LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 10 જૂન, 2015
જેતલસર જંકશનમાં સગીરા પર આચરાયું દુષ્કર્મ
જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખની મામલતદારને રજૂઆત જેતપુરના નવાગઢ ચોકડીની બંને બાજુ અત્યંત બિસ્માર રોડ તાકીદે રીપેર કરાવો
મંગળવાર, 9 જૂન, 2015
જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા
સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
જેતપુર તા.9
સમર્પણ ગુર્પ જેતપુર દ્વારા માત્ર ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેઓ પોત પોતાની શાળામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય તેઓને સન્માનિત કરાશે. આ સન્માન સમારોહમાં જોડવા ઈચ્છુક ઉપરોક્ત ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામની ઝેરોક્સ કોપી સંસ્થા કાર્યાલય, પરાગ પુસ્તકાલય, ખોડપરા મેઈન રોડ, જેતપુર ખાતે પહોંચતી કરવા સંસ્થા પ્રમુખ હરીશભાઈ મણીયારનો અનુરોધ છે.
જેતપુરમાં નવનિર્મિત શીતળા
માતાજીના મંદિરનું લોકાર્પણ
જેતપુર તા.9
જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ વર્ષોજુના શીતળા માતાજીના મંદિરની કાયાપલટ શહેરના જાણીતા દાતા જગદીશ પાંભરે કરાવી હતી. આ નવનિર્મિત મંદિરના લોકાર્પણ માટે ગઈકાલે મંદિરની જગ્યામાં હોમ-હવનનું આયોજન કરાતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જગદીશભાઈ પાંભરે પોતાની સેવાનો સિલસિલો ચાલુ રાખી આ મંદિરનું પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.
પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્રના માનમાં
શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
જેતપુર તા.9
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર(દેવ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મેઘવાળ જ્ઞાતિના મુક્તિધામ ખાતે બનાવાયેલ દેવસ્મૃતિ જગ્યામાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા કર્મીઓ સહીત મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. આ તકે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવું યોગેશ મકવાણાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812
સોમવાર, 8 જૂન, 2015
જેતપુર પાલિકા દ્વારા આયોજિત
રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન
મારી જતી ઉપલેટાની ટીમ
જેતપુર તા.8
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.
દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. આ તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812
જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
જેતપુર તા.8
તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આ બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812
ગૌસેવાના લાભાર્થે
જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ
જેતલસર તા.8
જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુ, રાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812













