જેતપુર તાલુકાના 11 ગામો નો ખેડૂતોની
સિંચાઈ માટે ભાદર ડેમ-1 નું પાણી આપવા બુલંદ માંગ
4 દિવસમાં ઘટતું ના કરાય તો આંદોલનની ચીમકી
ઈરીગેશન તેમજ મામલતદાર કચેરી પર અપાયેલ આવેદનો
(કશ્યપ જોશી ) જેતલસર તા.5
નહીવત વરસાદ ને કારણે ખેતરોમાં ઉભેલો પાક સુંકાય ના જાય તે માટે તાત્કાલિક ભાદર-1 ડેમનું પાણી આપવાની માંગ સાથે જેતપુર દોડી આવેલા તાલુકાના 11 ગામોના ખેડૂતો એ ભાદર ઈરીગેશન અને મામલતદાર સુત્રોને આવેદન આપ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના થાણાગલોળ, પાંચ પીપળા, જેતપુર, લુણાગરી, સરધારપુર,ખીરસરા, ખજૂરી ગુંદાળા, મોટાગુંદાળા, વાડાસડા, સમઢીયાળા, ચાંપરાજપુર વિગેરે 11 ગામના ખેડૂતો આજે જેતપુર દોડી આવી ભાદર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેરને આવેદન આપી પોત પોતાના ખેતરોમાં ઉભેલા એરંડા,કપાસ, તુવેર, વિગેરે ખેતપાકો નહીવત વરસાદ ને કારણે ઉભા ઉભા સુંકાઈ રહ્યા હોય તાકીદે ભાદર ડેમ-1 નું પાણી પિયત માટે આપવાની બુલંદ માંગ કરી આવેદન આપ્યું હતું.
ખેડૂતો એ આ તકે એકી સુરે કહેલ કે તેઓની માંગલી સ્વીકારવામાં ઢીલ દાખવાશે તો તેઓનો શિયાળુ પાક બળી જશે. એટલુજ નહિ આ બાબતે 4 દિવસમાં યોગ્ય નહિ કરવામાં આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ ખેડૂતો એ આવેદનમાં ઉચ્ચારી છે.
બોક્સ : ડેમની સ્થિતિ વિષે ઈરીગેશ સુત્રો શું કહે છે ?
જેતપુર : ખેડૂતોની ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની વાતને સ્વીકારી ઉપર સુધી પહોચાડવાની ખાતરી સાથે ભાદર ઈરીગેશનના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મોવલીયા ભાઈ એ જણાવેલ કે હાલ ભાદર-1 ડેમ ની સપાટી 23.50 ફૂટ છે. રાજકોટ-જેતપુર નો વપરાશ 15 એમજીડી છે. આ પાણીનો નો જત્થો ઓગસ્ટ 2015 સુધી ચાલે તેમ છે. ત્યારે આવી સ્થિતિમાં સિંચાઈ માટે પાણી આપી શકાય કે કેમ ? તે ભાદર ઈરીગેશન ના ઉપરી અધિકારીઓ નક્કી કરી શકે.
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર








































