રાજકોટ :ગુજરાતની વિકાસ યાત્રાની ગતિને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા છેક ગ્રામ્ય સ્તર સુધી વિકાસનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા ચલો તાલુકે અભિયાનથી સાર્થક કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પડધરી, ટંકારા અને જસદણ ખાતે ચલો તાલુકે કાર્યક્રમ કૃષિ અને જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
આગામી તા. ર૬/૮ થી તા. ર૮/૮/૧૧ ના ત્રણ દિવસ દરમીયાન સવારના ૯-૦૦ કલાકે યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમ અંતર્ગત તા. ર૬ને શુક્રવારે પડધરી તાલુકાના ખામટા કન્યાશાળા ખાતે, તા. ર૭ને શનીવારે ટંકારા ખાતેની ઓરપાટ કન્યા વિદ્યાલય તથા તા. ર૮ના જસદણ નવા માર્કેટીંગ યાર્ડના ખેડુત સભા હોલમાં યોજાશે.
ચલો તાલુકેના ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. રાજેન્દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્યાય તેમજ જિલ્લાની જુદી જુદી કચેરીઓના જિલ્લાના વરિષ્ઠ અધીકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાન બનાવાતી મૂર્તિઓમાં કેમીકલયુકત રંગો અને પ્લાસ્ટર ઓફ પેરિસ વાપરી શકાશે નહિ
રાજકોટ રાજકોટ શહેરમાં દર વર્ષે ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ ધાર્મિક રીત-રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ મૂર્તિઓની ખોખડદડ ન્યારી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્યારી ડેમ, તથા અન્ય તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. પ્લાટર ઓફ પેરીસની મૂર્તિઓની બનાવટમાં કેમીકલ યુક્ત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓને નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે જે(પી.ઓ.પી.) મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલીઓ વિગેરેનું મૃત્યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. જે બાબતોને ધ્યાન રાખી રાજકોટ શહેર તથા સેવાભાવી સંસ્થાઓ સાથે મળી ખોખડદડ નદી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્યારી ડેમ વિગેરે તળાવોનું શુધ્ધિ કરણ તથા પર્યાવરણની જાળવણીના અભીયાનને વેગ આપવા સહભાગી થયેલ છે.
જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર હેઠળના સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમ્યાન દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી તા. રપ/૮/૧૧ થી તા. ૧૫/૯/૧૧ના કલાક ર૪-૦૦ સુધી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધક ફરમાવ્યો છે.
મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી)નો ઉપયોગ કરવો નહિ, મૂર્તિઓની બનાવટમાં મૂર્તીઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગ નો જ ઉપયોગ કરવો જેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહીં, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુ ને બાધ આપવામાં આવે છે, મૂર્તિઓની ઉંચાઇ બેઠક સહિત ૯ ફુટ કરતા વધારે હોવી જોઇએ નહિ, મૂર્તિકારો જે જગ્યાએ બનાવે છે તે જગ્યા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં, મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહીં, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં, રાજકોટ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકાર/વેપારીઓને પણ આ નીયમો લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લધંન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦નીકલમ ૧૮૮ હેઠળ બીન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
તરણેતર મેળાના ઘનિષ્ઠ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી
સુરેન્દ્રનગર,
-સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૩૧ મી ઓગષ્ટ થી તા. ૩, સપ્ટેમ્બર-૨૦૧૧ સુધી યોજાશે. આ મેળાના વિશેષ આયોજન સંદર્ભે તા. ૨૩, ઓગષ્ટના રોજ તરણેતર ગ્રામ પંચાયત ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી પ્રદિપ શાહના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા- વિચારણા કરતા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીશ્રીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. આ લોકમેળા દરમિયાન કોઇપણ જાતનો અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સંબંધિત અધિકારી- કર્મચારીઓએ પણ સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે.
તેમણે આ તકે તરણેતરને જોડતા રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્પિકસ, પશુમેળો, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા, પ્રદર્શન સ્ટોલ વગેરે સંદર્ભે રચાયેલી વિવિધ કમિટીની કામગીરીની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ, નિવાસી અધિક કલેકટરશ્રી એમ. બી. પટેલ, તરણેતર સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અગ્રણીશ્રી રામકુભાઇ ખાચર સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયાં હતા.
લાઠી તાલુકામાં તા.૩૧/૦૮/૨૦૧૧ પહેલા બોગસ રેશનકાર્ડ જમા કરાવવાના રહેશે
અમરેલી
નવા બારકોડેડ રેશનકાર્ડ માટેના ફોર્મ ભરેલ વ્યક્તિઓ હાલ લાઠી તાલુકામાં રહેતા ન હોય, મતદાર યાદીમાં નામ ધરાવતા ન હોય અથવા કાર્ડધારકનું રેશનકાર્ડ નજીકના સગા-સંબંધીઓ રાખી રેશનકાર્ડનો જથ્થો અનઅધિકૃત રીતે મેળવતાં હોય અથવા તો કોઇ દુકાનદાર આવા રેશનકાર્ડનો જથ્થો રેકર્ડ પર ખતવી બિનકાયદેસર નિકાલ કરતાં હોય તેવા બોગસ રેશનકાર્ડ આગામી તા.૩૧/૦૮/૧૧ પહેલા જાહેર રજાના દિવસો સિવાય લાઠી મામલતદાર કચેરી-પુરવઠા શાખામાં જમા કરાવવાના રહેશે. જો બોગસ રેશનકાર્ડ જમા નહિ કરાવવામાં આવે તો દોષિત વ્યક્તિ/ઇસમ/દુકાનદાર પર નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મામલતદાર-લાઠીની યાદીમાં જણાવાયુ છે.
બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી કરવા અંગે
અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.
આ કેન્દ્રમાં માનદ વેતનથી સંચાલકની જગ્યા ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી, મધ્યાહન ભોજન યોજના-અમરેલી અથવા મામલતદાર કચેરી-બગસરા ખાતેથી નિયત ફી ભરી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૦૫/૦૯/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ મામલતદારશ્રી-બગસરાને પહોંચાડવાનું રહેશે. અરજીપત્રક સાથે રહેઠાણના આધાર અંગે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે.
અરજી કરનાર ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની વય ધરાવતાં હોવા જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે.
ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્થળે બોલાવવામાં આવે તે સમયે અને સ્થળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-બગસરાની યાદીમાં જણાવાયું છે.
રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી માટે યોજાનાર પૂર્વતાલીમ વર્ગો
ખાંભા તથા લાઠી તાલુકાના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ ઉપસ્થિત રહેવું
અમરેલી
રોજગાર કચેરી-અમરેલી દ્વારા ભાવનગર ખાતેના લશ્કરી ભરતી મેળામાં જવા ઇચ્છતાં યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વેનો તાલીમ વર્ગ શરૂ થનાર છે. આથી તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારોએ શારીરિક ક્ષમતાની ચકાસણી-પ્રિસ્ક્રુટીની માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત લશ્કરી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા ખાંભા અને લાઠી તાલુકાના ઉમેદવારોએ શારીરિક ચકાસણી-પ્રિસ્ક્રુટીની કેમ્પમાં ભાગ લેવા અંગેના સંમતિપત્રક માટે તા.૨૬/૦૮ના રોજ મામલતદાર કચેરી-ખાંભા અને તા.૨૯/૦૮ના રોજ મામલતદાર કચેરી-લાઠી ખાતે રોજગાર કચેરીના પ્રતિનિધિનો રૂબરૂમાં સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પ્રવાસે
અમરેલી
રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૨૫ના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૨૫-૦૮-૧૧ ના રોજ ૧૪.૩૦ કલાકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે બેઠક અને ૧૫-૩૦ કલાકે રોકડીયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને દફતર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મુન્દ્રા-ભુજ રોડ ઉપર માર્ગ મરામતને કારણે ડાયવર્ઝન
ભુજ, મુન્દ્રા-ભુજ રોડ ઉપર ભારાપર, બળદીયા, અને કેરા ગામમાંથી પસાર થતા રસ્તામાં સી.સી.રોડની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી અવર-જવર કરતા વાહનોનું નિયમન આવશ્યક લાગતા અધિક કલેકટરશ્રી સી.પી.નેમાએ જાહેરનામું બહાર પાડી રોડનું કામ ચાલે ત્યાં સુધી ૨૦મી ઓકટો અથવા તો તે પહેલાં જે વહેલું હોય તે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનમાં જાહેરનામા મુજબ ભુજ તરફથી આવતા વાહનો ભારાપર, બળદીયા, ગંગાજી નારાણપર કેરા થઇ મુન્દ્રા જશે જયારે મુન્દ્રા તરફથી આવતા વાહનો કેરા, નારાણપર ગંગાજી બળદીયા ભારાપર થઇ ભુજ જશે.
સુવર્ણપ્રાસના ટીપા પીવડાવાશે
ભુજ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સરપટ ગેટ, ભુજ ખાતે તા.૨૭/૮/૧૧ શનિવાર (પુષ્પ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.
રાજય રમતગમત મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ
ભુજ, ગુજરાતના રાજયકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ૨૬મીએ શુક્રવારે સવારે ૯ વાગે ગાંધીધામ ખાતે ઈફકો હોલ, ઉદયનગર મુકામે યોજાનારા ચલો તાલુકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો