જેતપુરમાં રૂ.૧૦ માં ભરપેટ ભોજનરૂપી ભોજનાલય ખુલ્લુ મુકાશે
નવાગઢ તા.૮ : જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે આવેલ જોષીબાપાના આશ્રમ ખાતે શ્રી હરીઓમ સેવા સંસ્થાના નેજા તળે આગામી તા.૧૧ને રવિવારના રોજથી માત્ર રૂ.૧૦માં જરૂરીયાતમંદ જનતા માટે ભોજનાલય ખુલ્લુ મુકાશે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ...ના મંત્રને ચરિતાર્થ કરનાર સંત સીરોમણી પૂ.જલારામબાપાના ધામ વિરપુરથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે જેતપુરના સામાકાંઠા વિસ્તાર ખાતે શરૂ થનાર રૂ.૧૦માં ભરપેટ ભોજનાલયને ચાપરડાવાળા પૂ.મુકતાનંદજીબાપુ વિધીવત ખુલ્લુ મુકશે. જયારે આ પ્રસંગે જેતપુર સ્વામીનારાયણ મંદિર નિલકંઠસ્વામી, રાજયના ઉડ્ડયન મંત્રી જયેશ રાદડીયા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ રવિ આંબલીયા, અગ્રણી ઉદ્યોગપતિ હરીભાઇ સાકરીયા, જમનભાઇ વડાલીયા, જગદીશ પાંભર, વજુભાઇ ઠુંમર, ગુણવંત ઘોરડા, યુવા ઉદ્યોગપતિ દિપેન પટેલ, નગરસેવક અનિલ કાછડીયા, રણમલ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહેશે. તા.૧૧-પને સાંજે પ વાગ્યે આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા શહેરની જનતાએ આયોજકોએ અપીલ કરી છે.