અહીના એસ ટી વર્કશોપ મા વૃક્ષારોપણ નું લોકોપયોગી અને પર્યાવરણ લક્ષી કાર્ય કરવામાં આવ્યું.આ શુભ પ્રસંગે ડેપો મેનેજર મિલનભાઈ
વાઢેર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું
.લાયન્સ ક્લબ ના બેનર હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય MYM ફાઉન્ડેસન ના સ્થાપક અને
શ્રી મોટી હવેલી જેતપુર ના યુવા વૈષ્ણવાચાર્ય અને શુદ્ધ પર્યાવરણ ના આગ્રહી પરમ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંક રાયજી ના શ્રી હસ્તે કરવા મા આવેલું.તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો એ પૃથ્વી ના ફેફસા છે,જેમ મનુષ્ય ના ફેફસા શ્વાશોશ્વાસ ની પ્રક્રિયા માટે મહત્વ ના છે તેમ વૃક્ષો ધરતી ને માટે મહત્વ ના છે.વૃક્ષો વાવી ને તેનું પહેલે થી છેલ્લે સુધી જતન કરવું જોઈએ.વૃક્ષો હશે તો પર્યાવરણ પણ શુદ્ધ અને પવિત્ર બનશે,આયુર્વેદિક ની તમામ દવાઓ મા વનસ્પતિ અને વૃક્ષો જ ઉપયોગી બને છે ,માટે દરેક મનુષ્ય એ એક એક વૃક્ષ સમયાંતરે વાવવું જોઈએ અને સાથે સાથે તેનું જતન પણ કરવું જોઈએ. જસુબેન ના જન્મદિવસે આશીર્વાદ પાઠવી તેમને અને સંસ્થા ને જેજેશ્રી એ ખુબ બિરદાવ્યા હતા. પોતાના જન્મદિવસ ની ખુશી વ્યક્ત કરતા જશુબેને કહ્યું કે લાયન્સ ક્લબ દ્વારા આજથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે સભ્ય નો જન્મદિવસ હોય તેમણે તે દિવસે એક વૃક્ષ યોગ્ય સ્થળે વાવવું.જે શરૂઆત મારાથી થઇ રહી છે તેની મને અનહદ ખુશી છે તે માટે એસ ટી વર્કશોપ ના ડેપો મેનેજર મિલનભાઈ એ ઘણી જહેમત ઉઠાવી છે.વધુ મા તેમણે જણાવ્યું હતું કે આપણાં સૌરાષ્ટ્ર મા વૃક્ષો ની વાવની ને બદલે વિચ્છેદન વધારે છે જેને હિસાબે વરસાદ પણ અનિયમિત બને છે ઉપરાંત પ્રદુષણ ને હિસાબે વૃક્ષો ની માત્રા ઘટતી જાંય છે અને ગરમી નું પ્રમાણ વધે છે.લાયન્સ ના ડો.પી.સી.જોશી એ કહ્યું કે દરેક છોડ મા રણછોડ છે એટલે જેમ મા દીકરાનું નાનપણ થી માંડી મોટો થાય ત્યાં સુધી જતન કરે છે તેમ વૃક્ષો ની વાવણી બાદ માવજત કરવી જરૂરી છે. અંત મા લાયન્સ પ્રમુખ અક્ષય ભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહેમાન શ્રીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ જુદા જુદા વૃક્ષો ના છોડવાઓ નારીયેળી સહીત નું વાવેતર પરમ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંક રાયજી તથા જશુબેન ના હસ્તે કરવામાં આવેલું હતું.આ રીતે જન્મદિવસ ની ઉજવણી પર્યાવરણ ને ઉપયોગી બની કરવામાં આવી હતી.
મનીષ ધ્રુવ
સેક્રેટરી
MYM ફાઉન્ડેસન જેતપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો