરવા સંકલ્પબધ્ધ છે. તેમ ખેડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઇ
રાવએ જણાવ્યું હતું.
ખેડા જિલ્લા ના બાલાસિનોર ખાતે અંદાજીત રૂા.૨૦૪.૫૨ લાખના ખર્ચે નવનિર્મિત
મામલતદાર કચેરીના નવીન મકાનનું લોકાર્પણ કરતાં શ્રી રાકેશભાઇ રાવએ જણાવ્યું છે.
વૈશ્વિક કક્ષાની સિધ્ધિઓ હાંસલ કરવાની સાથે સાથે ગુજરાત સરકારે ગામડાઓના વિકાસ પર
પણ પૂરતું લક્ષ આપ્યું છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે આપણો
તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ ગ્રામીણ પ્રજા અપેક્ષાઓ પૂર્ણ કરવાનું
શ્રેષ્ઠ માધ્યમ સિધ્ધ થઇ રહયો છે.
શ્રી રાવએ ઉમેર્યું હતું કે વિકાસની યોજનાઓ રાજયથી તાલુકા સુધી આવે તેને બદલે
અગાઉ કયારેય વિચારાયું નહોતું તેવી પધ્ધતિથી સ્થાનિક કક્ષાએથી રાજય કક્ષાએ જતી
વિકાસ યોજનાઓએ ગામડાઓની કાયા પલટમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નવીન મકાનમાં
મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરી તથા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમાવેશ થતો હોઇ ત્રણેય કચેરી એકજ
જગ્યાએ કાર્યરત થતાં આમ પ્રજાએ ખૂબજ સારી સવલત પ્રાપ્ત થશે.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન
અંકોલીયાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ ક્ષેત્રે ગુજરાત
સમગ્ર દેશમાં મોખરે છે. અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતનો વિકાસ નેત્રદિપક હોવાનું
શ્રીમતી અંકોલીયાએ ઉમેર્યું હતું. રાજય સરકારે રાજયની શહેરમાં વસતી બહેનોની સાથે
સાથે ગ્રામ્ય કક્ષાની બહેનોને પણ પગભર ઉભી કરવા સખીમંડળોના માધ્યમથી આર્થિક સહાય
પૂરી પાડી છે. જેના કારણે ગામડાઓના આર્થિક વિકાસમાં બહેનોનું યોગદાન નોંધપાત્ર
રહયું છે.
આ સમારોહમાં ખેડા જિલ્લા કલેકટરશ્રી એમ.વી.પારગીએ સ્વાગત પ્રવચન કરી જિલ્લા
વહીવટીતંત્ર દ્વારા હંમેશા સામાન્ય નાગરિકને પણ ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ
દોહરાવ્યો હતો. જયારે બાલાસિનોર પ્રાન્ત અધિકારીશ્રી ડામોરએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ગોધરાના સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, કઠલાલના ધારાસભ્ય સર્વશ્રી કનુભાઇ ડાભી, માનસિંહ ચૌહાણ, અગ્રણી સર્વશ્રી
બિમલભાઇ શાહ, રાજેશભાઇ પાઠક, નયનાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી એમ.વી.પારગી તેમજ પદાધિકારીઓ/અધિકારીઓ અને મોટી સંખ્યામાં
નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
રાજ્યના દરેક તાલુકાઓમાં ન્યાય અદાલતો સરકારશ્રીનો અભિગમ - ડિસ્ટ્રીકટ એન્ડ સેશન જ્જ ર્ડા.કે.જે.ઠાકર
કઠલાલ ખાતે નવનિર્મિત પૂર્ણ સમયના ન્યાય અદાલતનું ઉદ્ધાટન
રાજ્યમાં ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે રાજ્યના દરેક તાલુકા મથકે ન્યાય અદાલતો શરૂ કરવાનો રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે. રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીને સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તે માટે સરકારના પ્રયાસો આવકારદાયક છે. તેમ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે નવનિર્મિત પૂર્ણ સમયના ન્યાય અદાલતનું દિપ પ્રગટાવી ઉદ્દધાટન કરતાં ખેડા જિલ્લાના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન જ્જ ર્ડા. કે.જે.ઠાકરએ જણાવ્યું હતું.
તેઓશ્રીએ જણાવ્યું કે કઠલાલ તાલુકાની રચના થયાના ૫૫ વર્ષ બાદ ન્યાય અદાલત શરૂ કરવામાં આવી છે. તેમાં કઠલાલની પ્રજા, વહીવટીતંત્ર અને ધારાશાસ્ત્રીશ્રીઓનો સહિયારો પ્રયાસ રહેલો છે.
અતિથિવિશેષપદેથી ઉદ્બોધન કરતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.એસ.મુલીયાએ જણાવ્યું કે ઝડપી અને સરળ ન્યાય માટે તાલુકા કક્ષાએ ન્યાય અદાલતો શરૂ કરવામાં આવી તે આવકારદાયક છે. જેનાથી અસીલો અને ધારાશાસ્ત્રીઓના સમય અને નાણાંની બચત થશે.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઇ રાવએ જણાવ્યું કે નવી અદાલત શરૂ થવાથી કઠલાલની પ્રજાના ન્યાય અંગેના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થશે. અસીલોને ઓછામાં ઓછી તકલીફો પડે અને ગરીબો અને છેવાડાની વ્યક્તિઓને ઝડપી ન્યાય મળી રહે તે માટે ધારાશાસ્ત્રીઓએ પ્રતિબધ્ધ થવું પડશે. ન્યાય અદાલતોમાં પ્રજાએ ઓછામાં ઓછું આવવું પડે તેવા સહિયારા પ્રયાસો કરવા જોઇએ તેમશ્રી રાવએ જણાવ્યું હતું.
આ પ્રસંગે કઠલાલ મત વિસ્તારના ધારાસભ્યશ્રી કનુભાઇ ડાભી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપ સાંગલે, કપડવંજ કોર્ટના સિવિલ જ્જ શ્રી જે.એમ.ચૌહાણ, નવનિયુક્ત કઠલાલ કોર્ટના જ્જશ્રી બી.કે.જાદવ, અગ્રણી સરકારી વકીલશ્રી પરેશ ધોરા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
સમારંભની શરૂઆતમાં પિ્રન્સીપલ સિવિલ એન્ડ સેશન જ્જ ર્ડા. કે.જે.ઠાકર અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. જ્યારે કઠલાલના વતની અને ધારાશાસ્ત્રી શ્રી ડી.એમ.પટેલએ સ્વાગત પ્રવચનમાં અદાલતના મકાનમાં રહેલ ભૌતિક સુવિધાઓની રૂપરેખા આપી જણાવ્યું કે સુવિધાયુક્ત આ ન્યાય અદાલતમાં કુલ - ૪ રૂમો ઉપરાંત વકીલશ્રીઓ અને અસીલો માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અંતમાં આભારવિધિ કઠલાલ બાર એસોશીએશનના પ્રમુખશ્રી બી.આર.મિસ્ત્રીએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીશ્રી બિમલભાઇ શાહ, કપડવંજ, કઠલાલ અને મહુધાના ધારાશાસ્ત્રીઓ, હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ જળ દિન સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે
જિલ્લાના વિવિધ ગામોમાં રેલી યોજાઇ
વિશ્વ જળ દિન સપ્તાહની ઉજવણીનાં ભાગ રુપે વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ
ઓર્ગેનાઇઝેશન-વાસ્મો ખેડાની કચેરી દ્વારા તાજેતરમાં જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં
બાળકો સાથે મળી પાણી અને સ્વચ્છતા બાબતે ગામડાઓમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં
આવેલ હતું. જેમાં બાલાશિનોર તાલુકાની રામાના મુવાડા,હાંડિયા, કપડવંજ તાલુકાની ચંન્દ્રનગર, બામણીયાલાટ, કાશીપુરા, મહાદેવપુરા, વિરપુર તાલુકાની
રણજીતપુરા, જાંબુડી, ખરોડ, ઠાસરા તાલુકાની ડુંગરીપુરા તથા મહુધા તાલુકાની મંગળપુરા અને ડડુસર સાથે અનેક
ગામની પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.
શાળા પરિવાર અને સ્થાનિક પાણી સમિતિનાં પરામર્શમાં રહી યોજાયેલ આ રેલીઓમાં
શાળાનાં બાળકોનાં માઘ્યમથી વિશ્વ જળ દિનની મહત્વતા અને પાણી-સ્વચ્છતા બાબતે લોક
જાગૃતિ કેળવાય તે માટે જનસંપર્ક કરી સૂત્રોચ્ચાર, પોસ્ટર નિદર્શન, પેમ્પલેટ વિતરણ વગેરે કરવામાં આવ્યાં હતા.
વિશ્વ જળ દિન સપ્તાહની ઉજવણીનાં ભાગ રુપે વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ
ઓર્ગેનાઇઝેશન-વાસ્મો ખેડાની કચેરી ઘ્વારા અમલી સેકટર રિફોર્મ (રાજય) પાણી પુરવઠા
યોજના અન્વયે જીલ્લાની ૨૪ ગ્રામ્ય પાણી સમિતિએ પોતાનાં ગામની મરામત નિભાવણી માટે
પાણીવેરો એકઠો કરવાની નિર્ધાર કરેલ હતો. આ શિબિરમાં પાણી સમિતિઓએ લોકભાગીદારીને અપનાવી પોતાના ગામોમાં પીવાનાં પાણીની યોજના માટે
કરેલ કામોની સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે વાસ્મોનાં માઘ્યમથી હાજર દરેક પાણી
સમિતિનાં સભ્યોએ વિશ્વ જળ દિનને ઘ્યાનમાં રાખી અતિ મહત્વનાં સાત જળ સંકલ્પો લીધા
હતા.
ખેડા જિલ્લાની સંકલન/ફરિયાદ સમિતિની બેઠક તાઃ૨૧મી એપિ્રલના રોજ યોજાશે
ખેડા જિલ્લા સંકલન/ફરિયાદ સમિતિની ભાગ-૧ની બેઠક
તા.૨૧ એપ્રિલ,૨૦૧૨ના રોજ શનિવારના રોજ
૧૪.૦૦ કલાકે કલેકટર કચેરી, નડીઆદના સભાખંડમાં રાખવામાં આવેલ છે. સંબંધિતોએ બેઠકમાં સમયસર અવશ્ય હાજર
રહેવા કલેકટરશ્રી, નડીઆદની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો