અનુયાયીઓ

સોમવાર, 12 જાન્યુઆરી, 2015

રવિવાર, 11 જાન્યુઆરી, 2015

પતંગ મહોત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦  જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦  વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્‍સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્‍યા છે જેમાં આદિત્‍ય સ્‍તુતિ, સૂર્યનમસ્‍કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્‍કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્‍કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્‍યું હતુ. આ પ્રસંગે  દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્‍કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન  કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.



એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!




તોતિંગ દુકાન ભાડા છતાં સ્ટોલધારકને દબાવવાનો પ્રયાસ ?
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ 
આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!

જેતલસર તા.11                                                                                                      (કશ્યપ જોશી )

જેતપુર જુનાગઢના એસટી બસસ્ટેન્ડમાં નાના મોટા સ્ટોલ ધરાવતા જેતપુરના એક વેપારીની પાછળ જુનાગઢ એસટી તંત્રના પ્રમુખ કાર્યવાહકો હાથ ધોઈને પડ્યા હોય આ વેપારી ગુજરાન ચલાવવાની ગંભીર પરીસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર રહેતા મહિપાલસિંહ ચંદ્રસિંહ  જેતપુર તેમજ જુનાગઢ એસટી બસસ્ટેન્ડો માં ડ્રાયફૂટ સ્ટોલના પરવાનાવાળી દુકાનો ધરાવે છે.  
બીજીબાજુ જુનાગઢ એસટી ડીવીજનના વિભાગીય નિયામકે ગઈ 19.12.2014 ના રોજ એક નોટીસ જારી કરી, તમો નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરો છો તેમજ ફેરિયાઓ મારફત બિન અધિકૃત ફેરીઓ કરાવતા હોવાના કારણો બતાવી અરજદારનો સ્ટોલને તાળા મરાવી દેતા આજે 23-23 દિવસ થયા સ્ટોલ બંધ હોય રૂપિયા 33000 થી 35000 જેવી ભાડાની રકમ અરજદાર કેવી રીતે ભરી શકશે ? તે પ્રશ્ન અરજદારને ભારે મૂંજવી ગયો છે. 
સ્ટોલધારક મહિપાલસિંહ નું કહેવું છે કે એસટી તંત્રે પાઠવેલી નોટીસમાની વિગતો પાયા વિહોણી છે. તેઓ કોઈ વધારાની જગ્યા રોકતા નથી કે કોઈ ફેરિયા રાખેલા નથી. તંત્રે બીજા કોઈ ફેરિયાના નિવેદનો નોંધી તેમની સાથે ખોટે ખોટી હેરાનગતિ ચાલુ કરી છે. 

બોક્સ : ચાલુ બસે કોણ દુકાનમાં ખરીદી માટે આવે ?
જેતપુર :  અરજદાર જણાવે છે કે તંત્ર કહે છે કે ફેરીયા રાખી ધંધો નાં કરી શકો, પણ જે તે એસટી બસ સ્ટેન્ડ માં આવતી લાંબા રૂટની બસો અમુક મીનીટો જ થોભતી હોય, આવી બસોના મુસાફરો બસોમાંથી ઉતરી સ્ટોલ પર કોઈ ચીજો લેવા આવી નાં શકે તે સહજ છે.  ત્યારે એસટી તંત્રે આ વાતમાં કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ

બોક્સ : એસટીના સત્તાધીસો દુખે છે પેટ, કૂટે છે માથું !?
જેતપુર: અરજદારે એક એવો આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં વિના રુકાવટ ધંધો કરવા દેવા સબબ રૂપિયા 2 હજારની લાંચ લેતા ડેપો મેનેજરને એસીબીના હાથે પકડાવ્યા પછી એસટીના સતાવાળાઓએ તેમની સાથે આવી હેરાનગતિ ચાલુ કરી છે. જયારે એસટી સુત્રો જણાવે છે કે ટેન્ડરની શરતોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવી પડતી હોય છે.

બોક્સ : એસટી તંત્રે ફેરિયાઓના લાયસન્સ આપે.. 
જેતપુર : અરજદાર કહે છે કે આજે ગુજરાત રાજ્યના તમામ બસસ્ટેન્ડમાં ચાલતા જુદા જુદા સ્ટોલધારકો તંત્રને મસમોટા ભાડા ચુકવતા હોય એસટીના લગતા વળગતા ઉચ્ચ સત્તાધીસોએ આવા સ્ટોલ સંચાલકોને ધંધો કરવા માટે ફેરિયાઓના લાઈસન્સ આપવાનું વિચારે તો એસટી તંત્રને પણ વધારાની આવક થઇ શકે તેમ છે.

જેતલસર           (કશ્યપ જોશી ) 99742 62812

શુક્રવાર, 9 જાન્યુઆરી, 2015

Fwd: જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા

જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812

જેતપુરમાં બ્રહ્મસમાજના પસંદગી મેળાનું આયોજન..KASHYAP JOSHI JETALSAR JETPUR



જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો

જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં 

ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો

આચાર્યે ખુદ  રાજકોટ ખાતે ડીઈઓ સમક્ષ પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં ધડાકો 

 

જેતપુર તા.9

જેતપુરના સ્ટેન્ડ  ચોકમાં આવેલ ગર્લ્સ સ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી આચરાઈ હોય અને   વાત ખુદ આચાર્યએ સ્વીકારી હોવાની  ઓડિયો સીડી સાથે શિક્ષણ સચિવને જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે રજૂઆત કરતા ખળભળાટ  મચી ગયો છે.

 

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર સ્થાનિક સ્વરાજ સંસ્થા મંડળ સંચાલિત કુંભાણી  મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સને 2008માં આચાર્યની ભરતીની  અખબારી જાહેરાત બાદ તા.4.10.13  નારોજ ઈન્ટરવ્યું લેવાયા હતા. જેમાં સંબંધીતોથી માંડીને સ્ટાફ સિલેકશન કમિટીના કાર્યવાહકોએ ગેરરીતી આચાર્યની નિમણુંક કરી દેવાતા વાત પ્રજા વચ્ચે આવી ગઈ હતી.

દરમિયાન અરજદારે  નિમણુંક પામેલા આચાર્યના જરૂરી સર્ટીઓ વી.બાબતે માહિતી માંગતા સંબંધિતોએ સાચી માહિતી આપવામાં અરજદારના આક્ષેપ મુજબ ખુબ ઢીલ અને ખોટી માહિતી આપવા પ્રયાસો થતા હાલ માહિતી ગાંધીનગર માહિતી આયોગના સ્ટેજ ઉપર હોવાનું જાણવા મળે છે.

રજુઆતમાં એવું  જણાવાયું છે કે આચાર્ય પોતાની મનમાની અપનાવી શિક્ષકોને ખોટા ફાજલ કરી, બીજી શાળાઓમાંથી શિક્ષકોની ભરતી કરી, મોટાપાયે ગેરરીતી આચરતા હોય તપાસ  કરવી જરૂરી છે.

નિમણુંક માટે પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં વાત....

જેતપુર: અરજદાર યોગેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય બિંદુબેન જયારે રાજકોટ ખાતે ડીઈઓ ને રૂબરૂ મળ્યા ત્યારે  મારા બાપના ઘરેણા વેંચીને હું આચાર્ય પડે પદે પહોચી છું તમારું  જાય ? તેવું તાડુકીને બોલેલા આચાર્યની ઓડિયો સીડી પણ શિક્ષણ સચિવને મોકલાઈ હોય હવે બનાવની તપાસ થશે કે કેમ તેની અરજદાર સહિતના શહેરીજનો કાગાડોળે વાત જોઈ રહ્યા છે.


 કશ્યપ જોશી જેતપુર 9974262812



 

 

બુધવાર, 31 ડિસેમ્બર, 2014

ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!

રવિવારની રાત્રીએ 2 પ્રસુતા ગાયનેક તબીબ વગર ભારે હેરાન પરેશાન થઇ !
ખાલી જગ્યાના રોગથી પીડાતી જેતપુરની સરકારી 
હોસ્પિટલને પૂરતા સ્ટાફનું ઇન્જેક્શન આપો !!
જેતલસર-બોરડી સમઢીયાળાના યુવાનોએ બંને પ્રસુતાઓને મહામહેનતે અન્યત્ર ખસેડી !
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર)  તા.31 
જેતપુરની સરકારી હોસ્પિટલમાં  પૂરતા તબીબી સ્ટાફને અભાવે અનેક દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થઇ નાછુટકે મોઘીદાટ દાકતરી સારવાર લેવા મજબૂર થતા હોવાનો એક કિસ્સો ગત રવિવારની રાત્રીએ બહાર આવતા સેવાભાવી અને જાણકાર વર્તુળોમાં હોસ્પિટલસુત્રો પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળે છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગયા રવિવારે રાત્રીના 10 વાગ્યે જેતપુરની સરકારી હોસ્પીટલમાં 2 પ્રસુતાઓ પ્રસવની વેદના સાથે દાખલ થઇ હતી. પણ આ અદ્યતન અને એક સમયે તબીબી સારવામાં એ ગ્રેડ મેળવી ચુકેલી સરકારી હોસ્પિટલમાં ગત રવિવારના રોજ ધોરાજી રોડ પર  રહેતા  
ગરીબ પરીવારના કાળુભાઈ પરમારના પત્ની લીલાબેનને અને બોરડી સમઢીયાલા ગામે કુમન બુટાણી નામના ગૌસેવકની વાડીએ ખેત મજુરી કરતી પરપ્રાંતિય મહિલા બાઈલીબેન રવીનભાઈ ચૌહાણ  એમ બંને  પ્રસવ વેદના બંધ કરવા હોસ્પીટલમાં કોઈ ગાયનેક તબીબ નાં હોય આ બંને પ્રસુતાઓ 
કલાકો સુધી કણસતી રહી હતી.
દરમિયાન સરકારી હોસ્પીટલનો આ મામલો જેતલસરના જાગૃત ખેડૂત યુવાન  અરવિંદ રૂપાપરાએ  રાત્રિનાજ હોસ્પીટલના મેડીકલ ઓફિસર નિકિતાબેન પડિયાને રજુઆતો કરતા મહિલા તબીબે પોતાની કક્ષાએથી જરૂરી જડપી સારવાર અપાવી સરકારી હોસ્પીટલમાં ગાયનેકની જગ્યા પર કોઈ તબીબ ના હોય અન્ય હોસ્પીટલમાં બંને મહિલાઓને રીફર કરાવી હતી. 
જેમાં લીલાબેન નામની મહિલાને જુનાગઢ સરકારી દવાખાને ખસેડાઈ હતી. અને બાઈલીબેનને અહીના ખાનગી મેટરનિટી હોમમાં ખસેડાઈ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે 52 ગામડાઓના  જેતપુર તાલુકા મથકે ઉભી થયેલી અદ્યતન સરકારી હોસ્પીટલની અંદર જો આંટો મારવામાં આવે તો આ હોસ્પિટલ ખાલી જગ્યાઓના રોગથી પીડાતી હોય સ્થાનિક રાજકીય નેતાગીરી પણ હોસ્પીટલમાં જરૂરી સારવાર, સેવા ઉપલબ્ધ કરવામાં રીતસરની વામણી સાબિત થઇ રહી છે. 
માત્ર ફોટા પડાવી સેવાના દેખાડા કરતા સ્થાનિક રાજકારણીઓએ કદી કોઈ જગ્યાએ અસરકારક રજુઆતો કરવાનું મુનાશીબ માન્યું ના હોય, અહી રોજ સવાર પડે ને કેટ કેટલા ગરીબો આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી વંચિત રહી જઈ મોઘીદાટ તબીબી સારવારમાં મજબુરવશ આર્થિક ભાર વેંઠી રહ્યા છે. 
બોક્સ: દર્દીની સમજવામાં ગફલતથી પૈસા ચુકવવા પડ્યા !!
જેતલસર: રવિવારની પ્રસુતાઓની આ ઘટના સમયે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ગાયનેક સારવાર મફત અપાશે તેવું એક ખાનગી પ્રસુતિગૃહનું બોર્ડ વાંચી ગયેલા બૈલીબેન સાથેના સેવાભાવીઓ કુમન બુટાણી વિગેરે અહીના કોર્ટ નજીકના એક ખાનગી પ્રસુતિગૃહમાં દાખલ થયા થયા હતા. પણ સારવાર દરમિયાન ઉપરોક્ત પરપ્રાંતીય મહિલાને રૂ.3500 થી 4000 ખર્ચ ચૂકવવો પડ્યો હતો. દર્દીના આવા આક્ષેપની તપાસમાં કોરાટ પ્રસુતિ ગૃહ સુત્રોએ જણાવેલ કે તેમના દવાખાનામાં ગાયનેક સારવાર અને તપાસ મફત જ કરાય છે પણ ઓપરેશન દરમિયાન સ્ટીચ, બ્લડ, અન્ય બહારથી મંગાવવી પડેલી દવાનો ચાર્જ વસુલવો પડતો હોય છે જે દર્દીને પણ પુંછીને જ કરાયો હોય છે.

બોક્સ: જેતપુરની હોસ્પીટલમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે ?
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કઈ પોસ્ટ ઉપર કેટલી ખાલી જગ્યા છે ? તે વાતની જાણકારી  દરમિયાન સરકારી હોસ્પિટલ  જેતપુરના સુપ્રિન્ટેન્ડન્ટ સુખાન્દીએ જેતલસર - જેતપુરના યુવા પત્રકાર કશ્યપ  જોષીને જણાવેલ કે  અહિ ખાલી જગ્યા  ઉપર નીમણુંકો કરવા તેઓ દ્વારા દર મહીને આરોગ્ય કમિશ્નરને રજુઆતો કરાય છે પણ કઈ ઘટતું ના થયું હોય  તે પણ દેખીતું છે. આવો વસવસો વ્યક્ત કરતા સુખાનંદીએ જણાવેલ કે જેતપુર સરકારી હોસ્પીટલમાં ક્લાસ-1 વર્ગમાં સુપ્રી., રેસીડેન્ટ મેડીકલ ઓફિસર, પેથોલોજીસ્ટ, એનેશ્થેતીસ્ટ,રેડિયોલોજીસ્ટ, તથા ઓર્થોપેડિક સર્જન એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 માં 1 મેડીકલ ઓફિસર, વર્ગ-3 માં સીની.  જૂની- ક્લાર્ક, મેટ્રન,  હેડ અને સ્ટાફ નર્સ  એમ તમામ જગ્યાઓ પર 1-1-1-1-1 જગ્યાઓ ખાલી છે. વર્ગ-4 માં કુક અને આયા 1-1, વોર્ડ સર્વન્ટ - 4, મેલ-ફીમેલ સ્વીપર-3 જગ્યાઓ ખાલી છે. હોસ્પીટલના પીપીયું(પબ્લિક પેશન્ટ યુનિટ)માં લેબ ટેકનીશ્યન અને ઓટી નર્સ સહીત 8 જગ્યાઓ ખાલી છે. આ તમામ ખાલી ખુરશીઓ પર તાકીદે નિમણુંકો કરાય તો દર્દી આલમની હેરાનગતિ  થાય તેવું સુખાનંદીનું કહેવું થતું હતું.
બોક્સ: અદ્યતન ટ્રોમાં સેન્ટરમાં 35 જગ્યાઓ ખાલી !!
જેતલસર: જેતપુરની સરકારી હોસ્પીટલમાં કે વિશાળ ટ્રોમાં સેન્ટર કાર્યરત કરાયું છે. પણ આ સેન્ટરમાં પણ ઓર્થોપેડિક સર્જન-1, એનેસ્થેટિસ્ટ-1, તબીબી અધિકારી-3, રેડિયોગ્રાફર-1, સ્ટાફ નર્સ-15, લેબ.ટેક.-1, ઓટી ટેકનીશ્યન-2, વર્ગ-4 માં નાર્શિંગ એટેન્ડેન્ટ-5 તથા સફાઈ કર્મચારી-6 એમ કુલ 35 જગ્યાઓ ખાલી હોય, ટ્રોમાં સેન્ટરમાં જે રીતથી અને જે ઝડપથી આરોગ્યલક્ષી સારવાર થવી જોઈએ તે નાં થતી હોવાનું હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળે છે.
કશ્યપ જે.જોશી, જેતલસર(જેતપુર) 99742 62812