રાજકોટ
પી.એન.ડી.ટી. એકટની જિલ્લાા સલાહકાર સમિતિની બેઠક ડો. વલ્લઓભભાઇ કથીરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થક શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવાની તથા સ્ટીંવગ ઓપરેશન દ્વારા આવું પરિક્ષણ કરતા ડોકટરોની માહિતી મેળવવાની કાર્યવાહી કડકપણે કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તીહગણત્રીમાં નોંધાયેલા સ્ત્રી -પુરૂષોના અસમાન પ્રમાણનો ઉલ્લેચખ કરી અધ્યસક્ષ ડો. કથીરિયાએ ટંકારા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ વગેરે તાલુકાઓના વિવિધ ગામોમાં સઘન લોકજાગૃતિ કેળવવાના પ્રયાસોને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. અને જાતિ પરિક્ષણ કરતા ડોકટરો સામે કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. જિલ્લાત કલેકટરશ્રી નલિન ઉપધ્યા્યે સમગ્ર જિલ્લાામાં બાળકીઓના જન્મપને ઉત્તેીજન આપવા માટે ‘‘બેટી વધાવો’’ યાત્રાનું આયોજન કરવા અને તેમાં ધારાસભ્યોંને સામેલ કરવાનું સૂચન કર્યું હતું. મોરબીની પ્રભાત હોસ્પિોટલના સીલ કરાયેલા સોનોગ્રાફી મશીનની સ્થ્ળ પર જઇને જાત-તપાસ કરવા અને દંડ પેટે રૂ. ૨૦,૦૦૦ની રકમ ભરી મશીન છોડાવી જવા પ્રભાત હોસ્પિીટલના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવા તેમણે મોરબીના બ્લો્ક હેલ્થમ ઓફિસરને સૂચના આપી હતી,
કલેકટર કચેરી રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ. સંઘવીએ રાજકોટ જિલ્લારમાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટર્સ/ક્લિનિક/હોસ્પિીટલ વગેરે અંગેની વિગતોથી અધ્યોક્ષશ્રીને વાકેફ કર્યા હતા. અને નોંધણી પ્રમાણપત્ર માટે આવેલ જીનેટીક કાઉન્સેેલીંગ સેન્ટીર, જીનેટીક ક્લિનિક અને જીનેટીક લેબોરેટરીની થઇ રહેલી નોંધણી કામગીરીની વિગતો આપી હતી. ગત બેઠકમાં રજૂ થયેલ બાબતોને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટરો, કલીનીક, હોસ્પીટલોના સ્થળ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન આપવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પૂર્વ સાંસદ અને સમિતિના સભ્ય શ્રીમતિ રમાબેન માવાણી, જિલ્લાસ પંચાયતના આરોગ્યશ અધિકારી ડો. ભંડેરી, જિલ્લામ આઇ.ઇ.સી.અધિકારી એમ.એમ.ઝાલા, ગાયનેકોલોજીસ્ટ ડો. એ.યુ.મહેતા, ઇન્ડીરયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડો. કેતન ગોસાઇ, નવજીવન ટ્રસ્ટમના ફાધર થોમસ, રાજકોટ, જેતપુર, જસદણ, વગેરે તાલુકાના બ્લો ક હેલ્થઇ ઓફિસર, અને સમિતિના અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્યય જિલ્લા,માં હથિયારબંધી
રાજકોટ તા. ૨ જુલાઇ - અષાઢી બીજના તહેવાર તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને કરાતા આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતીની જાળવણી માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, દ્વારા રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં તા. ૩૧/૭/૧૧ સુધી હથિયારબંધી ફરમાવવામાં આવી છે.
આ મનાઇહુકમો અન્વજયે શારીરિક ઇજા કરી શકાય તેવા હથિયારો સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં તા. ૩૧/૭/૧૧ સુધી આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.
નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીતલર પોલિસ કબ્જેમ લઇ શકાશે.
રાજકોટ - ગુજરાત રાજયમાં જાહેર જગ્યાેઓ ઉપર બોમ્બો વિસ્ફોમટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્યહ સામાનમાં વિસ્ફોજટક સામગ્રી, રાખી બોમ્બષ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યાનમાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મેક કૃત્યોભને રોકવા શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લાક, રાજકોટ દ્વારા ટીફીન બોકસ કે અન્યય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિિલર વાહનો જાહેર રસ્તાા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યડકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર વિસ્તાનરમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્યી કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલલર વાહનો જાહેર જગ્યા /રસ્તા૦ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યીકતિની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જેક લઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
સાયકલ અને ટુ વ્હીથલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ
રાજકોટ
- આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીશલર વાહનો ઉપર સ્ફોતટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યા ઓમાં બોમ્બઇ બ્લાઓસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યો્ને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થાવ, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્યન વિસ્તાીરમાં સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીથલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોુએ જયારે જયારે આવા સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલલરો વાહનો વેચવામાં આવે ત્યામરે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્યા પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો ખરીદનારાને અવશ્યર બિલ આપવુ અને તેની સ્થયળપ્રત કબ્જાચમાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંકનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યંશ્રી, સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુળટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીસલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિમલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીીન નંબર અવશ્યે લખવો, સાયકલ, સ્કુ ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાતના યુવાનોનું ભાવિ ઉજ્જવળ છે-નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા
ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સેન્ટર ફોર એક્સેલન્સીના નવા બિલ્ડિંગનું
ઉદ્દઘાટનઃ સૌરાષ્ટ્રમમાં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે
રાજકોટ
ગોંડલ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂ.૮૩.૧૨ લાખના ખર્ચથી નવનિર્મિત સેન્ટર ફોર એક્સેલન્સીની ઇમારતનું ઉદ્દઘાટન કરતા રાજ્યના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોનું ભાવિ ઘણું ઉજ્જવળ છે. આપણે ત્યાં અનેક પ્રકારના ઉદ્યોગો આવી રહ્યા છે. તે માટે કુશળ કારીગરોની ભારે માંગ રહેવાની છે. એટલે આઇટીઆઇમાં તાલીમ લેનારાને તુરંત નોકરી મળી જશે. આઇટીઆઇમાં તાલીમ પામનારો યુવાન બેકાર નહીં રહે.
નાણાંમંત્રી શ્રી વાળાએ કઠોર પરિશ્રમ કરવાની હાકલ કરતા જણાવ્યું હતું કે યુવાનોને આળસવૃત્તિ ત્યજવી જોઇએ. વ્યસનો અને ખોટા મોજશોખ તથા ખર્ચને ટાળવા જોઇએ. આજે સંપત્તિનું નહીં પણ જ્ઞાનનું મહત્વ છે. માણસ ગુણો થકી જ પૂજાય છે. આઇટીઆઇ જેવી સંસ્થામાં જ્ઞાન મેળવી તે જ્ઞાન વાસ્તવમાં અમલમાં મૂકવું જોઇએ. યુવાનીમાં મહેનત કરી કમાવાથી પાછળની પોતાની અને પરિવારની જિંદગી પણ સારી રીતે પસાર થશે.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશને આજે ગરીબીનો પ્રશ્ન સતાવે છે. ત્યારે, રાજ્ય સરકાર ગરીબી નિર્મુલન માટે અનેક પગલાં લઇ રહી છે. એમાંથી એક છે યુવાનોને રોજગારી પ્રદાન કરવી. યુવાનોને રોજગારી મળતી થશે એટલે તેના પરિવારનું કલ્યાણ થશે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી યુવાનોને પૂરી પાડવામાં આવી છે. આવું કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે.
રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એસ. એ. પાંડવે કહ્યું હતું કે રાજ્યમાં ૨૧૭ જેટલી સરકારી, ૧૩૧ ગ્રાંટેડ અને ૩૦૧ સ્વનિર્ભર મળી કૂલ ૬૪૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચાલી રહી છે. તેમાં પ્રતિવર્ષ ૧૧૭૭૭૧ તાલીમાર્થીઓ તાલીમ મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં રૂ. ૨૪ કરોડની ફાળવણીથી ૧૫૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે. આ વર્ષે વધુ ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખોલવામાં આવશે. ગત વર્ષે આ કેન્દ્રોમાંથી ૧ લાખ ૨૦ હજાર તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમાર્થીઓ પૈકી ૪૭ ટકા યુવતીઓ હતી. આઇટીઆઇમાં યુવતીઓના ૭ ટકાના પ્રમાણ સામે આ આંકડો આવકારદાયક છે. રાજ્યના તમામ તાલુકામાં સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે. સૌરાષ્ટ્ર માં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે.
શ્રી પાંડવે ઉમેર્યું હતું કે, ગોંડલમાં સર ભગવતસિંહજી પબ્લિક ટ્રસ્ટના સહયોગની ૨૨-૧૧-૧૯૬૩ના રોજ બનેલી આઇટીઆઇમાં તે સમયે ૭ કોર્સ ચાલતા હતા અને રૂ.૧૪ લાખનું બજેટ ફાળવવામાં આવતું હતું. અત્યારે આ બજેટ ૩.૪૧ કરોડનું થયું, ૩૦ કોર્સ ચાલે છે અને તેમાં ૧૩૧૨ તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૬૨માં તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૦૭ જ હતી. આઇટીઆઇ કરેલા તાલીમાર્થીઓને વિદેશ વિઝા મેળવવામાં ૧૦ પોઇન્ટ કન્સીડર કરવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્ર માં ન હોય એવી રીતે રાજ્યમાં આઇટીઆઇ કામગીરી કરે છે. ગોંડલના સેન્ટર ફોર એક્સેલન્સમાં અત્યાર સુધીમાં ૮૫૦ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે. તેમાથી ૭૮૦ લોકોને નોકરી મળી છે.
કાર્યકારી કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાયે કહ્યું હતું કે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ જેવા કાર્યક્રમોના કારણે અબજો રૂપિયાના રોકાણો થયા છે. મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે, તેને કુશળ કારીગરોની જરૂર પડવાની છે. આવા સમયે આઇટીઆઇ કરેલા યુવાનોની માગ રહેવાની છે. તેમણે ગોંડલ આઇટીઆઇના મેદાનમાં ઘનિષ્ઠન વૃક્ષારોપણ કરવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમને પ્રારંભે આઇટીઆઇની તાલીમાર્થિનીઓ દ્વારા સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ રિબિન કાપી સેન્ટર ફોર એક્સેલન્સને ખુલ્લુ મૂક્યું હતં અને બાદમાં તેને નિહાળ્યું હતું. નવનિર્મિત ઇમારત આગળ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી મનસુખભાઇ સખિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન આંદીપરા, આગેવાન શ્રી બાબુભાઇ વોરા, આઇએમસીના શિરીષભાઇ જોશી, જયંતિભાઇ વોરા, ભાવનગર આઇટીઆઇના પ્રાચાર્ય શ્રી ડી. એમ. ચૌહાણ, શ્રી બહાદૂરસિંહ, પ્રાંત અધિકારી શ્રી લિમ્બાસિયા, મામલતદાર શ્રી જોશી સહિત નગરજનો હાજર રહ્યા હતા.
જેતપુર શહેરમાં કણકિયા પ્લોરટ વિસ્તાહરમાં ભારે વાહનોના પ્રવેશમાં છૂટછાટ આપવા સબંધે લોકોના મંગાતા વાંધા સૂચનો
રાજકોટના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રી પંકજ ઠાકરે એક જાહેર નોટીશ પ્રસિધ્ધ, કરી જણાવેલ છે કે જેતપુર શહેરમાં કણકીયા પ્લોતટ વિસ્તારમાં તા. રર/૯/૧૦ના અમલમાં રહેલા જાહેરનામાના પ્રતિબંધ સમયમાં બપોરના ૧-૩૦ થી બપોરના ર-૩૦ (એક કલાક) સુધી ભારે વાહનોના પ્રવેશને છૂટ આપતો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા ચાલી રહી છે. આવો હુકમ ફરમાવવા સામે કોઇ પણ વ્યનકતિને વાંધા અથવા સૂચનો હોય તો આવા વાંધા સૂચનો આ નોટિસ પ્રસિધ્ધવ થયાની તારીખથી દિવસ-૩૦માં અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીની કચેરી, રાજકોટને મોકલી આપવા. આ મુદતમાં રજુ થયેલા વાંધા સુચનો ધ્યા ને લઇને આ અંગે આખરી હુકમ કરાશે. મુદત વીત્યાર બાદમાં મળેલા વાંધા સૂચનો લક્ષમાં નહિં લેવાય, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. હાલ રાજકોટ અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રીના જાહેરનામા મુજબ જેતપુર શહેરના કણકીયા પ્લોાટ વિસ્તાારમાં રાત્રિના ર૦-૦૦ કલાકથી બીજા દિવસ સવારના ૬-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જ ભારે વાહનો પ્રવેશી શકશે. એટલે કે સવારનાં ૬-૦૦ કલાક થી ર૦-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન કણકિયા પ્લોશટ વિસ્તા રમાં ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં છે, જે સબંધે ફેરફાર કરવા રજુઆતો આવતા ઉપર મુજબ ભારે વાહનોને પ્રવેશ છૂટ આપવાનો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા કરવામાં આવી રહી છે.
ચરખડી ગામની ગુમ થયેલી યુવતી અંગે જાણકારી મળે તો પોલીસને જાણ કરશો.
રાજકોટ
ગોંડલ તાલુકાના ચરખડી ગામની મિતલબેન હરસુખભાઇ ઓઘડભાઇ લીલા ઉ.વ. આશરે રર નામની યુવતી તા. ર૦/૬/૧૦ના ગોંડલ નાની બજાર ખાતે આવેલ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ગુમ થયેલ છે. તેણી શરીરે મધ્યડમ બાંધાની, ઘઉવર્ણી, ચહેરો લંબગોળ અને પાંચ ફુટની ઉંચાઇ ધરાવે છે. તથા ગુજરાતી અને હિન્દીય ભાષાની જાણકારી ધરાવે છે. જેઓને આ અંગે કોઇ જાણકારી મળે તો ગોંડલ સીટી પોલીસ સ્ટેતશન અથવા નજીકના પોલીસ સ્ટેનશનને જાણ કરવા પોલીસ અધિક્ષકની કચેરી રાજકોટ ગ્રામ્યલની યાદીમાં જણાવાયું છે.
લશ્કીરમાં ધાર્મિક શિક્ષકોની ભરતી
રાજકોટ
લશ્ક.રમાં ધાર્મિક શિક્ષકોની જુનિયર કમિશન્ડઆ ઓફિસર તરીકે પંડિત, ગ્રન્થીસ અને મૌલવીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત તરીકે કોઇ પણ ક્ષેત્રના સ્નાકતકની ડીગ્રી નિયત કરાઇ છે. પંડિત માટે સંસ્કૃાતમાં ‘મધ્યેમાં’ અને હિન્દી માં ‘ભૂષણ’ સમકક્ષ જરૂરી છે. જેમણે બી.એ. સાથે હિન્દી અને સંસ્કૃ ત કર્યુ હોય તેઓ ભૂષણ અને મધ્યલમાં નહીં હોય તો પણ લાયક ગણાશે. ગ્રન્થીક માટે વિદ્વાન અને બી.એ. સાથે પંજાબી લાયક ગણાશે. એ જ પ્રકારે મૌલવી માટે મૌલવી અલિમ ઈન ઉર્દૂ/આદમ આલિમ ઈન ઉર્દૂ અથવા સબંધિત ધાર્મિક ભાષાનું યોગ્ય્ સ્ટામન્ડઅર્ડ ઉપરાંત જેમણે અરેબિક/ઉર્દૂ મુખ્યા વિષય સાથે બી.એ. કર્યુ હોય તેમને મૌલવી આલિમ/આલમ ઉર્દૂની આવશ્યાકતા નહીં રહે અને લાયક ગણાશે. ઉમેદવાર ૨૭ થી ૩૪ વર્ષની વયમર્યાદા ધરાવતો હોવો જોઇએ. ૬ઠ્ઠી ઓગષ્ટઅ-૨૦૧૧ પહેલા રિક્રૂટિંગ ઓફિસર, હેડકવાર્ટર રિક્રૂટિંગ ઝોન નંબર, ૩, રાજેન્દ્રકસિંહ રોડ પુને ૪૧૧૦૦૧ ના સરનામે મોકલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લાા ગ્રામ વિકાસ એજન્સીના ગવર્નીંગ બોડીની બેઠક મળી
રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનના ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાવ પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.
જિલ્લાભ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાનયના અધ્યિક્ષસ્થા્ને યોજાયેલી આ બેઠકમાં સરકારની વિવિધ લોકકલ્યાડણલક્ષી યોજનાઓ જેવી કે, નરેગા, એન.આર.ઇ.જી.એસ., ગોકુળ ગ્રામ, સામાજિક વનીકરણ, એસ.જી.એસ.વાય., સખીમંડળ, ઇન્દિ રા આવાસ યોજના, વોટરશેડ, માનવ કલ્યાકણ, ઘરદીવડા, આમઆદમી વીમા યોજના વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ આ યોજનાઓના કામોના લક્ષ્યાંકો અને તેની સામે મેળવેલી ભૌતિક સિધ્ધિ અને થયેલ ખર્ચની રૂપરેખા આપી હતી. ઉપલેટાના ધારાસભ્યેશ્રી પ્રવીણભાઇ માંકડીયાએ તાલુકાવાઇઝ ઇશ્યુ કરાયેલા જોબકાર્ડ, એ.પી.એલ. અને બી.પી.એલ. શૌચાલયોના નિર્માણ, ઘરદીવડા યોજના અંતર્ગત બહેનોને મળવાપાત્ર સબસીડી, નરેગા યોજનાના પ્રગતિ હેઠળના કામો વગેરે બાબતોની વિગતો ઉપસ્થિતત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ગત વિકાસલક્ષી યોજના હેઠળ શ્રમિકોને મળવાપાત્ર રકમનું ચૂકવણું તાત્કાલિક ધોરણે કરવા તેમણે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, તેમજ સિંચાઇ, નાબાર્ડ, વનવિભાગ, જિલ્લાા અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિાત રહયા હતા.
ઇન્ડી્યન એરફોર્સની ભરતી રેલીના આયોજનની બેઠક
રાજકોટ-
આગામી ઓકટોબર-૨૦૧૧માં રાજકોટ ખાતે યોજાનારી ઇન્ડીહયન એરફોર્સની ભરતી રેલીના આયોજન અંગેની બેઠક ચોથી જુલાઇએ બપોરે ૧.૩૦ વાગ્યેં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. ઇન્ડીબયન એરફોર્સમાં વિવિધ કેટેગરીની જગ્યા૦ઓની ભરતી માટે વીંગ કમાન્ડનર, કમાન્ડિં ગ ઓફિસરશ્રી, ૬-એરમેન સીલેકશન સેન્ટ ર ફોર એરફોર્સ, કોટનગ્રીન, બોમ્બેં દ્વારા સૌરાષ્ટ્રભ પ્રદેશના ઉમેદવારો માટે આ રેલી યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેરના ફાયરીંગ બટમાં અવરજવર પર પ્રતિબંધ
રાજકોટ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૪ જુલાઇએ સેન્ટ્રઆલ ઇન્ડુસ્ટ્રી યલ સીકયોરિટી ફોર્સના માણસો દ્વારા ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)ખ અન્વયે પંકજ ઠાકર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લામના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૪ જુલાઇએ જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.
હીલ શીલ્ડવ ક્રિકેટ ટુર્નામેન્ટમમાં ભાગ લેવા માગતી શાળાઓએ એન્ટ્રીમ મોકલવાની તારીખ ૧૪ જુલાઇ
રાજકોટ
રાજકોટ જિલ્લાત કક્ષા/કોર્પોરેશનની ‘‘સ્વા૧મી વિવેકાનંદ હીલ શીલ્ડ- ક્રિકેટ ટુર્નામેન્ટ ’’માં ભાગ લેવા માગતી શાળાઓએ તેમની એન્ટ્રીા ૧૪ જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે. સ્પોનર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તાકની જિલ્લાઓ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટફમાં રાજકોટ જિલ્લાિની સરકારી માન્યીતા ધરાવતી શાળાઓ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્ટટમાં વધુમાં વધુ ૧૫ ટીમ ભાગ લઇ શકશે. જો ૧૫થી વધુ એન્ટ્રીશ આવશે, તો ટુર્નામેન્ટં કમિટી દ્વારા પસંદગી કરવામાં આવશે, આથી રસ ધરાવતી શાળાઓને તેમની એન્ટ્રી્ ૧૪ જુલાઇ સુધીમાં સીનિયર કોચ, જિલ્લાઆ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રન, બ્લોતક નં-૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને પહોંચાડવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
મુળી, પાણશીણા તથા વઢવાણ ખાતે વિનામૂલ્યેય નિદાન તથા સારવાર કેમ્પલ યોજાશે
સુરેન્દ્ર નગર,
સુરેન્દ્રવનગર જિલ્લાા આરોગ્યક અને પરિવાર કલ્યા્ણ વિભાગ દ્વારા લોકોમાં બદલાયેલ જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગો જેવા કે, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇપર ટેન્શીન, સંધિવા, મગજનો લકવો, શ્વસનતંત્રના રોગો વિષે જાગૃતતા લાવવા રોગના સમયસર નિદાન તથા અટકાયતી પગલાં માટે જિલ્લા એન.સી.ડી. સેલ શ્રી મહાત્મામ ગાંધી સ્માારક જનરલ હોસ્પિિટલ સુરેન્દ્રભનગર દ્વારા મુળી, પાણશીણા અને વઢવાણ તાલુકામાં વિનામૂલ્યેા નિદાન તથા સારવાર કેમ્પં યોજાશે.
જે અન્વયે તા. ૬, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્યર કેન્દ્રય – મુળી, તા.૧૧, જુલાઇ-૨૦૧૧ ને સોમવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્યર કેન્દ્રલ – પાણશીણા, તેમજ તા. ૧૩, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્ય્ કેન્દ્ર , વઢવાણ ખાતે નિદાન તથા સારવાર કેમ્પે યોજાશે.
આ નિદાન કેમ્પિમાં ડાયાબિટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લનડ પ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ, બી. એમ. આઇ તપાસ તથા એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવશે. આથી વધુમાં વધુ દર્દીઓ લાભ લેવા મુખ્યા જિલ્લાત તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લાં સંકલન સમિતિની બેઠક મળશે
સુરેન્દ્રનગર,
જિલ્લાકલેકટરશ્રી અનુપમના અધ્યનક્ષસ્થાલને તા.૧૬ મી જુલાઇ-૨૦૧૧ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે જિલ્લાલ સંકલન સમિતિની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિીત રહેવા જણાવાયું છે.
સુરેન્દ્રરનગર જિલ્લાધના ઉમેદવારો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રરનગર જિલ્લાાના ઉમેદવારોને લશ્કલરમાં ભરતી થવા માટે તા. ૨૭ જુલાઇ-૨૦૧૧ ના રોજ સવારે ૫-૦૦ કલાકે પોલીસ હેડકવાર્ટર, પરેડ ગ્રાઉન્ડ , મહેસાણા ખાતે સોલ્જમર કલર્ક, સ્ટો ર કીપર ની જગ્યાજ માટે લશ્ક૦રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુંર છે. તમામ જગ્યાેઓની શૈક્ષણિક અને શારીરિક લાયકાતની વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો (ફોનં નં. ૨૮૨૩૫૩) સંપર્ક સાધવા, તથા જે ઉમેદવારો શારીરિક તાલીમ મેળવવા ઇચ્છુલક હોય તેઓએ તા.૧૧ જુલાઇ-૨૦૧૧ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડર, સુરેન્દ્રાનગર ખાતે હાજર રહેવા સુરેન્દ્ર નગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચા અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ રાજય મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તે કરાશે. સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યાશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિનત રહેશે.
જામનગર જિલ્લાષમાં માતૃ-બાલ કલ્યાશણ સેવાઓ સઘન બનાવવા તાકીદ
જિલ્લા આરોગ્યા સોસાયટીની ગવર્નીંગ બોડીની મળેલ બેઠક
જામનગર,
જામનગર જિલ્લા આરોગ્યિ સોસાયટીની બેઠક ગઇકાલે જિલ્લા્ કલેકટરશ્રી સંદિપકુમારના અધ્યોક્ષ સ્થા ને યોજાઇ હતી. જેમાં ઉપસ્થિરત તબિબિ અધિકારીઓને માતૃ-બાલ કલ્યાાણ સેવાઓને વધુ સઘન બનાવવા તાકીદ કરાઇ હતી.
જિલ્લાે વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્થિ તિમાં યોજાયેલ બેઠકમાં વર્ષ દરમિયાન જિલ્લાબમાં કરવામાં આવેલ રૂ.૪.૮૩ કરોડના ખર્ચની સમીક્ષા કરી સબ સેન્ટઠરોમાં સુવિધાઓ વધારવા જણાવાયુ હતુ.
મમતા દિવસ, બાલસખા યોજના, ચિરંજીવી યોજના સહિતની કામગીરી આયોજનબધ્ધમ રીતે હાથ ધરવા સાથે ફેમીલી પ્લાિનીંગ ઉપર વિશેષ ભાર મૂકવા જિલ્લાા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.
નવજાત શીશુન મૃત્યુા અટકાવવા ઉપરાંત સગર્ભા માતાઓની કાળજી લેવા સાથે રસીકરણ કાર્યક્રમને સઘન બનાવવા જણાવાયુ હતું. બેઠકમાં જિલ્લાા પંચાયત, જી.જી.હોસ્પિાટલના તબિબિ અધિકારીઓ ઉપસ્થિાત રહયા હતા.
ખંભાળિયા તાલુકામાં મધ્યાયહન ભોજન યોજનાના નવા ૨૨ કેન્દ્રો માં સ્ટાોફની ભરતી થશે
જામનગર,
ખંભાળિયા તાલુકાના ૨૨ કેન્દ્રો માં મધ્યા હન ભોજન યોજના માટે જૂલાઇ-૧૧ થી કેન્દ્રા શરૂ કરાશે. જેમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરવાની હોય સંચાલક તરીકે એસએસસી પાસ તથા ૨૦ થી ૫૮ વર્ષના સ્થાીનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નકકી થયેલ માનદ વેતન કર્મચારીને આપવામાં આવશે. અરજી ફોર્મ, પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો આધાર, મેડીકલ ફિટનેશનો આધાર તા.૧૧/૭/૧૧ સુધીમાં મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે મોકલવાની રહેશે. ઇન્ટ,રવ્યુ તા.૧૪/૭/૧૧ ના રોજ મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે.મહિલા, ત્યોકતા, વિધાવ, ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.
દાંતા, કેશોદ, માંઝા, સોઢા તરધડી, સ્ટેશન વિસ્તાતર, કોટડિયા વાડી શાળા, સૂરજ મોરી, દાત્રાણા, વચલાબારા, સીમાણી કાલાવડ, મોવાણ, વડત્રા, ભાડથર વાડી, ગોઇંજવાડી, નવા તથિયા, નાના માંઢા, બજાણા, વિઝલપર, બેરાજાની શાળામાં આ ભરતીઓ થશે. તેમ મામલતદાર ખંભાળિયાની યાદીમાં જણાવાયુ છે.
જામનગરના બેડી વિસ્તાપરમાં રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે પાણી પૂરવઠાના કામનું ભૂમિપૂજન સંપન્નિ
જામનગર,
જામનગરના બેડી વિસ્તાીરમાં પીવાના પાણીની વધુ સારી સૂવિધા માટે રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી વિતરણ નેટવર્ક તથા હેડવર્ક કામ નું ભૂમિપૂજન મહિલા અને બાળવિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તેે ગઇકાલે કરવામાં આવ્યુપ હતું. મુખ્યંમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી નો સંપ, પંપ હાઉસ તથા પંપ મશીનરીઓ વસાવાશે.જેમાં પંપ ની ૧૦ લાખ લીટર કેપીસીટી, સંપ ની કેપીસીટી ૧૫ લાખ લીટર ની રહેશે. સાથે ૬૫૦ રનીંગ મીટર મેનલાઇન દ્રારા પાણી વિતરણ નું નેટવર્ક હાથ ધરવામાં આવશે.
આ સૂવિધાના નિર્માણ થી લોકોને પૂરતા પ્રેસર થી પાણી મળશે.તેમ જણાવી મંત્રીશ્રી એ કહયુ કે, આ કામ ગુણવત્તાયુકતા થશે અને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
આ ભૂમિપુજન કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા ના મેયરશ્રી અમીબેન પરીખ, સ્ટે ન્ડીીગ કમિટી ના ચેરમેનશ્રી તુલસીભાઇ પટેલ, શાસક જૂથ ના નેતાશ્રી કરશનભાઇ કરમૂર, વિરોધ પક્ષના નેતાશ્રી કાસમભાઇ ઝોખીયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ ગજરા,વોટર વર્કસ એન્જીાનિયરશ્રી એસ.એલ.ડાંગર, કોર્પરેટરશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિજત રહયા હતા.
ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચપ અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ નાં મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના વરદ્ હસ્તેપ કરવામાં આવશે. આ નિમિત્તે યોજાયેલ સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યનશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિ્ત રહેશે.
અમરેલી જિલ્લાણ પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી ખાતે જિલ્લા પંચાયતની ચોથી ખુલ્લીહ કારોબારી સમિતીની બેઠક યોજાઈ
રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્યત માર્ગો સુધારણાના ટેન્ડરો મંજૂર કરાયા
અમરેલી,
જુલાઈ સ્ટેીટ લેવલે ઉજવાતાં રાષ્ટ્રી્ય પર્વોને વિવિધ જિલ્લાે મથકો ખાતે અને જિલ્લાચ લેવલની ઉજવણી તાલુકા કક્ષાએ ઉજવવાનું રાજય સરકારે શરૂ કરતાં ગરિમાપૂર્ણ ઉજવણીની સુવાસ છેવાડાના માનવીઓ સુધી પહોંચી છે. એ જ રીતે વર્ષોથી જિલ્લાણ મથક ખાતે યોજાતી જિલ્લા્ પંચાયત કારોબારી સમિતિની બેઠકને અમરેલી જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા્ પંચાયતની ચોથી ખુલ્લીલ કારોબારી સમિતીની બેઠક કારોબારી ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાયને યોજાઈ હતી
આજની ચોથી ખુલ્લીઈ કારોબારી સમિતીની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્ય માર્ગો સુધારણાના ટેન્ડજરો, કુંકાવાવ અને બાબરા તાલુકાની ૧૬૬૯૪ ચો.મી. જમીનને બીનખેતીમાં ફેરવવાની મંજૂરી સહિત રૂ.૧૫૦૦૦ની મર્યાદામાં બે કેન્સ ર પીડિત દર્દીઓને સહાય મંજૂર કરવામાં આવ્યાનું જણાવ્યુંવ હતું. જિલ્લા્ના વિકાસ કાર્યોમાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓની સુંદર કામગીરીને પ્રોત્સા્હિત કરવાનો નૂતન પ્રયાસ પણ અમલમાં મૂકયાનું જણાવી ચેરમેનશ્રીએ કાર્યદક્ષ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાહ હતાં. માન. મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વહીવટી પારદર્શિતા લાવવા ખુલ્લી કારોબારીના માધ્યલમથી પંચાયત હસ્ત્કની યોજનાઓને પ્રાધાન્યે આપવામાં આવેલ હોવાથી જિલ્લા ના વિકાસ કામોને વેગ મળશે તેમ શ્રી લાખાણીએ ઉમેર્યુ હતું.
બેઠકમાં જિલ્લા્ પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ માયાણીએ અમરેલી જિલ્લાઆમાં પ્રથમ વખત તાલુકા કક્ષાએ ખુલ્લીં કારોબારી સમિતિની બેઠક યોજીને ચેરમેનશ્રી અને સચિવશ્રીના લોકાભિમુખ વહિવટની સરાહના કરતાં કાર્યદક્ષ કર્મયોગીને અભિનંદન પાઠવ્યાે હતાં. અમરેલી જિલ્લાહ પંચાયત રાષ્ટ્રીષય લેવલે ત્રીજા નંબરનુ સ્થાદન મેળવી ચૂકી છે, ત્યાયરે ‘‘તાલુકા સરકાર’’ના અભિગમથી તાલુકા કક્ષાએ કર્મચારી/અધિકારીઓ અને પદાધિકારીઓના સહકારથી પારદર્શક વહિવટથી પ્રથમ નંબરે આવે તેવી આશા પ્રમુખશ્રી માયાણીએ વ્યનકત કરી શ્રેષ્ઠ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી બેચરભાઈ ભાદાણીએ સૌપ્રથમ વખત તાલુકા કક્ષાએ મળેલ ખુલ્લી કારોબારી સમિતિની બેઠકથી પારદર્શક અને લોકાભિમુખ વહિવટી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડ્યાનું જણાવ્યુંશ હતું.
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લાે વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડેએ જિલ્લાા સ્ત રે યોજાતી કારોબારી સમિતિની બેઠકો તાલુકા કક્ષાએ લઈ જવા બદલ પદાધિકારીઓ પ્રત્યેક આભારની લાગણી વ્યાક્ત કરી ખુલ્લીી કારોબારીની બેઠકોમાં લોકપ્રશ્નોનો ઝડપી અને પારદર્શિતાથી નિકાલ થઈ રહ્યાનું જણાવ્યું હતું. ઈ-પ્રચારના પાયલોટ પ્રોજેકટથી અમરેલી જિલ્લોર ગુજરાતમાં અગ્રસ્થા ને છે તેમ રાષ્ટ્રી ય લેવલે પ્રથમ સ્થાીન મેળવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાને શાલ ઓઢાડી તેમજ સુંદર કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી કર્મયોગીઓને સન્મા તિત કર્યા હતાં. બેઠકની આભારવિધિ કારોબારી સદસ્યબશ્રી રામભાઈ સાનેપરાએ કરી હતી.
બેઠકમાં જિલ્લા્ પંચાયત સમિતિના ચેરમેન/સદસ્યોા સર્વશ્રી મનુભાઈ આદ્રોજા, કમલેશભાઈ કાનાણી, પ્રેમજીભાઈ માધડ, હંસાબેન પીઢડીયા, વિજયભાઈ યાદવ, મયુરભાઈ હિરપરા સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી કોટડ, નાયબ જિલ્લાન વિકાસ અધિકારીશ્રીઓ, હિસાબી અધિકારીશ્રી, જિલ્લાી આરોગ્ય્ અધિકારી ડૉ.પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ત્રિવેદી સહિત કર્મચારીઓ ઉપસ્થિીત રશ્યાં હતાં.
વડિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી જુલાઈના રોજ યોજાશે
અમરેલી,
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચલ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વા ગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-૨૦૧૧ માસની તા.૨૭/૦૭/૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૧૨/૦૭/૨૦૧૧ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે ટની કચેરી-વડિયા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.
અરજીમાં મોટા અક્ષરે “તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નોગ રજૂ થઇ શકશે નહિ અને કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ મામલતદારશ્રી,વડિયાની યાદીમાં જણાવાયું છે.
દેવાણી
સ્ટેણમ્પસ ડયુટીની વસુલાત માટે પડતર દસ્તાહવેજોમાં બજાર કિંમતની આકારણી નવેસરથી હાથ ધરાશે
૧૫મીએ ૨૦૦૭ પહેલાં આકારિત સ્ટેામ્પ્ ડયુટી વસુલીના હુકમો રદ ગણાશેઃ
રાજય સરકારે બહાર પાડેલા આદેશોઃ
ભુજ,
મિલ્કેતની બજારકિંમત અનુસાર ખૂટતી સ્ટેીમ્પગ ડયુટીની વસુલાત માટેના સ્ટે મ્પક અધિનિયમની કલમ-૩૨-ક હેઠળના પડતર દસ્તાંવેજોમાં સ્ટેટમ્પે અધિનિયમ તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪માં ઠરાવેલ જોગવાઇઓ અનુસારીને નવેસરથી બજાર કિંમતની આકારણી તથા ખૂટતી સ્ટેિમ્પ૯ ડયુટી નકકી કરવાની કાર્યવાહી હાથ ધરવાનો રાજય સરકારે તા. ૨૬/૪/૧૧ના હુકમથી આદેશો બહાર પાડ્યા છે.
રાજય સરકારના આ નિર્ણય અનુસાર તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં નાયબ કલેકટર(સ્ટે મ્પ૬ ડ્યુટી) અથવા એપેલેટ ઓથોરીટી( સી.સી.આર.એ.) એ મિલકતની નકકી કરેલ બજાર કિંમત અને તે અનુસાર ખૂટતી સ્પેેમ્પર ડયુટી વસુલ લેવા કરેલા હુકમો અમલી રહેશે નહીં અને રદ્દ ગણવાના રહેશે.
સ્ટેેમ્પર ડયુટી મુલ્યાંવકન તંત્ર, નાયબ કલેકટર પી.એ.ગામિતના જણાવ્યાન અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પે. સી.એ. નં. ૧૦૧૭૭ સને ૨૦૦૮માં તા. ૮/૮/૦૮ના રોજ તથા એમ.સી.એ. નં. ૭૨૩ સને ૨૦૧૧માં તા. ૨૦/૪/૨૦૧૧ના રોજ કરેલ મૌખિક(ઓરલ) જજમેન્ટિની વિગતો ધ્યાસને લઇ કલમ ૩૨-કના પડતર વસુલાતવાળા દસ્તા વેજોમાં નવેસરથી કાર્યવાહી હાથ ધરવા અંગે તા. ૨૬/૪/૨૦૧૧નો હુકમ બહાર પાડવામાં આવ્યોત છે.
રાજય સરકારના મહેસૂલ વિભાગના તા. ૨૬/૪/૨૦૧૧ના હુકમની વિગતે તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં રજૂ થયેલ અને નોંધણી અર્થે પડતર હોય તેવા દસ્તા વેજો તથા એપ્રિલ-૨૦૦૦ પહેલાં રજૂ થયેલા અને નોંધાયેલા દસ્તા વેજો કે જે, કલમ ૩૨-ક હેઠળ બજાર કિંમતની આકારણી સારૂ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેમ્પર ડયુટીને રેફરન્સ કરેલ હોય તેવા દસ્તાળવેજોમાં નાયબ કલેકટર (સ્ટેકમ્પપ ડયુટી) અથવા એપેલેટ ઓથોરીટીએ તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં હુકમ કરેલા હોવા જોઇએ. સાથોસાથ પક્ષકારે ખૂટતી ડયુટીની રકમ દંડ સાથે કે દંડ વગર ભરપાઇ કરેલ હોવી ન જોઇએ. આવા દસ્તાાવેજો સંબંધમાં સ્ટેકમ્પો અધિનિયમની કલમ-૩૨-ક તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪ના નિયમ-૪, ૭, અને ૮માં ઠરાવેલ કાર્યપધ્ધતતિ અને માર્ગદર્શક સિધ્ધાંવતોને અનુસરીને નવેસરથી બજાર કિંમતની આકારણીની કાર્યવાહી નાયબ કલેકટર (સ્ટેમમ્પર ડયુટી)એ હાથ ધરવાની રહેશે.
નાયબ કલેકટરોએ હાથ ધરવાની કાર્યવાહી બાબતે યોગ્ય જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે પણ રાજય સરકાર દ્વારા સુપ્રિન્ટેકન્ડેેન્ટર ઓફ સ્ટે મ્પમ અને ચીફ કંટ્રોલીંગ રેવન્યુુ ઓથોરીટીને વિગતવાર પરિપત્ર કે સુચના બહાર પાડવા જણાવ્યું છે.
રાજય સરકારે કરેલા આ નિર્ણયની દસ્તાંવેજોના પક્ષકારો અને લોકોને પૂરતી માહિતી મળી રહે અને રાજય સરકારના નિર્ણયનો ઝડપથી અમલ થાય તથા પક્ષકારોને બજાર કિંમતની આકારણી બાબતે વિવાદ ન રહે તે હેતુથી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષકારોએ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેદમ્પત ડયુટી મુલ્યાંયકન તંત્રની કચેરીનો સંપર્ક સાધવાનો તેમ વધુમાં જણાવાયું છે.
કચ્છદમાં વધુ ૬૦૭૦ ચો.મી.જમીન ખાલસાઃ
માધાપરની જમીન શરતભંગ જણાતાં તંત્રનું પગલુંઃ
ભુજ,
કચ્છરમાં તંત્ર દ્વારા જે હેતુસર જમીન આપવામાં આવી હોય અને તેનો ઉપયોગ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે તો કલમના એક જ ઝાટકે વહીવટી તંત્ર દ્વારા તે જમીન ખાલસા કરી નાખવાનો સિલસિલો જિલ્લાામાં ચાલુ રહયો છે અને એ મુજબ માધાપરમાં ૬૦૭૦ ચો.મી.જમીન સરકાર દાખલ કરી છે. જિલ્લાો કલેકટરશ્રી એમ.થેન્ના રસન અને અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના જણાવ્યા અનુસાર, શ્રી કચ્છપ સિરામિક વર્કસ માધાપરને, ૬૦૭૦ ચો.મી. જમીન કેમિકલ પીસવા માટે યંત્રો બેસાડવાના ઔધોગિક હેતુસર ૩૧મી જુલાઇ-૨૦૦૪ના રોજ જમીન મંજૂર કરવામાં આવી હતી.
શ્રી કચ્છર સિરામિક વર્કસ દ્વારા એ જ હેતુસર એ જમીનનો ભાડાપટો તાજો નહીં કરાવવા બદલ તથા મંજૂર થયેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત હેતુસર નહીં કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમ ૭૯-એ હેઠળ શરતભંગ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન બોજા રહિત શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ આપ્યોા છે.
એસ.કે.સોની/સીદીક કેવર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો