તોતિંગ દુકાન ભાડા છતાં સ્ટોલધારકને દબાવવાનો પ્રયાસ ?
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ
આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!
જેતલસર તા.11 (કશ્યપ જોશી )
જેતપુર જુનાગઢના એસટી બસસ્ટેન્ડમાં નાના મોટા સ્ટોલ ધરાવતા જેતપુરના એક વેપારીની પાછળ જુનાગઢ એસટી તંત્રના પ્રમુખ કાર્યવાહકો હાથ ધોઈને પડ્યા હોય આ વેપારી ગુજરાન ચલાવવાની ગંભીર પરીસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર રહેતા મહિપાલસિંહ ચંદ્રસિંહ જેતપુર તેમજ જુનાગઢ એસટી બસસ્ટેન્ડો માં ડ્રાયફૂટ સ્ટોલના પરવાનાવાળી દુકાનો ધરાવે છે.
બીજીબાજુ જુનાગઢ એસટી ડીવીજનના વિભાગીય નિયામકે ગઈ 19.12.2014 ના રોજ એક નોટીસ જારી કરી, તમો નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરો છો તેમજ ફેરિયાઓ મારફત બિન અધિકૃત ફેરીઓ કરાવતા હોવાના કારણો બતાવી અરજદારનો સ્ટોલને તાળા મરાવી દેતા આજે 23-23 દિવસ થયા સ્ટોલ બંધ હોય રૂપિયા 33000 થી 35000 જેવી ભાડાની રકમ અરજદાર કેવી રીતે ભરી શકશે ? તે પ્રશ્ન અરજદારને ભારે મૂંજવી ગયો છે.
સ્ટોલધારક મહિપાલસિંહ નું કહેવું છે કે એસટી તંત્રે પાઠવેલી નોટીસમાની વિગતો પાયા વિહોણી છે. તેઓ કોઈ વધારાની જગ્યા રોકતા નથી કે કોઈ ફેરિયા રાખેલા નથી. તંત્રે બીજા કોઈ ફેરિયાના નિવેદનો નોંધી તેમની સાથે ખોટે ખોટી હેરાનગતિ ચાલુ કરી છે.
બોક્સ : ચાલુ બસે કોણ દુકાનમાં ખરીદી માટે આવે ?
જેતપુર : અરજદાર જણાવે છે કે તંત્ર કહે છે કે ફેરીયા રાખી ધંધો નાં કરી શકો, પણ જે તે એસટી બસ સ્ટેન્ડ માં આવતી લાંબા રૂટની બસો અમુક મીનીટો જ થોભતી હોય, આવી બસોના મુસાફરો બસોમાંથી ઉતરી સ્ટોલ પર કોઈ ચીજો લેવા આવી નાં શકે તે સહજ છે. ત્યારે એસટી તંત્રે આ વાતમાં કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ
બોક્સ : એસટીના સત્તાધીસો દુખે છે પેટ, કૂટે છે માથું !?
જેતપુર: અરજદારે એક એવો આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં વિના રુકાવટ ધંધો કરવા દેવા સબબ રૂપિયા 2 હજારની લાંચ લેતા ડેપો મેનેજરને એસીબીના હાથે પકડાવ્યા પછી એસટીના સતાવાળાઓએ તેમની સાથે આવી હેરાનગતિ ચાલુ કરી છે. જયારે એસટી સુત્રો જણાવે છે કે ટેન્ડરની શરતોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવી પડતી હોય છે.
બોક્સ : એસટી તંત્રે ફેરિયાઓના લાયસન્સ આપે..
જેતપુર : અરજદાર કહે છે કે આજે ગુજરાત રાજ્યના તમામ બસસ્ટેન્ડમાં ચાલતા જુદા જુદા સ્ટોલધારકો તંત્રને મસમોટા ભાડા ચુકવતા હોય એસટીના લગતા વળગતા ઉચ્ચ સત્તાધીસોએ આવા સ્ટોલ સંચાલકોને ધંધો કરવા માટે ફેરિયાઓના લાઈસન્સ આપવાનું વિચારે તો એસટી તંત્રને પણ વધારાની આવક થઇ શકે તેમ છે.
જેતલસર (કશ્યપ જોશી ) 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો