અનુયાયીઓ

બુધવાર, 2 નવેમ્બર, 2011

રાજકોટ જિલ્‍લાના ચાર તાલુકાઓમાં ગરીબ કલ્‍યાણ મેળા યોજાશે આશરે ૧૭૧૬૮ લાભાર્થીઓને રૂ. ૧૪૨૦.રપ લાખના સાધન સહાયનું હાથોહાથ થનારૂ વિતરણ


રાજકોટ  -  સમગ્ર રાજયમાં તા. ૩જી નવેમ્‍બર-૨૦૧૧થી તાલુકા ગરીબ કલ્‍યાણ મેળા શરૂ થનાર છે. જે અંતર્ગત રાજકોટ જિલ્‍લામાં તા. ૩જીએ લોધીકા ખાતે કુમાર શાળામાં અંદાજે રર૩૬ લક્ષિત લાભાર્થીઓને રૂ. ૧૨૦.૬૦ લાખના સાધન સહાય અર્પણ થશે. તેવી જ રીતે તા. ૪ નવે.ના રોજ નવા માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ખાતે ૬૧૦૪ લાભાર્થીઓને રૂ. ૩૦૩ લાખ અને તેજ દિવસે માળીયા મીંયાણા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ર૬૪૦ લાભાર્થીને રૂ. ર૫૬ લાખ તેમજ તા. પમી નવેમ્‍બરના રોજ મોરબીના જેન્‍યુઇન સીરામીક બેલા ખાતે ૬૧૮૮ લાભાર્થીઓ ને રૂ. ૭૪૦.૬૫ લાખના સાધન સહાય મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવશે.
 જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર આ કામગીરી સફળતા પુર્વક પાર પાડવા મહેનત કરી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી: