JETALSAR NEWS..KASHYAP JOSHI JETALSAR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 22 એપ્રિલ, 2014
સોમવાર, 21 એપ્રિલ, 2014
રવિવાર, 20 એપ્રિલ, 2014
JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
From: kkumarjoshi@gmail.com
Date: 20-Apr-2014 9:10 PM
Subject: JETALSAR NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR
To: <gujaratpatra@yahoo.co.in>, gujaratpatra <gujaratpatra@yahoo.com>, kkumarjoshi <kkumarjoshi@gmail.com>
Cc:
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..JORDAR KARA SAATHE VARSAD..KASHYAP JOSHI JETALSAR JETPUR
JETALSAR NEWS..VARSADI VATAVARAN
JETALSAR DT.20
JETALSARMA AAJE RAVIVARE SAANJANA 5 VAAGYA PACHHI ACHANAK HAVAMANMA PALTO AAVTA VAAZADI SHARU THAI HATI.JORDAR PAVAN ANE DHULNI DUMARI THI LOKONE CHALVU MUSKEL BANYU HATU..AAKASHMA KAALA DIBAANG VADALOTHI GARMITHI BACHAVA MAKANONI AGASHI PAR SUTA LOKONE GADALA GODLA LEVA NICHE UTARVANI DODDHAAM THAI HATI..PAN CHHEVTE KALA VADALAO ZARMAR CHHANTA VARSAVI VIKHERAI JAI VATAVARANMA TADHAK PRASRAVI GAYA HATA..KASHYAP JOSHI JETALSAR
શનિવાર, 19 એપ્રિલ, 2014
નિઃશુલ્ક બૂક
ઓનલાઈન બૂક્સ એટલે પૈસાની બચત. નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ધોરણ ૧થી ૧૦ની ટેકસબૂક અને ઓબ્ઝેક્ટિવ એક્ઝામ પ્રશ્નો ઓનલાઈન મુકવામાં આવ્યા છે. આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એટલા બધા સક્રિય થઈ ગયા છે કે પહેલા ધોરણના બાળકને પણ કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે. એન.સી.ઈ.આર.ટી. દ્વારા એક નવો વિદ્યાર્થીઓ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ખરેખર એક સફળ પ્રયોગ સાબિત થશે. આ અંગે અમદાવાદ એન.સી.ઈ.આર.ટી.ના ઈન્ચાર્જ કપિલભાઈ કનલ કહે છે કે અમારો પૂરા ભારતમાં એન.સી.ઈ.આર.ટી.નો સિલેબસ ભણતા વિદ્યાર્થીઓને કયારેક એવુ બને કે માર્કેટમાં અમારી બૂક ન મળે તે તેને અભ્યાસમાં ઘણું નુકસાન થઈ શકે છે. અથવા તો બૂક્સ આવે ત્યાં સુધી વિદ્યાર્થીને રાહ જોવી પડતી હોય છે. જેથી કરીને અમે ધોરણ ૧થી ૧૦ સુધીની તમામ ટેકસ બૂકોને ઓનલાઈન મુકી દીધી છે. આ બૂકસ જવાહર નવોદય, કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લીક સ્કૂલ, મહારાજા એગ્રેસન સ્કૂલ જેવી વિવિધ સી.બી.એસી.સીની દ્વારા ચાલતી શાળાઓમાં અમારો સીલેબસ છે તેમને આ બૂક્સ સ્ટડી માટે દરેક સમયે ઉપયોગમાં આવે છે. આ બૂકસ હિન્દી, ઈંગ્લિશ અને ઉર્દુ જેવી વિવિધ ભાષાઓના સિલેબસની ટેકસબૂક છે. આ પ્રકારનું કામ ગુજરાત એજ્યુકેશન બોર્ડમાં થયુ હોય તેવુ ધ્યાનમાં નથી જો આ પ્રાકારની શરુઆત દરેક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે. હવેના સમયમાં વિદ્યાર્થીઓ ટેક્સ બૂક્સનો ખર્ચ કરવાની જરૃર નહીં પડે તેમજ સિલેબસની બૂક્સ માર્કેટમાં ન મળતી હોય તો તે બૂક્સ માટે રાહ જોવી નહીં પડે. કોઈ પણ બૂકસ ઈન્ટરનેટ દ્વારા એન.સી.ઈ.આર.ટી.ની સાઈટ પર નિઃશુલ્ક ડાઉનલોડ થશે
શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય દિન નિમિતે MYM FOUNDATION તથા શ્રી મોટી હવેલી -જેતપુર દ્વારા અનેકવિધ આયોજનો
રક્તદાન શિબિર,એક્યુપ્રેસર કેમ્પ,શ્રી ભાગવત દસ્માંસ્કંધ નું શાસ્ત્રીજી દ્વારા વાંચન તેમજ ઉત્સવ ની ઉજવણી
અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય પ્રાકટ્ય મહોત્સવ નિમિતે શ્રી મદનમોહનપ્રભુ શ્રી મોટી હવેલી જેતપુર અનેકવિધ મહોત્સવો દ્વારા પ્રાકટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણી નું આયોજન કરવામાં આવેલ છે.
ચૈત્ર વદ ૧૧ , શુક્રવાર તારીખ 25.4.2014 ના રોજ
શ્રી વલ્લભાચાર્ય વંશાવતંશ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી ના આત્મજ પ.પુ.શ્રી બાલ કૃષ્ણ
લાલજી મહારાજશ્રીની અધ્યક્ષતા મા તેમજ યુવા વૈષ્ણવ આચાર્ય પ.પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી ના
સાન્નિધ્ય મા આ મહોત્સવ નીઉજવણી ધામ ધૂમ થી ઉજવવા મા આવશે.
MYM FOUNDATION ના સ્થાપક તેમજ ખુબ ઉત્સાહી એવા યુવા વૈષ્ણવાચાર્ય
પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી મહોદય શ્રી ના માર્ગદર્શન હેઠળ તારીખ 20.4.2014 ને રવિવાર ના રોજ શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય દિન પૂર્વેએકભવ્યરક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ છે .આ કેમ્પ જેતપુર નજીક આવેલા બોરડી સમઢીયાળા મુકામે આયોજિત થયો છે જેતપુર બ્લડ બેંક ના સહકાર અને સ્ટાફ મિત્રો ની મદદ થીઆયોજિત કરેલછે
આ કેમ્પ માં જેતપુર શહેર તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો લાભ લેશે ..સૌથી મહત્વ ની
બાબત એ છે કે આ સેવા નું કાર્ય MYM દ્વારા થઇ રહ્યું છે .પૂજ્ય જેજે શ્રી પ્રિયાંક રાયજી મહોદય શ્રી
તંદુરસ્તી બાબત તકેદારી રાખવા માટે ઘણી શિબિર અને કેમ્પ નું આયોજન કરે છે સવાર ના 9.00 કલાકે શરુ થનાર આ કેમ્પ માં MYM બોરડી સમઢીયાળા ના મિત્રો દ્વારા વધુ માં વધુ રક્તદાતા ઓ રક્તદાન કરે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે આ ઉપરાંત શાસ્ત્રીજી જોશી ભાઈ દ્વારા શ્રી ભાગવત જી ના દસ્માંસ્કંધ નું વાંચન તારીખ 22,23 અને 24 દરમિયાન હવેલી ના પટાંગણ માં થશે જેનો સમય સાંજે 5.30 કલાક થી 7.30 કલાક સુધી રહેશે જે માટે ઉત્સુક દરેક વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો આ પારાયણ માં આમંત્રિત છે તારીખ 24 ના રોજ એક એક્યુપ્રેસર કેમ્પ નું આયોજન પણ હવેલી માં થઇ રહ્યું છે જે માટે ના નામ ની નોંધણી 22,23 ના રોજ થશે જેની ખાસ નોંધ લેવી આવા અનેકવિધ કાર્યક્રમો પ્રાગટ્ય દિન પૂર્વે થશે. આ ઉપરાંત તારીખ 23.4.14 ને બુધવાર ના રોજ સાંજે રાસ-ભજન-સત્સંગ સંધ્યા નું આયોજન થયેલ છે જેમાં જુનાગઢ થી રાજુભાઈ ભટ્ટ તેમજ સાથી કલાકરો પોતાની મધુર કૃતિઓ રજુ કરશે અને રાસ પણ ખેલાવશે
પ્રાગટ્ય દિન ના દિવસે તારીખ 25.4.2014 ને શુક્રવાર ના રોજ સવારે ૬ વાગ્યે પ્રભાત ફેરી ,૭.૩૦ વાગ્યે પુષ્ટિ ધ્વજ વંદન,૮.૦૦ વાગ્યે શ્રી સર્વોત્તમ સ્તોત્ર ના પાઠ,
બપોરે ૧.૦૦ વાગ્યેરાજભોગ મા તિલક ના દર્શન નો લાભ સર્વે વૈષ્ણવો ને મળશે.ઉત્સવ ની
શોભા યાત્રા સાંજે ૪.૦૦ કલાકે મોટી હવેલી એ થી વિજયી થઇ ગોંડલ દરવાજા , ફૂલવાડી,ચાંદની ચોક,સ્ટેન્ડ ચોક,એમ જી રોડ,ધોરાજી દરવાજા,મોટા ચોક થઇ હવેલી પહોચશે.ત્યારબાદ શ્રી વલ્લભાચાર્યજી નુંઆચાર્ય પૂજન થયા બાદ પુ.મહારાજશ્રી તેમજ અન્ય સંતો મહંતો ના પ્રવચન થશે તથા આપશ્રી ના
કેસરી સ્નાન તેમજચરણ સ્પર્શ નો લાભ દરેક વૈષ્ણવો ને પ્રાપ્ત થશે.આ ભવ્ય આયોજન મા ઉપસ્થિત
રહી અને અલૌકિક આનંદ લેવા માટે દરેક વૈષ્ણવો તથા શહેર ની તમામ ધર્મપ્રેમી જનતા ને ભાવ
ભર્યું નિમંત્રણ પાઠવવા મા આવે છે.આ મહોત્સવ ની અનોખી રીતે ઉજવણી થાય તે માટે ઉત્સવ સમિતિપ્રમુખ તથા શહેર ના અગ્રગણ્ય ઉદ્યોગપતિ રાજુભાઈ પટેલ,શ્રી મોટી હવેલી જેતપુર ના પ્રમુખ દિનુભાઈ ઝવેરી ,અન્ય આગેવાન ઉદ્યોગપતિઓ તેમજ શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ના પ્રમુખ કિશોરભાઈ કાકડિયા અને તમામ સભ્ય શ્રીઓ ખુબજ ભાવથી સેવા સમર્પિત કરી રહ્યા છે.
















