અનુયાયીઓ

ગુરુવાર, 1 મે, 2014

જેતલસરના યુવાનને



જેતલસરના યુવાનને ૮ વરસ થયા બીજાના ફોટાવાળી મતદાનની સ્‍લિપ મળે છે ! !

જેતલસર તા. ર૮ :.. જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતાં ૪૩ વર્ષીય યુવાન મતદાર સંજય હરિલાલ રૈયાણીને છેલ્લા આઠ વરસ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં મતદાન કરવાની મળતી સ્‍લિપ (કાપલી) માં તેમની જગ્‍યાએ બીજા યુવાનના ફોટાવાળી જ કાપલી મળતી હોય, આ યુવાને અનેક વખત સંબંધિતોને રજુઆત કરી છે કે આ ભૂલ સુધારવામાં આવે. પણ મતદારની ઉંમર, ફોટો, સરનામા વિગેરેમાં અસંખ્‍ય ભૂલો કરવામાં માહેર એવા ચૂંટણી તંત્રના બહેરા કાને આ ફરીયાદ જાણે અથડાઇને પાછી ફરતી હોવાનું સાબિત થઇ રહ્યું છે. માનવ માત્ર ભૂલને પાત્રની કહવાત જોઇએ તો એક-બે ભૂલ માફ થઇ શકે, પણ વારંવારની ભૂલ લાગતા વળગતાઓનો રીતસરનો ઇરાદો હોવાનો આક્ષેપ કરતાં સંજયભાઇ રૈયાણી જણાવે છે કે, પોતાની મતદાર કાપલીમાં આવો છબરડો સુધારવા ૩ વખત તંત્રના માણસો ઘરેથી પોતાનો ફોટો લઇ ગયા, અને પાંચ વખત જે તે વખતે ચૂંટણી મતદાર પ્રક્રિયા સ્‍થળે ફોટા પહોંચાડયા છતાં તંત્ર સુધર્યુ નથી તે પણ વાસ્‍તવિકતા છે. આમ છતાં એક સામાજિક સેવાભાવીના નાતે આ વરસે લોકસભાની ચૂંટણીમાં તે પોતાના પવિત્ર મતાધિકારનો બેશક ઉપયોગ કરશે. પણ હવે પછીની કોઇ ચૂંટણીમાં તેમના ફોટાને બદલે બીજાના ફોટાવાળી મતદાનની કાપલી મળશે તો તેના પરિવાર ઉપરાંત જાગૃત લોકોમાં મતદાર બહિષ્‍કારની ઝૂંબેશ ચલાવી લોકોને મતદાન પ્રક્રિયાથી અળગા રાખવાની કવાયત આદરશે તે નક્કી છે.

ટિપ્પણીઓ નથી: