અનુયાયીઓ

રવિવાર, 30 ઑગસ્ટ, 2015

જેતપુર નવાગઢ શહેરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય ! વો.વ.શાખા

જેતપુરના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે 

પંચરાત્રી જ્ઞાનયજ્ઞનું આયોજન 

જેતપુર તા.30

જેતપુરના વોરાવાડ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા.1-9 થી 5-9 એમ પાંચ દિવસો દરમિઆન પંચરાત્રી જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના 9-00 થી 11-30 દરમિયાન પાંચ દિવસ દરમિયાન ચાલનાર કથાના વક્તા પડે .પુ.પ્રિયદર્શનસ્વામી બિરાજી અલગ અલગ વિષયો પર કથાનું રસપાન કરાવનાર હોય, સત્સંગીઓએ લાભ લેવા મંદિરના સ્વામી વિશ્વમંગલદાસજીએ અનુરોધ કર્યો છે.

 

જેતપુર નવાગઢ શહેરમાં એકાંતરા

પાણી વિતરણ અશક્ય ! વો..શાખા

જેતપુર તા.30

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવાની ઉઠેલી માંગનો જવાબ વાળતા જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે પાણી વિતરણ માટેના અનેકવિધ પ્રસાધનો અને સુવિધાઓ ઉભી થયા બાદજ એકાંતરા પાણી વિતરણ શક્ય બનશે

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ શહેરમાં એકાંતરા પાણી વિતરણ નાં કરાય તો તા.31-8 થી ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા નગર પાલિકાના સમાંબંધિત સત્તાધીસો હરકતમાં આવી ગયા હતા.

બીજીબાજુ પાલિકાના મુખ્ય અધિકારી ભરતભાઈ વ્યાસે અરજદારને પ્રત્યુત્તર વાળતા, શહેરીજનો જોગ નિવેદન આપતા જણાવેલ કે હાલ જેતપુર શહેરમાં 3-4 દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે.

અને તે એટલા માટે કે હાલ જેતપુર પાલીકા પાસે પાણી વિતરણ કરવા માટે 5 પાણીની ટાંકીઓ છે. જેમાં ઓફીસ ટાંકી દ્વારા શહેરના 35 ઝોનમાં પાણી સપ્લાય થઇ રહ્યું છે. તેવીજ રીતે ધારેશ્વર ટાંકી દ્વારા 12, શિવમ ટાંકી દ્વારા 25, ઉજડ્પ્પા ટાંકી દ્વારા 15 એન ફિલ્ટર પ્લાન્ટ ઉપર આવેલ ટાંકી દ્વારા 8 ઝોનમાં પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

 

પરિણામે હાલ શહેરમાં 95 ઝોનમાં પાણી વિતરણ કરવું પડે છે તેની સામે પાણી વિતરણ કરતી ટાંકીઓ 5 છે.   વાત સામે નગર પાલિકા સ્તરેથી ફિલ્ટર પ્લાન્ટ ઉપર ઈએસઆર નવી બનાવવાની જરૂરીયાત છે. જે કામ માટે ઓનલાઈન જાહેરાત અપાઈ છે. કમરીબાઇ હાઈસ્કુલ, ખડપીઠ પાસે નગર પાલિકાની જમીન ઉપર ઉંચી ટાંકી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. બીજીબાજુ જેતપુર અને નવાગઢના દિન પ્રતિદિન થઇ રહેલા વિકાસ સામે ફિલ્ટર પ્લાન્ટ ઉપર હયાત પમ્પીંગ મશીનરી તથા સંપ નાના પડે છે. પણ પાલિકા દ્વારા નાવોફીલ્તર પ્લાન્ટ, નવા સંપ, સહિતના કામોના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. તમામ કામગીરી પૂર્ણ થયે અને તે મુજબના સ્ટાફ ઉપલબ્ધ થયે જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ શક્ય બનશે.

 

કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર)9974262812

 

જેતલસરમાં ભૂદેવોએ ઉજવ્યું શ્રાવણી પર્વ

જેતલસરમાં ભૂદેવોએ ઉજવ્યું શ્રાવણી પર્વ
જેતલસર: સમસ્ત બ્રહ્મ સમાજના જેતલસર ગામ અને જંકશનના ભૂદેવોએ તાલુકા શાળામાં સામુહિક નવી યજ્ઞોપવિત(જનોઈ) ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન કરી, એક સાથે પ્રસાદ લઈને શ્રાવણી પરવા બળેવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જંકશનના શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યાએ શાસ્ત્રોક વિધિથી ઉપસ્થિત તમામ ભૂદેવોને નવી જનોઈ ધારણ કરાવી હોવાનું જીતુભાઈ જોશીએ જણાવ્યું હતું. 
ફોટો: કશ્યપ જે. જોશી-જેતલસર(ગામ)-9974262812


ગુરુવાર, 27 ઑગસ્ટ, 2015

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના કરાય તો આંદોલનની ચીમકી

જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની 
શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના 
કરાય તો આંદોલનની ચીમકી 
જેતપુર તા.27
જેતપુર શહેરમાં આગામી 31 મી ઓગસ્ટ સુધીમાં એકાંતરા પાણી વિતરણ ના શરુ કરાય તો આંદોલનની ચીમકી પાલિકા સદસ્ય મંગલાણીએ ઉચ્ચારી છે.મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ આજે ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ શહેરમાં ત્રણ થી ચાર દિવસે પાણી વિતરણ થઇ રહ્યું હોય, શહેરીજનોમાં બોકાસો બોલી રહ્યો છે. રજુઆત કરનાર સદસ્યનું કહેવું છે કે ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં પાણી વિતરણમાં કેમ સંકલનનો અભાવ જોવા મળે છે ? જો તા.31-8 સુધીમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ શરુ નહિ કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.                                                                                                                                                    (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)

જેતપુરના 2 યુવાનો રેલવે ટ્રેકને નુકશાન કરતા ઝડપાયા 
જેતપુર તા.27
ગઈકાલે ગુજરાત બંધ એલાનના દિવસે જેતપુરમાં આંદોલનમાં જોડાયેલા 2  પટેલ યુવાનોએ રેલ્વે ટ્રેક પર નુકશાન કરવાની ફિરાક દરમિયાન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ પાટીદાર અનામત માટે ગઈકાલે ગુજરાત બંધના એલાનના દિવસે જેતપુરમાં પણ અમુક પાટીદાર મિત્રો બંધને સફળ બનાવવા પોત પોતાની તાકાત કામે લગાડી હતી. અમુક આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ બંધ રહે તે માટેની જહેમત ઉઠાવી હતી. તો અમુક સરકારી મિલકતોને નુકશાન કરવાની ફિરાકમાં હતા.
આવી જ  વાતમાં એટલેકે અહીના ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક પાસે પહોચીને શહેરના ડોબરિયા  વાડી વિસ્તારના  બે યુવાનો ભાવેશ જસમત પટેલ તથા કેતન હારી દુધાત્રા એમ બંને રેલ્વે ટ્રેકને નુકશાન કરવાની વેંતરણમાં હતા ત્યાજ શહેર પોલીસે બંનેને ઝાલી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.                                                                                                             (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)




જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતનું આયોજન !
જેતલસરમાં શ્રી ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન 
ગામના ડેડરવા રોડ પર આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે યોજાનાર આ સપ્તાહના સાતેય દિવસ 
રાત્રીના ભજન, કીર્તન, સત્સંગના કાર્યક્રમોના આયોજનો, આજુબાજુના 12 ગામોના લોકોને કથા શ્રવણ કરવા અનુરોધ 

જેતલસર તા.27
જેતલસર ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતના ગણાવતા આયોજન મુજબ અહી શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રાંગણમાં બિરાજેલા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનુંમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય, ભોળાનાથના ભક્તગણ અને ગૌસેવા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગામના ડેડરવા રોડ પર આવેલ સમસ્ત ગાયત્રીનગરવાસીઓના સાથ અને સહકાર વચ્ચે આગામી તા.6-9-2015 થી તા.13-9-2015 દરમિયાન ચાલનાર આ ધેનુંમાનસ જ્ઞાનયજ્ઞ-સપ્તાહના શાસ્ત્રી પદે જેતલસર જંકશનના હાર્દિકભાઈ પંડ્યા બિરાજી ધેનુંમાનસનું પોતાની  આગવી શૈલીમાં ભક્તોને રસપાન કરાવશે.

તા.6-9 થી શરુ થનાર આ ધેનુંમાનસ કથાના પ્રથમ દિવસે બપોરના 3 વાગ્યે ગામના રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી આયોજન કરાયું છે. જેમાં સમસ્ત જેતલસરવાસીઓને જોડવા અનુરોધ કરાયો છે. તે જ દિવસે સાંજના 4-30 વાગ્યે કથાનો શુભારંભ થશે.
તા. 7 ના રોજ સવારે 10 વાગ્યે ગૌ પૂજન, તા. 8 ના રોજ ગૌ મહિમા, તા. 9 ના રોજ શિવ પૂજન, તા.10 ના રોજ બપોરે 12 કલાકે શ્રી રામકથા, તે જ દિવસે સાંજે 6 વાગ્યે શ્રી કૃષ્ણકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જયારે કથાના તમામ દિવસો દરમિયાન રાત્રીના ધૂન-ભજન-સત્સંગ-કીર્તનના કાર્યક્રમો રખાયા છે. કથાના સફળ આયોજન માટે જેતલસરના ગ્રામજનો ઉપરાંત, ગાયત્રીનગરવાસીઓ, કામધેનું ગૌસેવાના કાર્યકરો, ગામના નાના મોટા મહિલા સત્સંગમંડળો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા હોય, ગામ ઉપરાંત આજુબાજુના 12 ગામોની ધર્મપ્રેમી જનતાને કથા આયોજક ગણના ગાયત્રી ન્યુઝ એજન્સીવાળા જીતુભાઈ જોશી(9898163131), કુલદીપ જોશી,   સહિતના નાના મોટા આયોજક ભાઈ-બહેનોએ કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર ) 9974262812

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

કશ્યપ જે. જોશી જેતલસર

જેતપુર સજ્જડ બંધ
જેતપુર તા.26
પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે ગુજરાત બંધના આપેલા એલાનના દિવસે આજે જેતપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. પાટીદાર યુવાન આગેવાનો શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી કોઈની દુકાનો ખુલી હોય તો બંધ કરી આંદોલનમાં જોડાવા સહકાર માંગ્યો હતો. જેને વેપારી આલમે સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. શહેરમાં કોઈ જગ્યાએ કોઈ છમકલા નાં થાય તે માટે શહેર પોલીસના પીઆઈ ગોહિલ, ફોજદાર સંઘાણી, ચૌહાણ, સહિતના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. 
જ્યારે જેતપુરના જેતલસર અને સાંકળી ગામે આજે અમુક પાટીદાર આગેવાનોએ રોડ રસ્તા જામ કરવાના પ્રયાસો કર્યા હતા, પણ જેતપુર તાલુકા પોલીસે શાંતિથી અપીલ કરી આંદોલનકારીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ લખાય છે ત્યારે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે 

સાંકળીમાં પોલીસ દમનનો નવતર વિરોધ, ડેરીમાં કોઈ દૂધ નહિ આપે 
જેતલસર પંથકના સાંકળી ગામોના માણસોએ જુનાગઢ રોડ ચક્કાજામ કર્યાની  ઘટના દરમિયાન પોલીસે બે ત્રણ ખેડૂતોને કડક કામગીરીનો પરચો દેખાડ્યાના વિરોધમાં બંને સાંકળીના ગ્રામ જનોમાં ભારે રોષ અસંતોષ જોવા મળતો હતો.  સાંકળી ગામના લોકો પાસેથી એક એવી પણ વિગત મળી છે કે અમદાવાદમાં મહિલાઓ પર પોલીસે કરેલા દમનના વિરોધમાં નવી અને જૂની સાંકળીની ખેડૂત મહિલાઓએ આ વાતને પોત પોતાનું દૂધ ઢોળી, વિરોધ વ્યક્ત કરી ગામની ડેરીઓમાં અચોક્કસ મુદત સુધી દૂધ નહિ આપવા ચીમકી ઉચ્ચારી છે. આજે મહિલાઓ ડેરી સામેજ દૂધ ઢોળી આકરા મિજાજ દર્શાવતા ડેરી સંચાલકો ડેરી બંધ કરીને ચાલ્યા ગયા હોવાની વિગતો મળવા પામી છે. આવતી કાલે પણ બંને ગામોની ખેડૂત મહિલાઓ એક પણ ડેરી પર દૂધ આપવા નહિ જાય તેવી પણ જાહેરાત કરાઈ હતી.
જેતલસરમાં રોડ ઉપર પથ્થરા-પોલ મૂકી વાહનો અટકાવવા પ્રયા
​સ
જેતલસર : જેતલસરમાં આજે પાટીદાર યુવાનોએ ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ગામના તમામ દુકાનદારોને વિનંતી કરતા આખા ગામના વેપારીઓએ આખો દિવસ પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. બીજી બાજુ બપોરના સમયે જેતલસરમાંથી પસાર થતા જુનાગઢ હાઈવે પર અમુક યુવાનોએ પથ્થરા અને વીજ પોલ આડા મૂકી રસ્તાના વાહન વ્યવહારને અટકાવવા પ્રયાશ કર્યો હતો પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટિયાએ સ્ટાફના મજનુભાઈ, દિવ્યેશ આહીર, રાણા, સહિતના સ્ટાફને જેતલસર મોકલી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા શાંતિમાં પલીતો ચાંપવા માંગતા આંદોલનકારીઓ છું થઇ ગયા હતા.  
ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી  જેતપુર 9974262812
અવસાન નોંધ :  તા.26-8-2015
જેતપુર : સ્વ. નરભેરામ ગોરધનદાસ નિર્મળના મોટાબેન શારદાબેન દુર્લભજીભાઈ વાધેર (ઉ.વ.80) તા.25 ના રોજ સાંવરકુંડલા ખાતે અવસાન પામેલ છે. સાદડીતા.27 ને ગુરુવારે સાંજે 4 થી 6, સ્વ.નરભેરામભાઈના નિવાસ સ્થાને, બવાવાળા પરા, ધરતી પાન વાળો રોડ, જેતપુર ખાતે રાખેલ છે. 
કશ્યપ જે.જોશી  જેતપુર 9974262812


મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

Fwd: નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો


પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અમદાવાદમાં ધરપકડ થતા 
જેતલસર પંથકના સાંકળી ગામના પાટીયા પાસસે નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો 
વાહનોની લાંબી લાઈનો લાગી 
જેતપુર થી પોલીસ દોડી  લોકોની રોડ પર ધાંધલ ધમાલ હાર્દિકને છોડો નહીતો જોયા જેવી થશે 
જીગ્નેશ પટેલ નામના યુવાને રોડ પર ચક્કાજામ કર્યાની ફરતી કરેલી તસવીરોથી સંબંધિતો ભારે દોડધામમાં 
ફોટો  અને મુદ્દા કશ્યપ જોશી જેતપુર જેતલસર 

રાત્રીના 10-40 વાગ્યે સાંકળીના લોકો પાસેથી મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસે 2/3 ખેડૂતોને લાકડી વતી માર મારી લાઠી ચાર્જ કરતા નવી અને જૂની સાંકળી ગામના ખેડૂતો ગામમાં જઈને લાકડીઓ લઈને પરત ફરી પોલીસ સાથે લડી લેવાની મળતી વિગતો,
કશ્યપ જોશી જેતલસર 

નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અમદાવાદમાં ધરપકડ થતા 
જેતલસર પંથકના સાંકળી ગામના પાટીયા પાસસે નેશનલ હાઈવે જુનાગઢ રોડ પર ચક્કાજામ કરતા સાંકળીને પટેલ આગેવાનો 
વાહનોની લાંબી લાઈનો લાગી 
જેતપુર થી પોલીસ દોડી  લોકોની રોડ પર ધાંધલ ધમાલ હાર્દિકને છોડો નહીતો જોયા જેવી થશે 
જીગ્નેશ પટેલ નામના યુવાને રોડ પર ચક્કાજામ કર્યાની ફરતી કરેલી તસવીરોથી સંબંધિતો ભારે દોડધામમાં 
ફોટો  અને મુદ્દા કશ્યપ જોશી જેતપુર જેતલસર 

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદે બારોટ ઉપ પ્રમુખ પદે પ્રમોદ ત્રાડા સત્તારૂઢ !

પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલી ચુંટણી દરમિયાન 
જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદે બારોટ
ઉપ પ્રમુખ પદે પ્રમોદ ત્રાડા સત્તારૂઢ !
જેતપુર નવાગઢ નગર પાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખના હોદાઓ માટેની યોજાયેલી ચુંટણી દરમિયાન પ્રમુખ તરીકે શારદાબેન બારોટ અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડા ચુંટાઈ આવ્યા હતા.

ભાજપના હાથમાંજ રહેલ જેતપુર પાલિકાની ચુંટણીની વિગતો જોઈએ તો આગામી અઢી વરસના સમય માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી આજે પાલિકાના સભાખંડમાં ગોંડલ ડેપ્યુટી કલેકટર જાડેજા, મામલતદાર ભોરણીયા, પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની હાજરીમાં યોજાયી હતી.

સૌ પ્રથમ પાલિકાના પ્રમુખની દાવેદારીમાં પાલિકાના સદસ્ય કિરણ લુંણીએ ભાજપના શારદાબેન  બારોટની પ્રમુખ તરીકે રજુ કરેલી દરખાસ્તને સદસ્ય દિલીપ વડાલીયાએ ટેકો જાહેર કર્યો હતો. પ્રમુખ તરીકેની આ દાવેદારી તરફેણમાં કોણ કોણ છે ? તેવા ચુંટણી અધિકારી ગોંડલના ડીસી જાડેજાના સવાલના જવાબમાં ઉપસ્થિત 42 માના 30 સદસ્યોએ પોત પોતાના હાથની આંગળી ઉંચી કરી ટેકો જાહેર કરતા આ  પછાત વર્ગના મહિલા સદસ્ય પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપના આ ઉમેદવાર સામે કોંગ્રેસમાંથી પાલિકા પ્રમુખ તરીકેની દાવેદારી પ્રકાશ ગીડા નામના સદસ્યે નોંધાવી હતી પણ તેમને માત્ર 12 મતો જ મળ્યા હતા. જયારે જેતપુર પાલિકાના ઉપ પ્રમુખ તરીકેના ઉમેદવાર પ્રમોદ ત્રાડાની દરખાસ્ત સદસ્ય સુરેશ સખરેલિયાએ કરી હતી જેને દીપક લુંણીએ ટેકો જાહેર કર્યો હતો. અહી પણ ઉપપ્રમુખની તરફેણમાં 30 સદસ્યોએ આંગળી ઉંચી કરી પ્રમોદ ત્રાડાને વિજયી બનાવ્યા હતા. જ્યારે તેમની સામે ઉપપ્રમુખની દાવેદારી નોંધાવનાર ચેતના મનોજભાઈ પારધીને 12 મતો મળ્યા હતા.
વિજયી બંને ઉમેદવારોએ વાજતે ગાજતે વિજય સરઘસ કાઢ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ પડે બેસવા ઘણા સદસ્યોએ પોત પોતાની તાકાત કામે લગાડી હતી, પણ ચુંટણી પંચે બક્ષીપંચ અનામત શીટ જાહેર કરતા અમુક પ્રતિસ્પર્ધી વચ્ચેજ મુકાબલો બચ્યો હતો. આ બાબતે જે હોય તે પણ એક લોકચર્ચા મુજબ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની કુનેહતા વધુ એક વખત ગજબની સાબિત થઇ હોય તેમ જેતપુર પાલિકાનું સુકાન ભાજપ પાસેજ રહેતા હરીફ ઉમેદવારો મનમાને મનમાં મુંજાઈ રહ્યા છે. 

હાલ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપના 18, કોંગ્રેસના 12, અને અપક્ષના 12 એમ કુલ 42 નું સંખ્યાબળ છે. આજે પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં પણ બંને ભાજપનાજ ઉમેદવારો વિજેતા થતા ભાજપે પાલિકામાં આગામી અઢી વર્ષ સુધીની સત્તા અંકે કરી લીધી છે.
ફોટો  સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812 


---------------------------------------------------

જેતપુરના વણિક વેપારીનું જેતલસર નઝીક અજાણ્યા વાહનની ઠોકરે મોત 
જેતપુર તા.24
ગઈકાલે મોડી રાત્રીના અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલ જેતપુરના વણિક વેપારીનું મોત થતા જેતપુરના વણિક સમાજ અને વેપારી આલમમાં શોક છવાયો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મોટા ચોકમાં રહેતા અને કાપડ બઝારમાં કાપડની દુકાન ધરાવતા હિમાંશુભાઈ મુગુટલાલ બાવીશી(ઉ.વ.42) ગઈકાલે જેતપુર થી પોતાનું  નવેનવું બાઈક લઈને જેતલસર ગાંઠીયા ખાવા આવ્યા બાદ પરત ફરથી વખતે જુનાગઢ રોડ ઉપર, જેતલસર નજીક જ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને પાછળથી હડફેટે લેતા હિમાંશુભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, બનાવની જાણ પરથી જેતપુર  તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ, અંગ જડતી અને એકબીજાનો મોબાઈલ પર સંપર્ક કર્યા બાદ આ મૃતદેહ હિમાંશુ બાવીશીનો હોવાનું માલુમ પડ્યું હતું.
મૃતક વણિક વેપારી યુવાન હિમાંશુ બાબતે તેઓના નિકટતમ મિત્રોએ એવી વિગતો આપી હતી કે હિમાંશુ બાવીશી કોલેજકાળ દરમિયાન જ નેતાગીરી કરવામાં ભારે હોંશિયાર હતા. કદાચ જેતપુરમાં નેશનલ સ્ટુડંટ યુનિયનનો પાયો નાખવામાં તેમનો મહત્વનો ફાળો હતો. છેલ્લા થોડા સમય થયા તેમને રાજકારણને અલવિદા કરી પોતાનો કાપડનો વ્યવસાય શરુ કર્યો હતો. તેમના આકસ્મિક નિધનથી જેતપુર કાપડ બઝારના વેપારીઓ, જૈન સમાજ અને વિદ્યાર્થી આલમમાં શોક છવાયો છે.


કશ્યપ જે. જોશી જેતપુર 9974262812


રવિવાર, 23 ઑગસ્ટ, 2015

1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ

જેતપુરમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યમંત્રી જયેશ રાદડીયાના હસ્તે
1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ 
સરકારની 21 યોજનાઓની સાધન સહાય અર્પણ કરાઈ, ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ...
જેતપુર તા.23
જેતપુરની માર્કેટ યાર્ડમાં આજે જેતપુર-ગોંડલ પ્રાંત કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે 1442 લાભાર્થીઓને રૂપિયા 70 લાખ 76 હજારની વિવિધ સાધન સહાય અર્પણ કરાતા ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ દેખાતા હતા.

રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદીપ વાળા(ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમ), ડો.વલ્લભભાઈ કથીરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેમેન દિનેશ ભુવા, ગોંડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ વિગેરે અગ્રણી આગેવાનોની હાજરીમાં પ્રસંગોચિત બોલતા જયેશ રાદડીયાએ જણાવેલ કે, રાજ્યના છેવાડાના માનવી-લાભાર્થીઓ સુધી હાથો હાથ સરકારી સહાયો પહોચે તે માટે, ગરીબો સરકારની નાની મોટી સહાયોથી આર્થિક પગભર બને, અને આર્થિક સ્થિતિ સુધારે તે માટે ગુજરાત સરકારે શરુ કરેલા ગરીબ કલ્યાણ મેળાના આયોજનો સાચેજ ગરીબો માટે કલ્યાણકારી નીવડી રહ્યા છે.

સરકારની વિવિધ 21 યોજનાઓના 1442 લાભાર્થીઓને રૂપિયા 70.76 લાખની સાધન સહાય અર્પણ કરાઈ ત્યારે ગરીબ પરિવારજનોમાં ખુશાલી સાથે હર્ષાશ્રુ પણ જોવા મળ્યા હતા.  આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ માહિતી ખાતા દ્વારા લોક સાહિત્ય ડાયરાનો કાર્યક્રમ રજુ કરાયો હતો. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગરીબો માટે ગરીબ કલ્યાણ મેલા આશીર્વાદરૂપ બની રહ્યા હોવાના આનંદ વ્યક્ત કરતા વક્તવ્યો આપ્યા હતા. જ્યારે ઉપસ્થિત અધિકારીગણ સહિતના મહેમાનોને ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજાએ સૌને આવકાર્યા હતા. તો જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ આભારવિધિ કરી હતી.

બોક્સ: સ્વર્ગીય ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને પણ સહાય 
જેતપુર : ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ, માર્કેટિંગ યાર્ડ જેતપુર દ્વારા ગ્રુપ પર્શનલ વીમા યોજના હેઠળ અકાળે સ્વર્ગીય બનેલા ખાતેદાર ખેડૂતોના જેતપુર તાલુકાના થોરાળા, રૂપાવટી, અકાળા, સમઢીયાળા, નવી સાંકળી અને પાંચ પીપળા ગામોમાં વસતા પરિવારજનોને રૂપિયા 2-2 લાખના ચેક જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરાયા હતા.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812